________________
૧૨૮
જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રાચીન લેખે મળે છે પણ એની રચનશૈલી અવશ્ય એથીયે પુરાણું છે. મંદિર બે માળનું છે, બબ્બે સ્તંભની વચ્ચે કમાને નથી. બહારની ભીંતેમાં ઉત્તમ પ્રકારની કેરણી છે. નીચેનો ભાગ પિલો છે, તેમાં ઘણાં ભેંયરાં છે, જેમાં ઘણી મૂર્તિઓ ભંડારેલી હોવાનું કહેવાય છે. અગાઉ અહીંથી ઘણી મૂતિઓ નીકળી આવી હતી, જે આ મંદિરમાં જ પધરાવેલી છે; એ મૂર્તિઓ સંપ્રતિ વખતની નિશાનીઓ ધરાવે છે એવી માન્યતા છે. રંગમંડપમાં ૫૪ આંગળની ઊંચી કાઉસગ્ગિયા મૂર્તિ છે, શ્રીચકેશ્વરી દેવી અને બીજા કાઉસગ્રિયાઓની સુંદરતા અને ગંભીર દેખાવ અસાધારણ છે. શ્રીનેમિનાથ ભગવાનની એક શ્યામ પ્રતિમા ઉપર સં. ૧૫૧૭–૧૮ ને લેખ છે, જેમાં કર્ણરામ જયરાજે અર્પણ કર્યાને ઉલ્લેખ છે. - આ પછી ચૌમુખજીની શ્રીસંભવનાથ ભગવાનની ટૂંક, જ્ઞાનવાવ, શ્રીધરમશી હેમચંદની ટૂંક, મલની ટૂંક, રાજિમતીની ગુફા, બીજી ચૌમુખજીની ટૂંક, ચેરીવાળાનું મંદિર, ગૌમુખી ગંગા અને ચોવીશ જિનનાં પગલાં વગેરે છે.
ગોમુખી ગંગામાંથી આગળ એક રસ્તે ડાબી બાજુએ સડસામ્રવન તરફ જાય છે. આ સ્થળે શ્રીનેમિનાથ ભગવાનના કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકેની ઘટના બનેલી હતી એવી માન્યતા છે તેથી અહીં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાંની દેરી બનાવેલી છે. રાજિમતી પણ અહીંથી જ મુક્ત થયાં હતાં. તેમની ચરણપાદુકાઓ પણ છે. અહીંથી નીચે. ઊતરીને સીધા તળેટીએ જવાને માર્ગ છે. ૯ શ્રી અંબાજીની ટૂંક–
ગેમુખી ગંગાથી આગળ મુખ્ય રસ્તે જતાં વચ્ચે શ્રીરહનેમિ (શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ)નું મંદિર આવે છે. અને ત્યાંથી આગળ જતાં અંબિકાદેવીનું મંદિર છે. શ્રી નેમિનાથ ભગવાનની ટૂંકથી અંબિકાદેવીનું મંદિર ૩૦૦ ફીટ ઊંચે કંઈક પહેળા શિખર ઉપર છે અને ત્યાં જવા માટે પગથિયાં છે. હિંદુઓ આ મંદિરને પિતાનું સમજી વૈદિક રીતે પજે-માને છે. વસ્તુત: જેને માન્યતા મુજબ અંબિકાદેવી શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે અને તેથી જ આ મંદિર શ્રીવાસ્તુપાલ-તેજપાલે બંધાવેલું હતું એમ જણાય છે. એ વિશે એક શિલાલેખ, તેમણે કરેલી યાત્રાની વિગત આપે છે તેમાં અંબિકાદેવીનું નામ પણ ગણાવ્યું છે —___ "सं० १२४९ वर्षे संघपतित्वपितृ ठ. श्रीआशराजेन समं महं. श्रीवस्तुपालेन श्रीविमलाद्रौ रैवतके च यात्रा कृता । सं० ५० वर्षे तेनैव समं स्थानद्वये यात्रा कृता । सं० ७७ वर्षे स्वयं संघपतिना भूत्या सपरिवारयुतं ९० वर्षे सं० ९१ वर्षे सं० ९३ वर्षे । महाविस्तरेण स्थानद्वये यात्रा कृता । श्रीशत्रुजये अमून्येव पंचवर्षाणि तेन सहित वे सं० ८३ वर्षे सं०८४ सं० ८६ सं० ८७सं० ८८ सं० ८९ सप्तयात्रा सपरिवारेण तेन स्तसे....श्रीनेमी(मि)नाथाम्विकामासादाद्या.... भूता भविष्यति ।। ५२७
આ લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વસ્તુપાલે શ્રીનેમિનાથ ભગવાન અને અંબિકાદેવીની પણ યાત્રા કરી અને જિનહષસૂરિના કથન મુજબ: “અંબિકાના મંદિર આગળ એક મેટ મંડપ શ્રીવાસ્તુપાલ-તેજપાલે બંધા તથા એક તીર્થકરની દેવકુલિકા પણ ત્યાં બનાવી. આરાસણાના ઉજ્જવળ આરસપાષાણુનું અંબિકાદેવીની આસપાસનું પરિકર બનાવ્યું. એ આંબાવાળા શિખર ઉપર ઠ. ચંડપના કલ્યાણ માટે શ્રી નેમિનાથની એક મૂર્તિ તથા એક ખુદ ચંડપની મૂર્તિ અને પિતાના ભાઈ મલ્લદેવની એક મૂર્તિ એમ ત્રણ મૂર્તિઓ સ્થાપના કરી.”
આ વર્ણનથી જણાય છે કે શ્રીવાસ્તુપાલ-તેજપાલે જે આ શિખર ઉપર બનાવ્યું તે જેનેની દષ્ટિએ બનાવ્યું પણ આજે એમાંનું કશું અહીં વિદ્યમાન નથી. માત્ર આ દેવળ છે અને તે એટલું પ્રાચીન છે એમાં શક નથી. શ્રીદુર્ગાશંકર શાસ્ત્રી પોતાની રીતે આ મંદિર વિશે કહે છે કે, “આ (અંબિકાદેવી)ના મંદિરનું સ્થાન અને તેનું સ્થાપત્ય એ મંદિર જૂનું છે એમ સાબિત કરે છે. જેને આ મંદિર વસ્તુપાલનું બંધાવેલું માને છે. આ વાત સાચી હોય કે ન હિંય પણું આ મંદિર બારમા–તેરમા શતકનું છે, એમાં શંકા નથી.”૨૮
આ મંદિરને સોળમા સૈકામાં જીર્ણોદ્ધાર થયે હેય એમ લાગે છે. “કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રતિની અંતે એક ગ્રંથપ્રશસ્તિમાંથી આ પ્રમાણે હકીકત મળે છે –
૨૭. “ રાજકેટ વોટ્સન મ્યુઝિયમ” કે “ જૈનયુબ” સં. ૧૯૮૪ કાર્તિક માસને અંક: પૃ. ૭૦ ૨૮. “ ઐતિહાસિક સંશોધન”માં “ગિરનાર' શીર્ષક વિગતમાંથી.