________________
મેત્રાણા
૪૫.
જા૪ પૃપાદાનો બિનપત્તિઃ ?'
સં. ૧૨૯૬માં નાગેરનિવાસી શ્રેષ્ઠી દેવચંદ્ર ચારૂપમાં શ્રી આદીશ્વર ભગવાનને ગૂઢમંડપ અને ચેકીઓ સાથે એક જિનપ્રાસાદ બંધાવેલો ને તેમાં ભવ્ય બિબની પ્રતિષ્ઠા કરી હતી; એવો ઉલ્લેખ આબુમાંના શિલાલેખમાંથી મળી આવે છે. આજે આ મંદિરમાંથી કઈ મૌજુદ નથી.
આ મંદિરના મૂ ના. વિશે પ્રાચીન આખ્યાયિકા એવી છે કે, અતિપ્રાચીન કાળમાં ગૌડદેશનિવાસી આષાઢી શ્રાવકે ત્રણ મૂર્તિઓ ભરાવેલી તેમાં એક શંખેશ્વરમાં, બીજી ખંભાતમાં અને ત્રીજી ચારૂપમાં સ્થાપન કરવામાં આવી હતી.
પ્રભાવકચરિત માં ઉલ્લેખ છે કે, શ્રીવીરાચાર્યને સિદ્ધરાજ સાથે મિત્રતા હતી. એક પ્રસંગે રાજાને નર્મચનથી તેઓ ત્યાંથી વિહાર કરી ગયા અને પિતાની વિદ્વત્તાથી માલવા વગેરે દેશમાં માન–કીર્તિ સંપાદન કર્યા. સિદ્ધરાજે તેમને માનસહિત ફરી પાટણ આવવાને આમંત્રણ આપ્યું, આથી તેઓ જ્યારે ચારૂપમાં આવ્યા ત્યારે ગૂર્જરનરેશ સિદ્ધરાજે તેમને સ્વાગતમહોત્સવ કર્યો હતો અને આ વીરાચાર્યે સાંખ્યવાદી વાદિસિંહ અને દિગંબર કમલકીતિને પરાજય કિરી ગુજરાતને મહિમા વધાર્યો હતે.
આ ઉલ્લેખ ચારૂપની મહાતીર્થ તરીકેની પ્રસિદ્ધિનાં પ્રમાણે આપે છે.
૨૦. મેત્રાણુ
(કઠા નંબર ઃ ૮૬૦) - એસાણાથી કોકેસી–મેત્રાણરેડ રેલ્વે લાઈનમાં મેત્રાણરોડ સ્ટેશન છે. ત્યાંથી લગભગ ૧ માઈલ દૂર આવેલા -ગામમાં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરનું શિખરદર્શન દૂર દૂરથીયે દર્શકનાં હૃદય ભાવભીનાં બનાવી દે છે.
આ ગામ અને આ તીર્થ પ્રાચીન છે. એનો પુરાવો ગામ કહાર આવેલા એક પાળિયાના શિલાલેખ ઉપરથી મળી રહે છે. એનો સાર એ છે કે, “સં. ૧૩૪૩ના અષાડ સુદિ ૨ ને સોમવારના દિવસે દેવ સન્મુખ ધાડું પડયું હતું. તેમાં જયતસિંહ મરાયે અને તેની સાથે તેની પત્ની સતી થઈ.” આ ગામમાં મેત્રાણા તીર્થમંડન જિનેશ્વર સિવાય આરે પણ બીજું પ્રસિદ્ધ કઈ દેવસ્થાન નથી. એટલે અનુમાન થાય છે કે સં. ૧૩૪૩માં અહીં જિનમંદિર હશે ત્યારે એ દેવ સન્મુખ ધાડું પડ્યું હશે. મંદિરની મૂર્તિઓ જમીનમાં પધરાવી દીધી હશે ને કાળાંતરે એ મંદિરનો નાશ થયે હશે.
એ મંદિરની પ્રતીતિ કરાવતી ચાર જિનેશ્વર--શ્રીરાષભદેવ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી કુંથુનાથપ્રભુ અને શ્રીપદ્મપ્રભદેવની પ્રાચીન મૂર્તિઓ સં. ૧૮૯૯ના શ્રાવણ વદિ ૧૧ના રોજ ઉજવેલા નામના લવારની કોઢમાંથી પ્રગટ થઈ આવી. ત્યાંના સંઘે એક ઘર દેરાસર બનાવી તેમાં સંભવત: ૧૯૯૯ના મહા સુદિ ૧૩ના રોજ તેમની પ્રતિષ્ઠા કરી, તે પછી સંઘે મળીને વિશાળ કંપાઉંડમાં એક મોટું વિશાળ મંદિર બંધાવી સં. ૧૯૪૭ના અખાત્રીજને દિવસે એ મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. ખરું જોતાં તે ચારે મૂર્તિઓ ચતુર્મુખ તરીકે હશે એમ માલમ પડે છે. પણ આજે તો આ મંદિરમાં ત્રણ મતિએ એકહારમાં અને એથી મૂતિને મૂળ નાની નીચે સ્થાપના કરેલી છે. આ ચેથી મૃતિ ઉપર સં. ૧૬૬૪ ને લેખ છે ને રામસેનના શ્રાવકે એ ભરાવ્યાને ઉલ્લેખ છે.
ભરતીમાં જમણા હાથ તરફની દેરીમાં મૂ૦ ના શ્રી પાર્શ્વનાથ ભ૦ની ગાદી ઉપર સં. ૧૩પ૧ને લેખ છે. ભમ-તીમાં ત્રણે દિશામાં એકેક શિખરબંધી માટી દેવકુલિકાઓ છે. તેમાં એકમાં શ્રીકુંથુનાથ ભ, બીજીમાં શ્રી શાંતિનાથ ભ. અને ત્રીજીમાં શ્રી પાર્શ્વનાથ ભ. વિરાજમાન છે.
૧. “ગુર્વાવલી' પૃ. ૨૦ ૨. “શ્રોઅબુંદ પ્રાચીન જેનલેખસદેહ' લેખાંક : ૩૫ર. 2. “પ્રભાવક ચરિત' (સિંઘી ગ્રંથમાલા) પૃ. ૧૬૮, શ્લોક : ૩૫, ૩૬,