________________
-વલભીપુર
૧૧૫ એ પછી વલભી સં. ૨૩૫ થી ૨૫૦ માં ગુહસેન નામે પ્રતાપી રાજા હતા. “એના સમયમાં વલભીપુરમાં ઘણાં જૈનમંદિરે હતાં. રાષભદેવના મંદિરની દેશદેશાંતરમાં એટલી બધી ખ્યાતિ હતી કે અસંખ્ય જૈન યાત્રાળુઓ એ મંદિરના ઋષભદેવની પ્રતિમાના દર્શનાર્થે સતત આવ્યા કરતા હતા. આ મંદિર ૧૮૦ ફીટ લાંબુ અને ૧૦૦ ફીટ પહોળું હતું. ૧૯૪૧૦ રંગમંડપવાળું, સ્ફટિક પાષાણુથી બાંધેલું, નકશીકામથી ભરપુર હતું. આ મંદિરમાં શ્રીષભદેવ પ્રભુની મૂતિ
શ્વેત સ્ફટિકની હતી. આ મંદિરના ભૂગર્ભમાં એક વિશાળ પિથીબંધ (ગ્રંથાલય) હતા, જેમાં હસ્તલિખિત ગ્રંથ સંગ્રહ હતા ને તેને લાભ સૌ કેઈ લઈ શકે એવી સગવડ રાખી હતી. ૯
આ ઉપરથી સમજી શકાય એમ છે કે, આચાર્ય દેવધિગણિ ક્ષમાશમણે વીર નિર્વાણ સં. ૯૮૦ (સં. ૫૧૦)માં વલભીપુરમાં જે શાસ્ત્રો લિપિબદ્ધ કર્યા, તે ભંડાર વલભી રાજા ગુહસેનના સમયમાં ઉપર્યુક્ત શ્રીત્રાષભ જિનાલયના ભેંયરામાં અસ્તિત્વ ધરાવતા હોય એ સર્વથા સંભવિત છે.
એ પછી થયેલા શિલાદિત્યના સમયમાં વ. સં. ૨૧ (શક સં. ૫૩૧)માં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમ વિશેષાવશ્યક ભાષ્ય” નામના આકર ગ્રંથની રચના આ નગરના જૈનમંદિરમાં કરી હતી.૧૦
ચીની યાત્રી હએનત્સાંગ ઈ. સ. ૬૪૦ આસપાસમાં ભારતની યાત્રાએ આવ્યું હતું. તેણે વલભીને જોઈને Fa-la-pi નામથી પિતાની નેંધમાં જણાવ્યું છે કે, “વલભીદેશને ઘેરે ૪૦૦૦ લી (૧૩૦૦ માઈલ) છે, તેની રાજધાનીનું શહેર પાંચ માઈલ કરતાં વધારે છે. ત્યાં સો કરતાં વધારે કરોડપતિ શ્રીમંત વસે છે. અહીં બૌદ્ધોના એક સે કરતાં વધારે મઠે અને શતાવધાની (૩૬૦) બોદ્ધ મંદિર છે. છ હજાર જેટલા બૌદ્ધ ભિક્ષુકે અહીં જોયા.”
આ ઉપરથી સમજાય છે કે, સાતમા સૈકામાં આ નગર બૌદ્ધવિદ્યાનું કેન્દ્ર બની ગયું હતું. એ સમયે વલભીની જાહોજલાલી મધ્યાને હતી.
આવા વૈભવપણ નગર ઉપર વિ. સં. ૮૨૬માં આર ચડી આવ્યા અને ફરીથી એ નગર પિતાની જાહેરજલાલી મેળવે ત્યાં તે ગુર્જરપતિ હમ્મીરે ૮૪૫માં એને ભેંયભેગું કરી નાખ્યું.૧૧ ફરીથી એ નગર વસ્યું તે ખરું પણ પિતાની પ્રાચીન સમૃદ્ધિ મેળવી શક્યું નહિ.
આ તકારીતા ભંગ સમયે અહીંના જૈન મંદિરની પ્રતિમાઓ દેવપત્તન અને શ્રીમાલ નગરમાં લઈ જવામાં આવી.૧૧ જૈન કુટુંબે રાષ્ટ્ર અને મારવાડના ભિન્નમાલ વગેરે પ્રદેશમાં જઈને વસ્યાં. ત્યાં પણ કેટલીક મૂતિએ તેઓ સાથે લઈ ગયા હતા.
એ પછી આજનું વળા જ્યારે વસ્યું એ જાણવામાં નથી પરંતુ એ એના પ્રાચીન સ્થળથી કંઈ દર વચ્ચે છે.
વર્ષો પહેલાં અહીની પ્રાચીન દેવસ્ય ભૂમિનું ખોદકામ કરવામાં આવ્યું હતું, તેમાંથી કેટલીક વસ્તુઓ મળી આવી હતી. કેટલાંક દાનપત્ર અને સિકકાઓ મળી આવ્યા છે, એ ઉપરથી વલભીવંશને સમય નિણીત કરવામાં ઘણી મદદ મળે છે. એ દાનપત્ર “ગુજરાતના અતિહાસિક ઉત્કીર્ણ લેખા” નામક પુસ્તકમાં
અહી આજ પ૦૦ શ્રાવકની વસ્તી છે. ૨ ઉપાશ્રય, ૧ ધર્મશાળા અને એક મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનને શિખરબંધી મંદિર છે. સં. ૧૯૬૦માં તેની પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરમાં દ ગુરુમતિઓ છે.
* . • -
૯. “અનંગભદ્રા' નામક નવલકથા-લે. ર. ઠક્કુર,
१०. "पंचसता इगतीसा सगणिवकालस्स वड्माणस्स । तो चत्तपुगिमाए बुदिणसातमि नक्खत्त ।। रज्जे गु पालणपरे सी लाrचम्मि અરવિંગ્નિ કરનારીરુ મહ...મિ તિજમવ – ભારતીય વિદ્યા” વર્ષ: ૩. અંક .
૧૧. “વિવિધતીર્થક ૫”માં “સત્યપુર તીર્થકપ’ પંક્તિઃ ૧૫=૦.