________________
૧૩૪
જૈન તીર્થ સર્વસંપ્રહ ૬૫. પ્રભાસપાટણ
(ઠા નંબર ઃ ૧૮૦૭-૧૮૧૬) હિંદ પુરાણમાં પ્રભાસ માટે ખૂબ ચર્ચા કરેલી છે. એ દષ્ટિએ આ નગર પૂબ પ્રાચીન કાળમાં વસેલું છે. આનું પ્રાચીન નામ દેવપત્તન, પ્રભાસ વગેરે મળે છે. ઈ. સ. ૧૦૨૪માં મહમ્મદ ગઝનીએ અહીંના સેમિનાથ મંદિરને દવંસ મ્યું હતું એ એતિહાસિક બીના છે. આ મંદિરની શોભા અને વિશાળતાનું સુંદર વર્ણન અગિયારમી શતાબ્દીના પ્રવાસી અબેરૂનીએ કર્યું છે. શ્રી હેમચંદ્રસૂરિની પ્રેરણાથી પરમહંત કુમારપાલે એ નષ્ટ થયેલા મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૨૫ માં કરાયો હતો. ફરીથી એ મંદિર મુસલમાનોના હાથે તેડી નાખવામાં આવ્યું અને સં. ૨૦૦૭ માં શ્રીકનેયાલાલ મુનશીની પ્રેરણાથી એને જીર્ણોદ્ધાર નવેસર થયે છે.
ડો. નઝમ કહે છે કે, મહમુદ ગઝનીએ જે સેમિનાથનું મંદિર તોડ્યું હતું તે હાલના સ્થાન પર નહતું પણ વેરાવળ અને પાટણ વચ્ચેના સ્થળે ભીડિયા પાસે સમુદ્રતીરે હતું.
જેને આ નગરને “ચંદ્રપ્રભાસ” તીર્થ તરીકે સમ્માન્ય ગણે છે. જેનેના પ્રાચીન આગમગ્રંથ “બ્રહ-કલ્પસૂત્રમાં આ તીર્થને આ રીતે ઉલ્લેખ કરેલ છે –
“હદ પ્રમાણે, મન્નુર | ૨૦ | ચોદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ રચેલા “વિવિધતીર્થકલ્પથી જણાય છે કે વલભીપુરના ભંગ (વિ. સં. ૪૫) પછીના કોઈ સમયે ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા અને ક્ષેત્રપાલ સહિત શ્રીઅંબિકાદેવીની મૂર્તિએ વલભીપુરથી દેવપત્તનમાં લાવવામાં આવી હતી. એ પછી તેરમા સૈકામાં શ્રી કુમારપાલનરેશે અહીં પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું * શ્રીરતંગસૂરિએ સં. ૧૩૬૧માં રચેલા “પ્રબંધચિંતામણિ થી જણાય છે કે, સેમેશ્વર પાટણમાં ચંદ્રપ્રભુનું જિનાલય અને કુમારપાલ નરેશે બંધાવેલું અષ્ટાપદનું મંદિર છે. અષ્ટાપદના મંદિર ઉપર કુમારપાલે સુવર્ણકળશે ચડાવ્યાનો ઉલ્લેખ પણ તેમાં કરે છે. આ ઉપરથી જણાય છે કે, સં. ૧૩૬૧માં આ બંને મંદિરે અહીં મૌજુદ હતાં.
આ ઉલેખેથી માનવાને કારણ મળે છે કે, જેનેએ આ નગરને સો પહેલાં તીર્થધામ બનાવ્યું અને તે પછી ચૌલુક્યકાળમાં આ નગર શિવ તીર્થ તરીકે પણ જાણીતું થયું.
આ નગરની બાંધણ પુરાણી છે. રસ્તાઓ પણ વાંકાચૂંકા છે. ઠેર ઠેર જીર્ણ સ્થિતિમાં ઊભેલાં કેટલાયે દેવાલ અને દરેક ગલીમાં નાની-મોટી મસ્જિદ પણ છે. મોટા ભાગની મરિજદે હિંદુ મંદિરમાંથી રૂપાંતર કરીને રચેલી હોવાનું તેના સ્થાપત્ય ઉપરથી જણાઈ આવે છે.
અહીના બજારની વચ્ચે ઊંચી દિવાલોથી ઘેરાયેલી એક મરિજદ છે. મૂળ એ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. એક ફારસી ભાષાના ગ્રંથ ઉપરથી પણ એને પુરાવા મળી આવે છે. આ મસ્જિદની રચનાપદ્ધતિ જોઈને પણ એ હકીકત સ્પષ્ટ થાય છે. એના પ્રવેશમંડપમાં અણુ પટ્ટ અને ભારવટ ઉપરના થરમાં જિનમૃતિઓ પર કળશ ઢાળતા હાથીઓની પંક્તિ કંડારેલી જોવાય છે. અંદરની બાજુએ પાટડાઓ સાથેના બે સ્તંભે કીર્તિમૃખ રચનાવાળા વિદ્યમાન છે. એ શ્રીધર સ્તંભેના આધારે રહેલા પાંચ વિશાળ ઘૂમટે અને રંગમંડપની અંદરની બાજુએ આલેખેલી દીતિમખની પંક્તિઓ. પુષ્પ અને પાંદડાઓના શૃંગારવાળી કરણી, દેવદેવીઓની મૂર્તિ એ તેમજ નકશીદાર છi વગેરે નજરે ચડે. છે, કેટલીક મૂર્તિઓને ઘસી-છુંદી નાખી વિકૃત બનાવવામાં આવી છે. સંભવતઃ શ્રી કુમારપાલ નરેશે બંધાવેલું શ્રી પાર્શ્વનાથ બાવન જિનાલય આ જ હશે એવી સંભાવના છે.
1. ' तम्मि अवरे बलहीओ चंदप्पहमामिपडिमा अंबा-खित्तवालजुत्ता अहिदायगवलेण गयणपहेण देवपट्टणं गया ॥"
–“વિવિધતીર્થકલ્પ'માં સત્યપુરતીર્થક૯૫” २. " चैत्यं स्फाटिकपार्चबिम्बमकृत स्वर्णेन्द्रनीलनपः ॥" –યાશ્રય કાવ્ય (પ્રાકૃત) સર્ગઃ ૨૦, શ્લ. ૯૮. ૩. “ પ્રબંધચિંતામણિ' (સિઘી જેન ગ્રંથમાલા) પૃષ્ઠ: ૧૦૧