________________
સુધરી
૧૪.
મંદિરને નીચલે ભાગ સૌથી જૂને લાગે છે, બાકીને ભાગ હાલની બાંધણી મુજબ છે. જગડૂશાહે આ મંદિરને ઉદ્ધાર સં. ૧૩૧૨ માં કરાવ્યું હશે એમ લાગે છે. મંદિરના ટેકા માટે કરેલી કમાનની રચના જૂના સમયની છે. આસપાસની દેરીઓ તેરમા સૈકા પછી બંધવાઈ હોય એમ જણાય છે.
દેવળના થાંભલા કારીગરીવાળા અને લેખયુક્ત હતા પરંતુ જીર્ણોદ્ધાર સમયે સૂનામાં આ બધું દબાઈ જવા પામ્યું છે. મંદિરના મંડપમાં દીવાલ પર અને કાચ પર આલખાયેલાં સેનેરી અને બીજા રંગવાળાં ચિત્રોમાં નેમિનાથ ભગવાનની જાન, પ્રભુને હરડે, તીર્થકરના કલ્યાણ અને ઉપસર્ગની વિવિધ ઘટનાઓ સુંદર રીતે આલેખી છે.
મંદિરની નીચે એક બેંચ હોવાનું કહેવાય છે. તેમાં મૂર્તિઓ ભંડારી રાખવામાં આવતી હતી. હાલ એ ભોંયરું પૂરી નાખવામાં આવ્યું છે.
દર વર્ષે ફાગણ સુદિ ૩-૪-૫ ને અહીં મેળો ભરાય છે. પાંચમના રોજ મંદિર પર ધજા ચડાવવામાં આવે છે.
અહીંના જૂના કિલ્લાની દીવાલે સને ૧૭૬૩ માં પાડી નાખવામાં આવી હતી અને સને ૧૮૧૦ માં મુંદ્રા ગામ વસાવવામાં આ મંદિરના પથ્થરોને ઉપયોગ કરવામાં આવ્યો હતો એમ કહેવાય છે.
૭૧. સુથરી
(કોઠા નંબરઃ ૧૯ર) કચ્છમાં અબડાસા નામે ઓળખાતે તાલુકો જેનોની દષ્ટિએ મહત્ત્વનું છે. આ તાલુકામાં આવેલાં બીજાં ગામમાં છે કે જેનમંદિરે છે, છતાં ૧ સુથરી, ૨ કોઠારા, ૩ જખો, ૪ નળિયા અને ૫ તેરા આ પાંચ ગામ તીર્થરૂપે મનાય છે. અબડાસાની આ પંચતીથી ગણાય છે. આ પંચતીર્થમાં પણ સુથરીનું તીર્થ મુખ્ય છે. માંડવી બંદરથી ૨૯ માઈલ દૂર મેટર કે ગાડા (કડા) દ્વારા અહીં અવાય છે.
સુથરીમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૨૦૦ ઘરે છે. ૬ ઉપાશ્રયે, ૪ ધર્મશાળાઓ પૈકી ત્રણ તે સાર્વજનિક ઉપગમાં આવે છે, ત્યારે એક ધર્મશાળા જેન યાત્રાળુઓ માટે છે અને તેમાં બધી સગવડ મળે છે. હસ્તલિખિત પુસ્તક ભંડાર, જૈન પાઠશાળા અને કન્યાશાળા વગેરે છે.
ગામના બજારમાં શિખરબંધી જિનાલય છે. આ મંદિર બહુ મોટું તે નથી પરંતુ આ તીર્થને મહિમા જાગતી જોતિ જે લેકમાં પ્રસિદ્ધ છે. મૂળનાયકની મૂર્તિ “શ્રુતકલેલ પાર્શ્વનાથ ના નામે ઓળખાય છે. એ નામમાં જ આ તીર્થનું રહસ્ય છુપાયેલું છે. એ વિશે એક લાંબી કથા છે પણ એને ભાવ સંક્ષેપમાં એ છે કે, ઉદેશી એક શ્રાવક પરગામ ભાતુ બાંધીને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એને એક ગરીબ માણસને ભેટે થયે. એની પાસે એક પિટલામાં જૈન મતિ બાંધેલી હતી. તેણે ઉદ્દેશી શ્રાવકને એની વાત કરી. ત્યારે ઉદેશીએ એ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ખરીદી લીધી. ઉદેશીએ ઘેર આવી એ પિટલામાં બાંધેલી મૂર્તિ તેના ખાદ્યપદાર્થના ભંડારિયામાં મૂકી રાખી. બીજે દિવસે એ ભંડારિયું ખોલતાં અચાનક ખાદ્ય પદાર્થોથી ભરપુર બની ગયેલું જોવાયું. આ દશ્યથી એના શાખાની કઈ સીમા ન રહી. એ સમયે સૂથરીમાં રહેતા એક યતિજીને તેણે આ વાત કરી ત્યારે યતિજીએ એક નાની દેરી બંધાવી છે મર્તિની તેમાં પ્રતિષ્ઠા કરી. કહે છે કે પ્રતિષ્ઠા વખતે જે સંઘવાત્સલ્ય થયું ત્યારે જે વાસણમાં નથી રાખવામાં આવેલું તે ખૂબ વપરાયું તેયે ઘી ઓછું ન થયું. એ વાસણુમાં હાથ નાખીને જોયું ત્યારે એ જ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એમાં જેવાઈ. એને બહાર કાઢી ફરી પ્રતિષ્ઠિત કરી ને તેનું “તકલેલ પાર્શ્વનાથ” એવું નામ રાખવામાં આવ્યું.
' આ અને એવી બીજી ચમત્કારી વાત અહીં પ્રસિદ્ધ છે. એ ગમે તે હોય પણ આ મૃતિ અંદર અને પ્રાભાવિક છે એમાં શંકા નથી. આ મંદિરની ૧૦૦-૧૧૫ વર્ષ થયાં પ્રતિષ્ઠા થઈ છે અને એ સમયથી આ ગામ દિવસે દિવસે વિકાસ સાધતું સંપન્ન બની રહ્યું છે.