________________
૧૦૬
જૈન તીર્થ સર્વસંગ્રહ મંત્રી કરમાશાહે સં. ૧૫૮૭માં શ્રી ષભદેવનાં પગલાં પધરાવેલાં તે જ વિદ્યમાન છે. આરસની નકશીદાર દેરીમાં એક સુંદર મૂર્તિ છે અને નીચે ગિરનાર, સમેતશિખર, આબુ વગેરેનાં દશ્ય જોવાય છે.
શ્રીઉમાકાંત શાહ ને છે કે, “રાયણપગલાંની બાજુએ એક ઓરડીમાં એક આદિનાથની પ્રતિમા છે, આવી પ્રતિમા કવચિત જ લેવામાં આવે છે, તેથી જ નિર્દેશ આવશ્યક છે. આ ઓરડીમાં આવી કળાના ભરતરાજ અને બાહુબલિનાં બે સુંદર શિલ્પ ઉપર સં. ૧૩૯૧ ઉત્કીર્ણ હોવાથી આ પ્રતિમા પણ અંદાજે આ જ સમયની હોઈ શકે છે. પુંડરીક ગણધરની ઉપર બતાવેલી પ્રતિમાની લંબાઈ-પહોળાઈ સાથે મળતી આવતી આ પ્રતિમા પણ આરસની બનેલી છે, વચ્ચે આદિનાથ કાત્સર્ગ મુદ્રામાં ઊભા છે અને જમણી બાજુએ નમિ હાથમાં ખર્શ અને બીજોરું લઈને ઊભે છે. નમિએ દાઢી રાખેલી છે અને મુકુટ આદિ અલંકાર છે. વિનમિ પણ એવી જ રીતે ડાબી બાજુએ એક હાથમાં ખગ લઈને ઊભો છે, બીજા હાથમાં ગદા ધારણ કરેલી છે, તે બરાબર સમજમાં નથી આવતું. ત્રણેની આકૃતિઓ પ્રાય: સમાન પ્રમાણુ(Size)ની છે, એકેક નાના ચામરધર અને એકેક ભક્ત શ્રી આદીશ્વરના બને ચરણોની પાસે બતાવવામાં આવ્યા છે. સામાન્યત: શ્રીકાષભદેવની પ્રતિમા સપરિવાર બીજી પ્રતિમાઓની માફક કાર્યોત્સર્ગસ્થ અથવા પર્યકાસન મુદ્રામાં મળે છે, પરંતુ એમના જીવનના આ વિશિષ્ટ પ્રસંગને વ્યક્ત કરનારી ભવ્ય પ્રતિમા મળવી કઠણ છે. ભરતેશ્વરની પ્રતિમા પણ બહુ ઓછી મળે છે, પરંતુ ઉલિખિત પ્રતિમા તે પોતાના ઢગની આ એક જ છે.”
ગંધારિયાનું ચૌમુખજીનું મંદિર સં. ૧૯૨૦માં બંધાયેલું છે. તે પછી પુંડરીક ગણધરનું મંદિર આવે છે. આ મંદિર મંત્રી કરમાશાહે સં. ૧૫૮૭માં બંધાવ્યું હતું. આમાં જૈન કથાનકેના ઘટના-પ્રસંગે સુંદર રીતે આલેખાયા છે. નવટુંકમાં પ્રવેશતાં પહેલાં ખરતરવસહીનાં મંદિરે આવે છે. ૧. શેઠ નરશી કેશવજીએ આ ખરતરવસહી ટંકનું મંદિર સં. ૧૯૨૧માં બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. આમાં શ્રી શાંતિનાથ
ભગવાનનું મંદિર પ્રાચીન છે. એ પછીનાં કેટલાંક મંદિર ૧૯મી સદીમાં બંધાયેલાં છે.
સુખજીની માં ચીમુખજીનું મંદિર દર્શનીય ને નેધપાત્ર છે આ ચેક ર૭૦૪૧૧૬ શટ લાબે-પહોળે છે. તેમાં આવેલું મૂળમંદિર વિકમરાજાએ બંધાવેલું કહેવાય છે. પણ અત્યારનું મંદિર સવા સમજીએ સં. ૧૬૭૫માં બંધાવ્યું હતું. બે ફીટ ઊંચી ઊભણી ઉપર રહેલું આ મંદિર ૬૭૪૫૭ ફીટ લાંબુ-પહેલું છે. આખું મંદિર બે ચેરસ વિભાગમાં વિભક્ત થયેલું છે અને તેની આગળ પૂર્વમાં ચેરસ મંડપ છે. મંડપમાંથી ડાં પગથિયાં ચડતાં અંદરથી ૩૧ ફીટને ચોરસ અંતરાળ છે. આ અંતરાળના બાર થાંભલાઓ ઉપર ઘૂમટ બાંધેલ. છે. આ થાંભલાઓ એવી રીતે ગોઠવેલા છે કે, પૂણે ઉપરના ચાર થાંભલાને બાદ કરતાં બાકીના આઠને અષ્ટકેણ બને છે, જેના ઉપર શિલ્પીઓએ ઘૂમટની રચના કરી છે. આબુના દેલવાડાનાં મંદિરમાં પણ આવી જ ચેજના કરેલી છે. પૂર્વના મુખ્ય દ્વાર ઉપરાંત બાકીની બે દિશાના અંતરાળને મંડપમાં ઉઘડતાં દ્વાર છે અને સામે જ ગર્ભગૃહનું દ્વાર જોવાય છે. આ ગર્ભગૃહમાં આરસપાષાણના સિંહાસન ઉપર થાંભલાઓ છે. ગર્ભગૃહના થાંભલા અને નવચેકીના થાંભલાઓની વચ્ચેનાં અંતરો એક માપનાં છે. ગર્ભગૃહ ઉપર ૯૬ ફીટ ઊંચું વિમાન છે. ગર્ભગૃહમાં પ્રવેશવા માટે એક દ્વારા અંતરાળમાંથી છે અને બાકીની ત્રણે દિશાઓમાં ત્રણ દ્વારે છે, તેને ફરતે ચેક છે.
ગર્ભગૃહમાં શુદ્ધ આરસપાષાણુનું ૧૨ ચેરસ ફીટનું અને બે ફીટ ઊંચું સિંહાસન છે. સિંહાસન ઉપર જુદી જુદી દિશામાં મુખ રાખીને બેસાડેલી શ્રી આદીશ્વર ભગવાનની આરસની ચાર મૂતિઓ બિરાજમાન છે. આ કારણે આ મંદિર “ચતુર્મુખપ્રાસાદ” અથવા “ચૌમુખજીનું મંદિર” કહેવાય છે. આ મૂર્તિઓ સિંહાસનથી ૧૦-૧૧ ફીટ ઊંચી અને પદ્માસનસ્થ છે. અંતરાળના ગોખલાઓમાં નાની–મેટી અનેક પાષાણની પ્રતિમાઓ બિરાજમાન છે. એક ગોખલામાં શેઠ-શેઠાણીની મૂર્તિઓ પણ છે.
૪. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨, લેખકઃ ૪. ૫. એજનઃ લેખકઃ ૩. ૬. એ ચારે મૂર્તિઓ પરના સં. ૧૬૭પના લેખ માટે જુઓઃ પ્રા. . લે. સં' ભા. ૨, લેખકઃ ૧૭-૨૦.