________________
હારીજ
૨૪. હારીજ
(કે નંબર : ૯૫૧) હારીજ ગામ પ્રાચીન છે કેમકે આ ગામમાં સં. ૧૧૮૮માં લખાયેલી એક હસ્તલિખિત તાડપત્રીય થીન - પ્રશસ્તિમાં હારીજ ગામનો ઉલ્લેખ મળે છે. વળી, આ ગામના નામ ઉપરથી જૈન સાધુઓનો એક વિભાગ “હારીજગચ્છ” નામે પ્રસિદ્ધિ પામ્યું છે, જેના શિલાલેખ તેરમા સૈકા જૂના તે મળે જ છે. આ ઉપરથી આ ગામ બારમા સેકા કરતાં પુરાણું છે એમાં શંકા નથી.
તેરમા સૈકાના “પુરાતન પ્રબંધસંગ્રહ” નામના પ્રાચીન ગ્રંથમાં “દાળને પાર્શ્વનાથઃ એ ઉલ્લેખ જોવાય છે.
જના હારીજમાં બે ખંડિયેર દેરાસરો ઊભાં છે. એમાંનું એક દેરાસર તે મોટું અને કેરણવાળું હશે એમ જણાય છે. ગૂઢમંડપ, તેના ઘુમટ પાસે બીજા માળને કેટલાક ભાગ, મૂળગભારાની ભીતિ વગેરે સાબૂત છે. બાકીને શિખર વગેરેને ભાગ સાવ પડી ગયેલ છે. આખું મંદિર ખારા પથ્થરથી બનેલું છે. ઊભેલા ગૂઢમંડપના બહારના અને અંદરના ઘમટમાં સુંદર કેરણી કરેલી છે, જે આબુના ચોમુખ મંદિરની કરણીની યાદ કરાવે છે. ગૂઢમંડપ, મૂળગભારાનો દરવાજો અને બારશાખમાં તીર્થકર ભગવાનની મંગળમૂર્તિ કેરેલી છે. મૂળગભારા બહાર એક ગોખલામાં શ્રી ભદેવ ભગવાનની મૂર્તિ કંડારેલી છે અને એક ગોખલામાં શાસનદેવીની એક મૂર્તિ છે તેને જૂના હારીજના લેકે શીતલાદેવી તરીકે પૂજે–માને છે. પુરાતન પ્રબંધસંગ્રહમાં જણાવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આ હશે એવું અનુમાન થાય છે.
આ દેરાસરની પાસે જ એક બીજું ખારા પથ્થરનું બનેલું નાનું મંદિર સાવ ખંડિયેરપે પડ્યું છે. માત્ર થોડાક દીવાલનો ભાગ ઊભો છે. પશ્ચને ઢગલે તેની આસપાસ વીખરાયેલો પડયો છે. આ મંદિરમાં પણ કરણી કરેલી હશે એમ લાગે છે. અહીંના તળાવ અને વેણુએ બંધાવેલા નવા મંદિરમાં આ પથ્થરને છૂટે હાથે ઉપયોગ થયો છે.
નવા હારીજના બજારમાં એક નાનું ઘર દેરાસર જેવું મંદિર છે. મૂ, ના. શ્રોત્રાષભદેવ ભગવાનની આરસમૂતિ માત્ર એક છે. તેની પાસે ઉપાશ્રય અને ધર્મશાળા-અધાંને એક કંપાઉંડમાં વાળી લીધાં છે.
વળી, પ્રાચીન પરિકરની ગાદીઓ અને પરિકરને ઉપરનો ભાગ–એમ ત્રણ વસ્તુઓ આ મંદિરમાં છે તે અહીંથી ઉત્તર દિકામાં આવેલા મંકા ગામના ખેતરમાંથી સં. ૧૯૮૦ ની આસપાસમાં મળી આવી હતી. રાજ્યની કચેરીમાં આ ત્રણે વસ્તુઓ કેટલાક કાળ રહ્યા પછી આ ચીજો જેનેની છે એવી ખાતરી થતાં હારીજના સંઘને સેંપવામાં આવી હતી. તેમાંની એક ગાદી ઉપર સં. ૧૧૨૬ને લેખ છે. આવી જ એક બીજી ગાદી ઉપર આ જ લેખ જમણુપુરમાં રાખેલી ગાદીમાં પણ છે. એ લેખ “જમણપુર” ના વર્ણનમાં (પૃ. ૪૭માં) આપે છે.
હારીજ ગામની બહાર, ગામથી વાં-ના માઈલ દૂર સુંજપુરના રસ્તાની જમણી બાજુમાં “કેવલાલી ” નામે એક ટીબો છે. તે ટીંબા ઉપર છ થાંભલામેટા પથ્થરે છે ને બીજી કેટલીયે ખંડિત મૂતિઓ છે, તેમાંની કેટલીક મૂર્તિઓ ઉપર શિલાલેખે પણ છે. તેમાં જૈનાચાર્યની એક મૂર્તિ પણ છે, તેના ઉપર આ પ્રમાણે કેરેલે લેખ જોવાય છે.
૨૩૨ વર્ષ વદિ ૨ શોમ શ્રીલિંવરજૂરીનાં ર્તિ ” સં. ૧૧૩૧ના વદિ ૨ ને સોમવારે શ્રીસિંહદત્તસૂરિની મૂર્તિ સ્થાપન કરવામાં આવી.
૧. “ પાનસ્થ પ્રાચ જૈન ભાંડાગારીય ગ્રન્યસૂચી” પૃ. ૧૪૬. ૨. એ ગ્રંથનું પૃ. ૮૩, પંક્તિઃ ૨૯. ૩. “જૈનસત્યપ્રકાશ” ક્રમાંક: ૧૧૪-૧૧૫.