________________
તારંગ
૧૪૭ તારાગામ ઉપરથી અપભ્રષ્ટ થઈને તારંગા થયું હશે.'
મહેસાણાથી આવતી રેલ્વે લાઈનમાં તારંગા હીલ છેલ્વે સ્ટેશન છે. પહેલાં આ સ્ટેશન પર વસ્તી જેવું નહોતું પરંતુ હાલમાં ધર્મશાળાઓ અને કેદીઓની દુકાને થઈ છે. સ્ટેશન સામે જ શ્વેતાંબર અને દિગંબર યાત્રાળુઓ માટે અલગ અલગ બે ધર્મશાળાઓ છે.
તારંગા ઉપર ચડવાના ત્રણ માર્ગો છે. એક ધુડિયા ધકકાને, બીજે ધારણ માતા તરફને અને ત્રીજો ટીંબા ગામ બાજુને. પહેલે માર્ગ ટૂંક પણ ચડવામાં કઠણ છે જ્યારે બીજા માર્ગો તદ્દન સરળ છે. આ બંને માર્ગો કિલ્લાના દ્વારની ટેકરી નીચે ભેગા થાય છે. ત્યાંથી પગથિયાં ગોઠવેલાં છે. કારમાં પ્રવેશ કર્યા પછી તદ્દન સપાટ ભૂમિ છે. ધુડિયા ધક્કાવાળો આખો માર્ગ દક્ષિણની ટેકરીઓની તળેટીમાં જ છે, જે પાણીના પ્રવાહનું વહન કરી રહ્યો છે. આ પહાડની રચના લગભગ ઈડરના પહાડ જેવી છે.
' સ્ટેશનથી તારંગાની તળેટી લગભગ ૨ માઈલ દૂર છે. રસ્તે કાચો હોવા છતાં ધારી ગાડામાર્ગ છે. જેને ધડિયા ધષ્ઠાનો માર્ગ કહે છે. તળેટીમાં વિશ્રાંતિ લઈ શકાય એવી વેતાંબર અને દિગંબરની બે નાની ધર્મશાળાઓ છે. તળેટીથી તારંગા પહાડને ચડાવ એક માઈલ છે.
પહાડ પર શ્વેતાંબરોનાં ૫ મંદિર અને ૫ દેરીઓની ટૂંકે છે. એક ધર્મશાળા અને તેમાં પુસ્તકાલય છે. દિગંબરોનાં પણ ૫ મંદિર, ૭ દેરીઓ અને ધર્મશાળા છે.
પૂર્વ દ્વારથી પ્રવેશ કરતાં ડાબી બાજુએ શ્રી અજિતનાથ મંદિરની સન્મુખ આશરે ત્રણ ફીટ ઊંચાઈવાળી એક દેરીમાં કીર્તિસ્થંભ વિદ્યમાન છે. તેના ઉપર કુમારપાલના છેલ્લા વર્ષ સમયને લેખ આ પ્રકારે વંચાય છે –
. ૨૨૩૦ વર્ષે ISIT વદિ રૂ વળ અમ(મ) | ” તાંબરોનાં પાંચ મંદિરમાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર કેટથી ઘેરાયેલું ઉન્નત અને વિશાળ છે. ૧. પગદંડીથી ઊંચે પહોંચતાં જ “અજિતનાથ વિહાર” નામે ઓળખાતું મંદિર દષ્ટિગોચર થાય છે. આ મંદિર
બંધાવવા માટે કુમારપાલ નરેશે યશેદેવના પુત્ર દંડનાયક અભયને આદેશ કર્યો હતો.
પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે, કુમારપાલ રાજાએ અર્ણોરાજ ઉપરની ચડાઈ વખતે ભગવાન અજિતનાથની જે માનતા માની હતી તેની પૂર્તિ રૂપે તેણે તારંગા ઉપર ૨૪ ગજ ઊંચું મંદિર બંધાવ્યું અને તેમાં ૧૦૧ આંગળ (ઇંચ) પ્રમાણની પ્રતિમા સ્થાપના કરી હતી.'
પુરાતન પ્રબંધસંગ્રહના ઉલ્લેખથી જણાય છે કે, જ્યારે અજયપાલે જૈનમંદિરને ધરાશાયી કરવા માંડયાં ત્યારે વસાહ અને આભડ નામના મુખ્ય શ્રેષ્ઠીઓએ સંઘને એકત્રિત કરી કુમારપાલે બંધાવેલાં મંદિરોને અજયપાલથી બચાવવા માટે શો ઉપાય કરવો તેની વિચારણા કરતાં એ સમયના સીલનાગ નામના અધિકારીને મળીને બાકી રહેલા તારંગાના મંદિરને બચાવવા માટે નિવેદન કર્યું. સીલનાગે યુકિત વાપરીને તારણગઢનું મંદિર અને બીજા મળીને ચારેક મંદિરો બચાવી લીધાં હતાં.'
આ મંદિર ખત્રીશ માળનું ઊંચું બંધાવેલું હતું એમ પણ કહેવાય છે. આજે તે ત્રણ-ચાર માળનું જ વિદ્યમાન છે. મંદિરને પહેલી નજરે નિહાળતે કલાભ્યાસી શિલ્પીએ જેલી શિલ્પશાસ્ત્ર મુજબની સર્વાગ સુંદર રચનાની પ્રમાણસરતા પામી જાય છે. શિલ્પીએ આલેખેલી જગતીની ઊંચાઈ, જાડંબે, પ, કણી, અંતરણી, ગ્રાસપી, કભા.
. "तत्य ममाएसेणं अजिजिणिदस्स मंदिरं तुंगं । दंढाहिवअभयेणं जसदेवसुएण निम्मिवियं ॥"
–“ કુમારપાલ પ્રતિબંધ ”માં “શ્રી આર્યપુરાચાર્ય કથા” પૃ. ૪૪૩ ૪. જ પ્રભાવક ચરિત માં “શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ' બ્લોકઃ ૭૨૦ થી ૨૪... ૫. “પુરાતન પ્રબંધસંગ્રહ”માં “અજયપાલ પ્રબંધ' પૃષ્ઠઃ ૪૭. . :