________________
૧૩૯
લકેશ્વર એટલે વીર નિ સં. ૨૩માં અહીં દેવચંદ્ર નામના એક ધનાઢય શ્રાવકે આ નગરના આભૂષણસમું નગરના મધ્ય ભાગમાં જ એક સુંદર અને વિશાળ મંદિર બંધાવ્યું હતું. વિ. સં. ૧૯૭૯માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે ત્યારે એક તામ્રપત્ર મળી આવ્યું હતું. એની પ્રાચીન લિપિને એ. ડબ્લ્યુ. રુડેલ્ફ હેલેએ ઘણું મુશ્કેલીથી ઊકેલી હતી. તેમાં આ પ્રકારે પાઠ હોવાનું તેમણે શ્રીવિજયાનંદસૂરિને જણાવ્યું હતું—
"१ देवचंद्रीय श्रोपार्श्वनाथदेवस्येतो २३ ॥" આ મંદિરની જૂની નંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ “થી ૨રૂ થ ારું રેલ્વે સંજ્ઞામિતિ” એવું લખાણ છે.
આ બધાને સાર એ કે, વીર નિર્વાણ સં. ૨૩માં શ્રીદેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. એ પછી લગભગ બારમા સૈકા સુધી આ મંદિરના ઈતિહાસ ઉપર કાળઘેરો પડદો પડેલો છે. અત્યારના જૈન મંદિરના એક થાંભલા ઉપર “સં. ૧૧૩૪ ના વૈશાખ સુદિ ૧૫ ના શ્રીમાલીઓએ ઉદ્ધાર કરાવ્યો” એ લેખ મળે છે. એ સિવાય અહીંના આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપર સં. ૧૫૫૮ને લેખ અને ચોખંડા મહાદેવના મંદિરની ડહેલીના ઓટલામાં ચણ લીધેલા એક પથ્થરમાં સં. ૧૧લ્પના લેખે ઉપલબ્ધ થાય છે, જે આ નગરના સ્થાનિક ઈતિહાસમાં ઉપયેગી થાય એવા છે. ' .
. . . સં. ૧૪૦૫ માં શ્રી રાજશેખરસૂરિએ રચેલા “પ્રબંધકેશમાં તેરમા સૈકાના ઘેળકાના રાજા વીરધવલ અને ભદ્રેશ્વર વેલાડલના ભીમસિંહ નામના પડિહાર રાજા વચ્ચે યુદ્ધ થયાને પ્રસંગ આપે છે, જેમાં આખરે વીરધવલ રાજાની જીત થાય છે. એ ઉપરથી જણાય છે કે ભદ્રેશ્વર એ વખતે ગુજરાતના રાજાઓને આધીન હતું.
આ મંદિર અને નગરીને ખરેખરી જાહેરજલાલીને સમય તે વિક્રમના ચૌદમા સૈકાના આરંભમાં થયેલા પ્રસિદ્ધ દાનવીર શેઠ જગડુશાહના કાળમાં થયે. તેમણે આ ભૂમિ ઉપર અઢળક દ્રવ્ય ખરાનાં પ્રમાણે ઈતિહાસમાં અંકાયેલાં છે.
જગડુશાહની મોટા વેપારી તરીકેની ખ્યાતિ બંદર વાટે દૂર સુદર દેશમાં પંકાયેલી હતી. ભદ્રાવતીના કિનારે રાજ અનેક વહાણ લાંગરતાં ને તેમને ત્યાં વેપારીઓની ઠઠ્ઠ જામેલી રહેતી. પશ્ચિમના ઈરાન, ઈરાક ને તકસ્તાનના. પૂર્વના ચીન, જાવા, સુમાત્રા કે દક્ષિણના લંકા વગેરે દેશમાં એમને માલ જતો અને ત્યાં માલ ભદ્રેશ્વરના કિનારે ઠલવાત. જગડુશાહ સમુદ્રના રાજા ગણાતા. એમને ત્યાં આવતા વેપારીઓમાં કેવળ હિંદુઓ જ નહિ પણ મસલમાન હતા. એમને માટે જગડૂશાહે ભદ્રાવતીમાં બધી વ્યવસ્થા રાખી હતી. જગડુશાહ ઉદારષ્ટિના માનવી હતા. હિંદુઓના દર્શન કાજે એમણે હિંદુ મંદિરો અહીં બંધાવ્યાં, તેમ મુસલમાનોને નમાજ પઢવા ખાતર મજિદો પણ બંધાવી હતી; એમ “જગડુચરિત” ઉપરથી જણાય છે.
એ સમયે ભદ્રાવતી વાઘેલા રાજાઓના અધિકારમાં હતી. જગડુશાહે પિતાના સામર્થ્ય વડે તેમની પાસેથી આ નગરીનો કબજો મેળવ્યો. એ જેવા વીર હતા તેવા માનવપ્રેમી દયાળુ હતા, એમના દરવાજે હમેશાં જુદી જુદી જરૂરિયાતવાળાઓની મેદની જામતી. કેઈ પણ માનવી એમના આંગણેથી ખાલી હાથે પાછા ફરતે નહિ. ભૂખ્યાને ભેજન અને નવસ્ત્રાંને વસ્ત્ર અપાતાં. એ માટે તેમણે અન્નભંડાર અને વસ્ત્રભંડાર બનાવી સત્રશાળા-દાનશાળાઓ ખુલ્લી મૂકી હતી.
કોણ જાણે કેમ. જગડુશાહની કોટી કરવા કે તેમની કીર્તિ વધારવા સં. ૧૩૧૫ માં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળની આગાહી તેમના ગુરૂ જૈનાચાર્યે કરી હતી, તેથી તેમણે સાવચેત બની પરદેશમાંથી પુષ્કળ અનાજ સંઘરી લીધું હતું. એ અનાજની વહેંચણી માટે તેમણે જુદા જુદા દેશમાં અનેક દાનશાળાઓ ચાલુ કરી: રેવાકાંડા, સેરઠ અને ગુજરાતમાં ૩૩; મારવાડ, ઘાટ અને કચ્છમાં ૩૦, મેવાડ, માળવા અને હાલમાં ૪૦ અને ઉત્તર
૧. રા. સ. મગનલાલ ખખ્ખરે પિતાના સંપાદિત અને અનૂદિત “જગડૂચરિત'ની પ્રસ્તાવનામાં આ શિલાલેખોનો ઉલ્લેખ કર્યો છે. ૨. “પ્રબંધકાશ” પૃષ્ઠ: ૧૦૪ થી ૧૦૬. . . . . . . . . . .