________________
૧૦૪
જૈન તીર્થ સર્વસંગ્રહ આ બધા ઉદ્ધારે પ્રાગઐતિહાસિક કાળના ગણાય પણ ઈતિહાસકાળમાં (૧૩) મધુમતી (મહુવા)ને શેઠ જાવડિશાહે સં. ૧૦૮માં કરાવ્યું. (૧૪) સં. ૧૨૧૩માં ગૂર્જરનરેશ કુમારપાળના સમયમાં મંત્રીશ્વર ઉદયનના પુત્ર બાહડે અહીંના કાછના મંદિરના સ્થાને નવેસર પથ્થરનું મંદિર બંધાવ્યું. બાહડે આ ઉદ્ધારમાં બે કરોડ ને સત્તાણું લાખ રૂપિયા ખરચ્યા હતા અને આ કામને અંગે તળેટીમાં મજૂરે વગેરે માટે પિતાના નામ પરથી “બાહપુર” ગામ વસાવ્યું હતું. એ જ સમયના મંદિરની બાંધણી આજે જોવાય છે. ગૂર્જરનરેશ સિદ્ધરાજે આ મંદિરના નિભાવ માટે બાર ગામે બક્ષીસ કર્યા હતાં. (૧૫) સં. ૧૩૭૧માં પાટણનિવાસી ઓશવાળ શેઠ સમરાશાહે આનો ઉદ્ધાર કર્યો. તેમાં તેમણે મૂળનાયકની પ્રતિમા નવેસર ભરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી છેવટે (૧૬) સં. ૧૫૮૯માં શેઠ કરમાશાહે આ મંદિરમાં સમારકામ કરાવી ઉદ્ધાર કર્યો. એ પછી સં. ૧૬૪૯માં જગદગુરુ શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી ખંભાતનવાસી શેઠ તેજપાલ સનીએ સં. ૧૯૫૦માં જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કર્યા વિશે લેખ મુખ્ય મંદિરના પૂર્વારના રંગમંડપના સ્તંભ ઉપર છે અને અત્યારે અહીંથી મળી આવતા શિલાલેખમાં સૌથી મટે છે. એ પછી પણ સામાન્ય ઉદ્ધારે તે થતા જ રહ્યા છે.
આટઆટલા જીર્ણોદ્ધારે ઉપરથી આ તીર્થની પ્રાચીનતા, પવિત્રતા અને પુણ્યધામની અસાધારણ લોકપ્રિયતા સમજી શકાય એમ છે. આ કારણે જ જેન શ્રીમંતોએ ભક્તિપૂર્વક આ ભૂમિ ઉપર અનેક મંદિરોની રચના કરી પુણ્ય મેળવવાની સ્પર્ધા કરવામાં માથું રાખી નથી. આ ઉદ્ધાથી તેની પ્રાચીનતાના પુરાવાઓ નષ્ટ થતાં પરંપરાથી. ગવાયેલા સંપ્રતિના મંદિરને કે ગ્રંથના વિશ્વસનીય ઉલ્લેખવાળા કુમારપાલના મંદિરને આજે શોધવાનું કામ મુશ્કેલ બને છે. ત્યારે આ વિશાળ મંદિર જેના અનેક જીર્ણોદ્ધાર થયા છે તેની પ્રાચીનતાને કેઈ શિલાલેખીય પુરો મેળવવાની આશા ક્યાંથી રાખી શકાય?
આ મંદિરની રચના ભવ્ય અને અનુપમ છે. મંડપને બે માળ છે. એટલી આ મંદિરની રચનામાં વિશેષતા છે. બાકીની રચના બીજ મેટાં મંદિર જેવી જ છે. ઉપર ચૌમુખજીની પ્રતિમાઓ છે. મંદિરને એક જ પ્રવેશદ્વાર છે અને આખુંયે મંદિર જુદી જુદી જાતની રચનાથી સુશોભિત લાગે છે. શિખરના ભાગને દેખાવ લાકડાના મૂળ મંદિરને મળતું હોય એમ જણાઈ આવે છે. પથ્થરનું મંદિર બંધાવનાર મંત્રી બાહડે અસલના લાકડાના મંદિરની નકલ કરી હશે એમ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચાય છે.
ભેંયતળિયેથી શિખર સુધી બાવન હાથની ઊંચાઈ છે. ૧૨૪૫ કુંભનાં મંગળચિ, ૨૧ સિંહોનાં વિજયચિહ્ન શેભી રહ્યાં છે. ચાર દિશાની ચાર ગિનીઓ અને દશ દિવાનાં પ્રતીકે એના સંરક્ષક તરીકેને ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાનો ખ્યાલ આપતી ગભારાની આસપાસ ૭૨ દેવકુલિકાઓની રચના છે. ચાર ગવાક્ષે એની ભવ્યતામાં
ને ૩૨ તેરશે આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલે ૭૨ આધારસ્તંભે એની સપ્રમાણ રચનાનું ભાન કરાવી રહ્યા છે. આવી સવગપૂર્ણ રચના પાછળ પિતાની અનલ સંપત્તિ લગાડનાર શ્રેણી તેજપાલ સોનીએ સં. ૧૯૫૦માં આ મંદિરને નંદિવર્ધન” એવું નામ આપ્યું હતું અને કેટલાક ભક્ત એને “કલ્પવૃક્ષ” જેવું સમજતા હતા.'
ગર્ભગૃહના રીખ્યદ્વારમાં ચાંદીની રમણીય છત્રીમાં વિરાજેલા અસાધારણ કદના આદીશ્વર ભગવાનની અલૌકિક પ્રતિમાને પ્રભાવ આપણામાં નિર્મળતાની પ્રભાવછાયા પાથરી દે છે. બહારના સંતાપને ભૂલી જઈ જાણે કોઈ દિવ્યભૂમિમાં આવી પડયા હોઈએ અને ત્યાંથી ઊઠવાનું મન પણ ન થાય એવો અનુભવ થઈ આવે છે. આવી ચમત્કારી મૂર્તિના મસ્તકે પૂજા કરવા માટે બાજુમાં એક નાની નીસરણું મૂકેલી છે. એ દ્વારા એમની ઊંચાઈને ખ્યાલ પણ સહુજ આવી જાય છે.
વિશાળ રંગમંડપના ગોખલાઓમાં જુદા જુદા તીર્થકરની પ્રતિમાઓ છે. મંદિરની બહાર હીરાજડિત કળામય એ દેરીઓ છે. મંદિરને પ્રદક્ષિણા કરતાં ઉત્તર તરફ જમણુ હાથ ભણી એક ગૃહસ્થની મૂર્તિ ઉપર એક પ્રાચીન લેખ નજરે ચડે છે –
૧. “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨, લેખાંકઃ ૧૨