________________
૧૪૪
જૈન તીર્થ સર્વસંગ્રહ ફીટની છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરમાં પાષાણની ૧૩૭, ધાતુની ૫૪, ચાંદીની ૨૦, સ્ફટિકની ૧ મળીને કુલ ૨૧૨ મૂર્તિઓ અને સેનાના ૧ સિદ્ધચકચ્છ જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠિત થયેલ છે. મંદિરમાં કાચનું કામ પ્રેક્ષણીય છે.
સં. ૧°૮માં શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલુ અને શેઠ શિવજી નેણશીએ આ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી છે. શત્રુ ગિરિ ઉપરની નવ ટૂંક પૈકીની એક ટૂંક જે “કેશવજી નાયકની ટૂંક’ના નામે ઓળખાય છે, તેના નિર્માતા આ ગામના વતની અને કોઠારાનું મંદિર બંધાવવામાં પણ ફળ આપનાર પુણ્યશાળી શેઠ કેશવજી નાયક હતા. તેમણે આવાં મંદિર બંધાવી પિતાની અનુપમ શ્રદ્ધાને દાખલો બેસાડ્યો છે અને અનેક સખાવતે કરી શેઠ જગડુશાહના પગલે દાનવીર તરીકેની ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે.
૭૬, કટારિયા
(કઠા નંબરઃ ૧૯૮૩) ભૂજથી ભચાઉ જતી રેલ્વેના ભચાઉ સ્ટેશનથી ૧૮ માઈલ દૂર કટારિયા નામે ગામ છે. તે કેણે વસાવ્યું એ જાણવામાં નથી પરંતુ કટારિયા નામ શાથી પડ્યું એ વિશેની એક લોકકથા એવી સંભળાય છે કે, મુસલમાનના અહીં વારંવાર થતા હુમલાથી એક પ્રસંગે એક રમણના પતિને દુશમનોએ મારી નાખે ત્યારે એ વીર રમણીએ હાથમાં કટારી લઈ રણમેદાનમાં ઝંપલાવ્યું. તેણે તેના પતિના ખૂનીને શેથી કાઢી, તેને ઘોડા ઉપરથી નીચે પટકી
| છાતીમાં કટારી હુલાવી દીધી, ત્યારથી એ કટારીના પ્રસંગની યાદગીરીમાં આ ગામનું “કટારિયા” એવું નામ - લેકવિશ્રુત બન્યું છે પરંતુ એ પહેલાં પ્રાચીન કાળમાં આ એક વિશાળ નગર હતું.
અહીં શેઠ જગડૂશાહના મહેલે હતા એમ પણ સંભળાય છે. એક સમયનું આ ભવ્ય નગર આજે તે એક નાના ગામડામાં રૂપાંતર પામ્યું છે. વેતાંબર મૂર્તિપૂજક જૈનાની વસ્તી ત્રણેક ઘરની નામની જ રહેવા પામી છે. ૧ ઉપાશ્રય, યાત્રાળુઓ માટે એક વિશાળ જૈન ધર્મશાળા અને એક પુસ્તકભંડાર પણ છે. અહીં એક વિદ્યાલય સાથેનું જેન છાત્રાલય પણ મોજુદ છે.
Archaeological servey of western India”માંથી એવી માહિતી સાંપડે છે કે, અહીં બજારની વચ્ચે જૈન મંદિરનું ખંડિયેર વિદ્યમાન છે. આ ખંડિયેર એક મકાનને પાયે ચણતાં મળી આવ્યું હતું. દેવકુલિકાઓના પાયા, દીવાલે અને કેરભર્યા પથ્થરથી જણાય છે કે, એક સમયે આ મંદિર ૫૦ ફીટના ઘેરાવામાં હતું.
આ મંદિર લોકોના મકાનેથી ઘેરાયેલું છે. બારેક ફીટ જમીનમાં દટાયેલા આ મંદિરમાં કેરણભર્યા પાંચ તંભે. પર ઘૂમટે છે. ઘૂમટેમાં વિવિધ પ્રકારની કેરણી છે. બીજા ઘૂમટે અને શિખર જમીનમાં દટાયેલાં છે. સભામંડપ અને પાંચ સંભેમાં લટકાવેલાં તોરણવાળું એક ભેંયરું પણ છે. તેમાં પથ્થરના પગથિયાંવાળી નિસરણી બનેલી છે. આખુંયે મંદિર ૬૪ ફીટનું ઊંચું હશે એમ જણાય છે. સફેદ ખારા પથ્થરો અને ચૂનાથી આ બનાવેલું છે. મંદિર પાંચસો વર્ષ પહેલાંનું જણાય છે.
સં. ૧૯૭૮માં શેઠ વર્ધમાન આણંદજીએ જીર્ણોદ્ધાર કરાવી સુંદર અને ભવ્ય શિખરબંધી મંદિર કરાવ્યું છે. આમાં મળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની વેતવણી પ્રતિમા બે હાથ ઊંચી છે, જે બાઢિયાથી લાવીને અહીં સં. ૧૯૮૮ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મૂર્તિના પાછળના ભાગમાં પણ ત્રણેક પંકિતઓને લેખ છે, જેમાં તે. સમયના રાજવી અને પ્રતિષ્ઠાપક આચાર્યને વિશેષ પરિચય જણાવ્યું હશે પરંતુ મૂર્તિને ભીંત સાથે ચૂનાથી સજજડ. કરેલી હોવાથી આ લેખ વાંચી શકાતું નથી પણ પલાંઠી નીચે આટલે લેખ જોવામાં આવે છે -
" श्रीमहावीरविंबं कारित प्र० आचार्यश्रीविजयसिंहसूरिराजैः तपागच्छे कटारियाग्रामे सं० १६८६ वर्षे वैशाखमासे शुक्लपक्षे. તૃતીયાત્તિ