________________
વિજાપુર
સુધર્મગ૭ પટ્ટાવલી થી જણાય છે કે વિ. સં. ૨૭ માં વિજાપુર વસ્યું અને ઉપર્યુંકત ઉલ્લેખથી પણ સં. ૧રપ૬ માં વિજાપુર વસ્યાની હકીકત સુતરાં જીર્ણોદ્ધારની સિદ્ધ થાય છે.
ચાવડાઓના સમય પહેલાંની વિજાપુર વિશેની વિગત ગોવિદભાઈ હાથીભાઈ આ પ્રકારે નેધે છેઃ ખેડામાંથી બુદ્ધવર્માના પુત્ર વિજયરાજનું તામ્રપત્ર મળી આવ્યું છે, તેમાં વિજ્યાપુરથી જંબુસરના બ્રાહ્મણોને દાન આપ્યાની હકીકત છે અને તે તામ્રપત્ર વિજયપુરમાં ગુપ્ત સં. ૩૯૪ માં લખી આપ્યું છે.
ડે. ભાંડારકર આ તામ્રપત્રમાં વિજયપુરને વિજાપુર માને છે. એટલે વિજાપુર આઠમા સૈકા પહેલાંનું હોય એવું અનુમાન તારવવામાં આવે છે. ફાર્બસ સાહેબ “રાસમાળામાં વિજાપુરને ઈતિહાસકાળ પહેલાંનું સૂચવે છે. | ગમે તે હો, પણ વિજાપુર તેરમા સૈકા કરતાં પ્રાચીન હોય એવું અવાંતર પ્રમાણેથી પણ સિદ્ધ થાય છે. એક
પ્રાચીન જૈન પાવલીજ મુજબ જણાય છે કે –“વસ્તુપાલ-તેજપાલે વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર સં. ૧૨૮૦માં જીર્ણોદ્ધાર કરાવ્યો.” ત્યારે આ જીર્ણોદ્ધાર કરાવેલું મંદિર ઓછામાં ઓછું ૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે બન્યું હેય એમ માની શકાય.
તેરમા સૈકામાં અને તે પછી અહીં બની ગયેલી ઘટનાઓથી આ નગર જૈનધર્મનું કેંદ્ર બન્યું હોય એવાં પ્રમાણે મળે છે. અંચલગચ્છીય શ્રીસિંહપ્રભસૂરિએ સં. ૧૨૮૩માં જન્મ લઈ આ ભૂમિને પાવન બનાવી હતી. લગભગ એ અરસામાં શ્રીધર્મઘોષસૂરિએ અહીં આવી શાકિનીના ઉપદ્રવને દૂર કર્યો હતે. બ્રહ્મર્ષિ નામના આચાર્ય “સૌધર્મગ૭ વ્યાખ્યાનમાં લખે છે –
" विजाउरनयरम्मि य तवामयं देवभदाओ।"
–શ્રીદેવભદ્રસૂરિથી વિજાપુરમાં “તપાગત થયે. શ્રીદેવભદ્રસૂરિના ગુરુભાઈ શ્રીજગચંદ્રસૂરિ હતા. તેમને મેવાડના આઘાટપુરમાં “પા” બિરૂદ મળ્યું હતું અને ૩ર દિગંબર વાદીઓને જીતવાથી ત્યાંના ચૈત્રસિંહ રાજાએ તેમને “હીરલા એવી પદવીથી નવાજ્યા હતા. એ જગચંદ્રસરિ અને દેવભદ્રસૂરિએ ચિત્રવાલગચ્છના આચાર્ય ભુવનચંદ્રસુરિ સાથે અહીં સં. ૧૨૮૫ માં ક્રિોદ્ધાર કર્યો અને તપામત” પ્રવર્તાવી વિજાપુરનું નામ ઈતિહાસના પાને અમર કર્યું.
એ પછી અહીંની પૌષધશાળામાં કેટલાયે ગ્રંથની પ્રતિઓ જુદા જુદા શ્રેષ્ઠીઓએ લખાવ્યાની અને ગ્રંથ રચાયાની ધ મળે છે.સં.૧૨૮૭માં વામનાચાર્યનુ લિંગાનુશાસન, સં. ૧૨૯૨માં અલયગિરિકૃતનંદીટીકા, સં. ૧૨૯૫માં શ્રી અજિતપ્રભગણિએ ધર્મરત્ન શ્રાવકાચાર નામક ગ્રંથ રચ્યું. એ જ વર્ષમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર-તૃતીય પર્વ. સં. ૧૨૯૮ માં હૈમવ્યાકરણ-તદ્ધિત પ્રકરણ, સં. ૧૩૨૫માં અજુનદેવના રાજ્યમાં તેમની પ્રતિપત્તિમાં ધર્મરત્ન પ્રકરણ. સં. ૧૩૩૧માં શ્રીમલયગિરિકૃત કેમપ્રકૃતિવૃત્તિ, સં. ૧૩૪૩માં શાત્યાચાર્યકૃત ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ, સં. ૧૩૪૯માં
સ્થાનાંગસૂત્ર ટીકા, સં. ૧૫૩માં ભગવતીસૂત્ર વગેરે તાડપત્રીય ગ્રંથ લખાયા. આથી તેરમા સૈકામાં અહીં વિશાળ ગ્રંથભંડાર હોવાનું જણાય છે.
શ્રીવિદ્યાનંદસરિ(સં. ૧૩૦૨માં દીક્ષા)એ વિજાપુરમાં પદ્માવતી જિનમંદિરના સેંયરામાં સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપના કરી હતી. તેમણે અહીં જ “વિદ્યાનંદ વ્યાકરણની રચના કરી હતી. આ વ્યાકરણ વિશે કહેવાયું છે કે –
" विद्यानन्दाभिधं येन कृतं व्याकरणं नवम् । भाति सर्वोत्तमं स्वल्पसूत्रं बर्थसंग्रहम् ॥" સં. ૧૩૦૧ લગભગમાં ખરતરગચ્છીય શ્રીજિનેશ્વરસૂરિએ વિજાપુરમાં પ્રવેશ કર્યો હતે એમ સંઘપુરના શિલા. ૩ “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ” પૃ. ૯૮ .૪ “જૈન કોન્ફરન્સ હેરલ્ડ” માસિક સં. ૧૯૭૦ ને દીવાળી અંક, ૫. “જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ.”