________________
૧૫ર
જૈન તીર્થ સર્વસંગ્રહ
એક મોટા ચોતરા ઉપર વચ્ચે મોટી દેરીમાં ચૌમુખજી અને વિશ વિહમાન જિનનાં પગલાં છે. પગલાં ઉપર સં. ૧૮રર ના જેઠ સુદિ ૧૧ ને બુધવારે તપાગચ્છીય શ્રીવિજયધર્મસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે.
પાસેની એક દિગંબરીય દેરીમાં એક શ્રીસિદ્ધાચકને આરસપટ્ટ છે; જેના ઉપર તપાગચ્છીય શ્રીજિતસાગરજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ ઉત્કીર્ણ છે.
મલબારી (ટૂંક:૨)–મુખ્ય મંદિરથી પૂર્વ દિશામાં બે માઈલના અંતરે એક શિખરની ટોચ ઉપર દેરી બનાવેલી છે. આ સ્થાનને “પુણ્યબારી’ પણ કહેવામાં આવે છે. દેરીમાં શ્રી અજિતનાથ ભગવાન વગેરેનાં પગલાં છે. પ્રાચીન મેટાં પગલાં ઉપર બીજાં ગોઠવેલાં પગલાં છે, જેના પર સં. ૧૮૬૬ને લેખ છે. અહીં એક ખંડિત મૂર્તિનાં પણ દર્શન થાય છે. આ દેરીના ઉપલા ભાગે સાદા પરિકરવાથી ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચીન છે. ગાદી નીચે સં. ૧૨૩૫ વૈશાખ સુદિ ૩ને લેખ છે.
સિદ્ધશિલા (ટૂંક:૩) મુખ્ય મંદિરથી વાયવ્ય ખૂણામાં બે માઈલના અંતરે એક વિશાળ શિલા ઉપર શ્વેતાંબરીય દેરી છે. તેમાં વચ્ચે ચૌમુખજીની ચાર મૂર્તિઓ બિરાજમાન છે અને પાસે શ્રીઅજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે. તેના ઉપર સં. ૧૮૩ને લેખ છે.
મુખ્ય મંદિરથી ટીંબા તરફના રસ્તામાં બે દરવાજાવાની ગુફાઓ બાંધેલી છે.
આસપાસની ભૂમિ ઉપર કેટલાંયે અવશેષ નજરે ચડે છે. તળેટી અને ટીંબાના રસ્તે કિલ્લાની પ્રાચીન ભીતે દિવસ્ત હાલતમાં દેખાય છે.
તળેટીની ઉત્તર દિશામાં દેઢેક માઈલના અંતરે તારણ માતાનું મંદિર છે. તારાદેવીની મૂર્તિ સફેદ પાષાણમાંથી બનાવેલી છે. તેને ઉપર જે ધન તુઘવા વાળે બ્લેક કેતરાયેલું જોવાય છે. આ મંદિર અતિપ્રાચીન છે.
આ મંદિર પાસે ધારણ દેવીનું મંદિર પણ એક ગુફામાં છે, મંદિરમાં આઠેક બોદ્ધ મૂર્તિઓ છે.
મુખ્ય મંદિરથી વાયવ્ય ખૂણામાં એક ગુફા છે. તેને લેકે “જોગીડાની ગુફા” કહે છે. આ ગુફામાં એક લાલવણપથ્થરમાં બોધિવૃક્ષ નીચે ચાર બુદ્ધ મૂર્તિઓ કંડારેલી જોવાય છે.
વેતાંબરની વિશાળ ધર્મશાળામાં યાત્રાળને બધી સગવડ મળે છે. દર વર્ષે કાર્તિકી અને ચૈત્રી પૂણિમાએ અહી મેળા ભરાય છે.