________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
૪૦
વિભાગમાં ૧૨ એમ એમની સત્રશાળાએ દાનશાળાએ હતી. વળી, તેમણે ૮૦૦૦ મુડા અનાજ વીસલદેવને, ૧૨૦૦૦ મુડા સિંધના હમીરને, ૨૧૦૦૦ મુડા દિલ્હીના સુલતાનને, ૧૮૦૦૦ મુડા માળવાના રાજાને અને ૩૨૦૦૦ મુડા સેવાડના રાજાને અનાજના આખ્યા હતા.
દુષ્કાળમાં એમણે કરેલા આ દાનની સામાન્ય નોંધ પણ અજાયબી પમાડે એવી છે. આ દાનના કારણે તેમણે આખા દેશને દુષ્કાળના કારમા પંજામાંથી ઉગારી લીધા. એક કવિએ એ દુકાળ પાસે સાચું જ કહેવડાવ્યું છે કે— “ જાહ્ જીવતા મેલ, પનરોતેર પહું નહિ, '
જે નગરીમાં આવા દાનવીરેશ મૌજુદ હશે એ સમયે આ નગરીની જાહેાજલાલી કેવી હશે એ સહેજે કલ્પનામાં આવી જાય છે. એ પછી આ નગરનું પતન થયું હશે એમ લાગે છે. રા. મગનલાલ ખખ્ખરના કથન પ્રમાણે ગુંદીયાળીવાળા ડુંગરજીએ જૂનું ભદ્રેશ્વર તેાડીને નવું વસાવ્યું એ વાતને ૪૦૦ વર્ષ થઈ ગયાં.
કહેવાય છે કે, ભદ્રાવતી ભાંગી પડી ત્યારે અહીંનું જૈન મંદિર એક ખાવાના હાથમાં ગયું. ખાવાએ પ્રભુની મૂર્તિ ઉપાડીને કાઈ ભોંયરામાં રાખી દીધી. એ પછી સ. ૧૬૨૨માં જૈનેએ આ મ ંદિરના કબજો મેળવી શ્રીમહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. એ પછી તે પેલા ખાવાએ શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જૈનાને પાછી સોંપી. આ મૂર્તિ હાલ મંદિરની પાછળની એક દેવકુલિકામાં મોજુદ છે. સ. ૧૯૮૨ અને સં. ૧૬૮૮ ની વચ્ચે શેઠ વર્ધમાન શાહુ અને પદ્મમસીએ આ મંદિરના ઉદ્ધાર કરાવ્યાની હકીકત કલ્યાણુસૂરિરાસ માં આ પ્રકારે જણાવી છે:
66
ગુરુ ઉપદેશે કરાવીયાજી તેહના જીર્ણોદ્ધાર, દાઢ લાખ કારી ખર્ચો, તેઓએ તિહાં મનેાહાર. ” (ઢાલ : ૩૫)
કહેવાય છે કે, ખીજી વાર પણ એવા પ્રસંગ આવેલ જેમાં અહીના ઢાકારાએ મંદિરના કમો કર્યો; પણ પાછળથી ઠાકાર પાસેથી જેનેએ લઈ ને સં. ૧૯૨૦ માં રાએ શ્રીપ્રાગ્મલજીના સમયમાં તેના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યે. એ પછી સ. ૧૯૩૯ ના મહા સુદિ ૧૦ ના દિવસે માંડવીનિવાસી શેઠ માણસી તેજશીનાં ધર્મ પત્ની બાઇ મીઠાંબાઇએ જીર્ણોદ્ધાર કરાવ્યેા છે.
આજે અનેક શિખરેથી થેાલતું આ વિશાળ મંદિર, કેટલીક ધમ શાળાએ, શિવમદિરના ઘૂમટના થાંભલા, દુદા વાવ અને તેની પાસે એ મસ્જિદોના બાકી રહેલાં ખંડિયેરા વગેરેનું માટું ધામ, જેને ‘વસહી ’કહેવામાં આવે છે તે ભદ્રેશ્વર ગામથી પૂર્વમાં લગભગ અડધા માઈલ દૂર છે.
ભદ્રેશ્વરના જૈન મંદિરની રચના આખુ પરનાં મંદિર જેવી કુશળતાભરી છે. લગભગ ૪૫૦૪૩૦૦ ફીટ પહેાળા– લાંબા ચેાગાનની વચ્ચે આ મંદિર આવેલું છે. ચારે ખાજીએ વિશાળ ધર્મશાળાઓ છે. ડામી બાજુએ ઉપાશ્રય છે.
મંદિરની લખાઈ-પહેાળાઇ ૧૫૦૪૮૦ પીટ છે અને સમતલ ભૂમિથી એની ઊંચાઇ ૩૮ ફીટની છે. મંદિરના ગભારા ઊંચા હૈાવાથી દૂરથી પણ મૂર્તિનાં દર્શન થઇ શકે છે. પ્રવેશદ્વાર કળામય નકશીવાળું છે. મૂળગભારામાં આરસની ત્રણ પ્રતિમાએ છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ નીચે સ. ૧૯૨૨ ના લેખ હાય એમ જણાય છે. પરિકરમાં બે કાઉસગ્ગિયા મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુએ ફણાવાળી શ્રીપાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂર્તિ છે અને ડાખી ખાજીએ શ્રીશાંતિનાથ ભગવાન બિરાજે છે. આ અને મૂર્તિએ ઉપર સ. ૧૨૩૨ ની સાલના લેખે છે.
ચાર મેાટા અને એ નાના ઘૂમટો છે. ઘૂમટની નીચે વિશાળ રંગમંડપ છે. તેમાં ૨૧૮ મેટા થાંભલાએની રચના છે. એક સ્તંભ ઉપર ‘ સ’. ૧૧૩૪ વૈશાખ સુદ ૧૫' એટલું વંચાય છે. ખીજા સ્તંભ ઉપર સ. ૧૭૨૩ અને ત્રીજા સ્તંભ ઉપર સ’. ૧૩૫૮ના લેખા કારેલા છે. મને તરફ અગાશીએ છે. તેમાં આસપાસની ખાવન દેરીએનાં શિખરે અને મૂળગભારાનું ઊંચું શિખર મળીને કુલ ૫૩ શિખાની રચના કરેલી છે.
3.
* Report on the Antiquities of Kachh and Kathiawar.". P. 506-509 :