________________
જૈન તીથ સ સંગ્રહ
૬
એવા સમયે ગૂર્જરનૃપતિ ભીમદેવના કુશળ મત્રીશ્વર વિમળશાહે સ. ૧૦૮૮ માં આખુ પ૧૪ અને ધેાળકાના વીરધવલ રાજવીના મુત્સદ્દી મહામાત્ય મ ખેલડી વસ્તુપાળ-તેજપાળે સં. ૧૨૮૭–૮ માં આખુ અને ગિરનાર૧પ વગેરે સ્થળામાં કળામય મંદિરે અંધાવી તેનેાની કળારસિકતા અને ઔદાર્યના પરિચય કરાવ્ચે; જે કારણે આજ સુધીમાં એ જોનાર કોઇ પણ માનવી મંત્રમુગ્ધ બની જાય છે. કળામા તા કહે છે કે દેલવાડાનાં દહેરાં એ કેવળ જૈન મંદિરે જ નથી, એ ગુજરાતના અમાપ ગૌરવની પ્રતિમા છે. એનાં એકેક તેરણ, ઘૂમટ, સ્તંભ ને ગોખમાં ગુજરાતની અપૂર્વ કળા, શેાખ અને લક્ષ્મી ઊભરાઈ રહ્યાં છે.
ગૂજ નરેશ કુમારપાલે તેા. જૈનધર્મીના ઉન્નત શિખર પર કળશારેપણુ કરી પરમાતની નામના મેળવી છે. ગુજરાતનાં કેટલાંયે નગરી ને પહાડો પર એમણે જિનપ્રાસાદે રચાવ્યાના ગ્રંથસ્થ અને શિલાલેખીય પ્રમાણેા મળે છે. આબુ, ગિરનાર, ઈડર, તારંગા વગેરે પહાડા પર એની ઉદારતાનાં પ્રતીકે ઊભાં છે. તારંગાનેા અજિતજિનપ્રાસાદ એની બેનમૂન ઉત્તુંગ રચનાની યશેાગાથા આજે પણ સાંભળાવી રહ્યો છે.૧૬
આ રીતે શત્રુ ંજયની પવિત્રતા, ગિરનારની પ્રાચીનતા, આબુની કળામયતા અને તારંગાની ઉત્તુગતાની વિશેષતાઓથી કળાપ્રેમીઓનાં હૃદય ભક્તિભીનાં ખની જાય છે. એ સિવાય ઈડર, પાવાગઢ, તળાજા, શિહેારની ટેકરી વગેરે પહાડીએનાં શિખરે જૈનેનાં દેવમહાલયાથી આપતાં તી ધામ ખન્યાં છે. કહી શકાય એમ છે કે ગુજરાતના લગભગ બધા નાના—Àાટા પહાડો પર જૈનાએ પેાતાની સંસ્કૃતિના ઉર્ધ્વગામી ગૌરવ ધ્વજ ફરકતા રાખી વન્યભૂમિને સંસ્કારી–ઉજાળી જં ગલમાં મંગલમય સમૃદ્ધિ સર્જી દીધી છે. મદિરાનું આકણુ ન હોત તે એ પતાને કોણ પૂછવાનું હતું! મ ંદિરો ન હોત તા કળાદેવીની ઉપાસના કાણુ કરવાનું હતું!! અને શક્તિપરાયણ ઉદાત્ત ભાવના ન હોત તેા આવા સમ ત્યાગની સંભાવનાયે કયાંથી હેત ! ! ! શ્રી. સુરેશ દીક્ષિતનું એ કથન સાચું છે કે—‘મૂર્તિ પૂજાના ખેાળામાં જ શિલ્પકળા સચવાઈ છે. મૂર્તિ અને મ ંદિરની વિવિધ રચનાઓમાં આપણા રાષ્ટ્ર અને ધર્માંની વિવિધ રેખાએ પડી છે. પુરાણાની અસંખ્ય કલ્પનાઓને પથ્થરરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂર્તિઓ અને મદિરાને વરે છે. મૂર્તિ એ પ્રજાની મનેાભાવના, આશા-નિરાશા અને કલ્પનારૂપે છે. સંસ્કારનું એ નવનીત છે.'
કાણુ કહી શકે એમ છે કે જૈનાની સંસ્કારસમૃદ્ધિ અને જીવંત ભાવનાના પડઘા આમાંથી નથી સંભળાતા ? આટલી આછી નોંધ લીધા પછી હવે આપણે ગુજરાતનાં તીર્થો અને નગરોના રમણીય મંદિરપ્રદેશ ઉપર નજર ફેરવીએ.
૧૪. અ`દ પ્રાચીન જૈન લેખદાહ ” લેખાંક ૧, ક્લાકઃ ૧૧
श्रीविक्रमादिलनृपाद् व्यतीतेऽष्टाशीतियाते शरदां सहस्रे । श्रीआदिदेवं शिसरेऽर्बुदस्य निवेशितं श्रीविमलेन वंदे ॥
૧૫. પ્રાચીન જૈન લેખસંગ્રડ ” ભા. ૨. લેખાંક : ૬૪ અને લેખાંક : ૩૮
૧૬. ચત્તારઽક્ષતિયરે નિત્યશો 1 પ્રત્યે માતૃવતેવુંતેમોમિઃ ॥
—(જૈન શ્તાત્રસંગ્રહ-ભા. ૨ માં “ તારણુદુર્ગાલ કારઅજિતસ્વામિસ્તેાત્ર ")