________________
જૈન તીથ સમ ગ્રહ
૧૪૬
એ વિશે શ્રીદલપતરામ પ્રાણજીવન ખખ્ખરે “ Archaeological Survey of Western India ”માં આ મંદિરમાંથી મળી આવેલા શિલાલેખા ઉપરથી માહિતી આપી છે. મડપના સ્તંભ ઉપર કારેલા એક ત્રુટિત શિલાલેખ ઉપરથી સ. ૧૩૪૦માં આ મંદિરના ખંધાવનાર તરીકે આદેવના પુત્રો નામે લાખા અને સાલ્ડાનાં નામે જાણી શકાય છે. ચૂનાના પ્લાસ્ટર ઉપર આમ્રદેવના પુત્ર પાસિલનું નામ જણાવેલું છે. મંડપના એક સ્તંભ ઉપરના લેખને અશ વહેંચાય છે એ મુજખ સ. ૧૭૨–(?) શ્રાવણ સુદ ૫ને સામવારે શ્રીમાળી જ્ઞાતિના આમ્રદેવ એટલું વંચાય છે. લેખ તૂટેલો હાવાથી તેના પુત્રોનાં નામ જાણી શકાતાં નથી.
ચૌદમા સૈકામાં શ્રીસર્વાનંદસૂરિએ ‘ જગડ્રેરિત’રર્યું તેના ઉપરથી જણાય છે કે જગદ્ભશાહના પૂર્વજોની પાંચ પેઢીએ કથકાટમાં નિવાસ કરતી હતી. છેવટે જગદ્ગુશાહના પિતા સાલ્ડા ભદ્રેશ્વરમાં સ. ૧૨૭૦માં રહેવા માટે ગયા અને ત્યાં સ્થિર થયા. જગડ઼ેશાહના કાકાઓ વગેરે અહી” ૧૪મા સૈકા સુધી નિવાસ કરતા હતા; જેમણે આ મદિર અંધાવેલુ શિલાલેખથી પુરવાર થાય છે.
સીકરાઃ—
કચ્છમાં આવેલું સીંકરા ગામ કયારે વસાયું એ જાણવામાં નથી. અહીં ઘણા પાળિયાએ મોજુદ છે તેમાંના એક પાળિયા ઉપર સ. ૧૦૬૦ની સાલ વંચાય છે.
અહીં એક કળામય જૈન મદિરનું ખ ંડિયેર વિદ્યમાન છે. આ મ ંદિર સ. ૧૭૭૩માં બંધાવાર્યું હતું. સ. ૧૮૪૨માં જ્યારે માળિયાના મિયાણા ઘણા ઉપદ્રવ કરી રહ્યા હતા ત્યારે આ મંદિરના મૂળનાયક શ્રીવાસુપૂજ્યસ્વામીની મૂર્તિ અધેાઇ ગામે લઇ જવામાં આવી. સરિમાં એક શિલાલેખ પણ જોવામાં આવે છે.
*
૭૮. તારંગા (ગુજરાત )
( કાઠા નંબર : ૨૦૧૩-૨૦૨૦ )
ગુજરાતમાં પહાડ પરનાં તીર્થોમાં તારંગા વિશિષ્ટ તીર્થસ્થળ છે. વિ. સં. ૧૨૪૧ માં શ્રીસેામપ્રભાચાર્યે રચેલા ‘કુમારપાલ પ્રતિમાધ’ થી જાણવા મળે છે કે, વેણી વત્સરાજ નામના બૌદ્ધધમી રાજાએ અહીં તારાદેવીનું મ ંદિર બંધાવેલું ત્યારથી આ સ્થળ ‘ તારાપુર’ નામે પ્રસિદ્ધિ પામ્યું. એ પછી આ ખપુટાચાર્ય ( વિક્રમની પહેલી શતાબ્દી )ના ઉપદેશથી તે રાજા જૈનધમી બન્યા ત્યારે તેણે જ અહી જિનેશ્વરદેવની શાસનાધિષ્ઠાત્રી સિદ્ધાયિકાદેવીનું મ ંદિર બંધાવી જેનેાના તીર્થ તરીકે પ્રસિદ્ધિ આપી. એ પછીના લગભગ તેરમા સૈકા સુધીને! આ તી ના ઇતિહાસ અંધકારમાં છે.
તેરમા સૈકામાં તારંગાગર ઉપર ખોંધાયેલા બાવન દેવકુલિકાવાળા ઉત્તુંગ દેવપ્રાસાદ આજે પણ જૈનાચાય શ્રીહેમચંદ્રસૂરિ અને ગૂર્જરનરેશ કુમારપાલની લગભગ ૮૦૦ વર્ષ પહેલાંની કીર્તિ ગાથા સંભળાવતા અડગ ઊભા છે. તેને આજ સુધી આવેા ગરવા અને સુરક્ષિત બનાવી રાખવા માટે કેટલાયે દાનવીર જૈન શ્રેષ્ઠીઓએ તેમાં સંસ્કારઉદ્ધારો કરીને વિસ્તાર્યાં પણ છે. આ રીતે જોતાં અહીં ખોદ્ધ અને જૈન સંસ્કૃતિને સુભગ સંગમ થયેલા જોવાય છે. આમાં કેટલાયે ચેગીએ, મુનિએ અને ભાવુકાની સ્મૃતિએ જડાયેલી પડી છે એથી જ એ વંદનીય તીરૂપ અન્યા છે.
પ્રાચીન જૈન પ્રખંધા અને તીમાળાઓમાં તારગાને તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ વગેરે નામેાથી ઉલ્લેખવામાં આવ્યે છે. આ નામે ઉપરથી તારંગા નામ કેમ ખન્યું એ સમજાતું નથી. સંભવ છે કે,
૧, “ શ્રીવીતિઃ શતપતુટયે પતુરીતિસંયુત્તે । વર્ષોનાં સમગાયત, શ્રીમાનનાયલપશુ: ||૧|| *
૨.
'ताराइ बुद्धदेवी मंदिरं तेण कारियं पुव्वं । तेणेव तत्य पच्छा भवणं सिद्धाइयाइ कारविचं ।
. પ્રભાવકચરિત્ર 'માં શ્રીવિજયસિ’હરિ પ્રબંધ ' आसन्नगिरिम्मि तओ भन्नइ ताराउरं ति इमो ॥
. “ કૃમારપાલ પ્રતિષેધ ”માં આય`ખપુટાચા' કથા ' પૃ. ૪૪૩