________________
ગિરનાર
૧૧૭ આ લેખમાં જેને શાસ્ત્રના વિસ્ટિાર અને કામણ જેવા પારિભાષિક શબ્દો વપરાયા છે અને તેથી એવું અનુમાન દોરવામાં આવે છે કે, આમાં કેઈમેટા જ્ઞાની અને સંયમી જૈન મુનિના શરીર-ત્યાગને ઉલ્લેખ રહ્યો હશે, અને તે અવસરે દેવ, અસુર, નાગ, યક્ષ અને રાક્ષસેએ ઉત્સવ મનાવ્યું હશે.
બીજી એક ગુફા (નં. K.)માં સ્વસ્તિક, ભદ્રાસન, નંદીપદ, મીનયુગલ અને કળશનાં ચિહ્નો ખેલાં લેવાય છે. એવાં જ ચિહ્નો મથુરાના જેનસૂપના ખેદકામમાંથી પ્રાપ્ત થયેલ આયાગપટ્ટો પર આલેખાયેલાં મળે છે. તેથી આ ગુફાઓ જેને સાથે સંબંધ ધરાવે છે, એમાં શંકા નથી. એક સમયે પાશ્ચાત્ય સંશોધકોએ ગુફા માત્ર બૌદ્ધોનાં સ્થળો છે એમ જગજાહેર કરેલું તે આવા પુરાવાઓથી તદ્દન નિરાધાર ઠરે છે.
આ રીતે જોતાં ક્ષત્રપાલીન લેખમાં જેની સ્મરણીય ઘટનાનાં સૂચને પ્રાપ્ત થાય છે. એ પછી કાશ્મીર દેશના બે શ્રેષ્ઠીઓ અજિત અને રત્ન નામના શ્રાવકોએ સં. ૬૯ માં આ તીર્થને ઉદ્ધાર કર્યો હતે, એ વિશે આગળ જણાવવામાં આવશે. તે પછી સં. ૧૨૮૫ માં મહામાત્ય સર્જન શ્રેષ્ઠીએ અસલના કાષ્ઠ મંદિરના સ્થાને પથ્થરનું મંદિર બંધાવ્યાનો શિલાલેખીયર અને ગ્રંથસ્થ સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. તેરમા સૈકાના મંત્રીશ્વરબંધુઓ શ્રીવાસ્તુપાલ અને તેજપાલે આ સ્થળે મંદિર અને મૂર્તિઓ ભરાવી હતી એવા શિલાલેખે અદ્યાપિ મળે છે. શ્રીતેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં તેજલપુર ગામ વસાવ્યાનો ઉલ્લેખ લગભગ તત્કાલીન વર્ણનમાં કરે છે અને તે પછી આ તીર્થમાં શ્રેણી ધરણિગ, સલખ, સમરસિંહ, ઘુઘલ, તેજપાલ, આંબે, પૂનાશાહ, સાજણ, ગઈઆ, સાલિગ, મેલા, રામસિંહ, ડુંગર, ચીતર, સામલ અને ગાંધી વઈચ વગેરેએ કરાવેલાં ધર્મકાર્યોમાં ફાળો આપ્યાની હકીક્ત તીર્થમાળામાંથી જાણવા મળે છે.
વળી, સેમસોભાગ્યકાવ્ય 'ના ઉલ્લેખથી જણાય છે કે, સુંદરબેદર–નગરના રહીશ શ્રેણી પૂર્ણસિંહ ઠારી અને તેના ભાઈ બંધુરમને પંદરમા સૈકામાં અહીં એક ઉગ જિનપ્રાસાદ રચાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા શ્રીજિનકીર્તિસૂરિએ કરી હતી. એ જ કાવ્યમાંથી જાણવા મળે છે કે, એક બીજા ગંધારનગરના રહેવાસી શ્રેષ્ઠી લક્ષોખા સંઘપતિએ અહીં ચતુર્મુખ જિનપ્રાસાદ કરાવી શ્રીસેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.”
શ્રીરનસિંહસૂરિશિષ્ય રચેલી “તીર્થમાળાથી જણાય છે કે, શ્રેણી શાણરાજ અને ભુંભવે સોળમી શતાબ્દીમાં અહીં બાવન જિનાલયવાળે “ઈન્દ્રનીલતિલકમ્રાસાદ” કરાવ્યું હતું, જેનું વર્ણન આ પ્રકારે છે –
જ પવરણ વ્યવે શાઈ કીધું, સંઘાહિવ ભૂંભવિં જસ લિદ્ધ, બાવન જિણહર સા: ઇંદ્રનીલ-લક પાસાદે. હેમ બલાણાસિફ અનુવાદ સાદર કરઈ અપારે. ૧૪.
. આ સંબંધી એક નષ્ટ સંવતને ઘસાયેલો લેખ મળે છે, તેમાંથી આપણને કરણુયતન (કવિહાર ) નામને ઉલેખ મળે છે. જે
એ સજન મહામાત્યે કરાયેલા ઉદ્ધારને ખ્યાલ અપાવી રહ્યો છે. તે આ પ્રકારે છે:– “.....વતિ] વઘરતી પ ર... ..વિજય......જાગાયતરપિતમ......વાસેનન જન....ગાદgs.
તિ .... તીજાથીનેમિનાયા......... શ્રી જ ઠ૦ વાતા......સૂત્રધર્મમતિ......” જ. તેજપાલ ગિરનાર, તેજલપુર નિયનામિ કારિઉ ગઢમઢ પવપવ મારૂ ધરિ આરામિ.”- રેવંતગિરિરાસુ
પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' ભા–૧, પૃ. ૩૩-૭૬ ઉપર "ગિરનાર તીર્થમાળા' માંથી જણાય છે કે, જનાગઢમાં ધરણિગે વીરભવન અને સલખે કેસરીઅવિહાર બંધાવ્યા. (કડીઃ ૩, પૃ. ૩૩ ); સમરસિહે તેજલપુરમાં શ્રી પાર્શ્વનાથ ચિત્ય બંધાવ્યું. (કડી: ૪, પૃ. ૩૩); ઘુઘલે ઋષભજિનેશ્વર મંદિર કરાવ્યું. (કડીઃ ૪, પૃ. ૩૩); તેજપાવે તીર્થને ઉદ્ધાર કરાવ્યો (કડીઃ ૫ y aરાશિ આંબે પાજ બંધાવી (કડી: ૬, પૃ. ૩૪), શાહ પૂનાએ પહેલી પિાળ બંધાવી (કડી: ૭, પૃ. ૩૪); સાજણ (સજન) શાહે સં. ૧૧૮૪ માં મંદિરને ઉદ્ધાર કર્યો. (કડીઃ ૮, પૃ. 2૪); ગાઈબાએ જીરાવલા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું કરી: ૧ . ૩૫); ઓશવાલ સાથિગે મેલાગરિ ધર્મનાથ, રામસિંહ અને બ૦ ડુંગરે દેરી કરાવી (કડીઃ ૨૦, પૃ. ૩૬); ચીતરે કંઈ ધમકાજ કય* (કડીઃ ૨૧. પૃ. 2૬); શાલ રામલે અંબિકાદેવીની સ્થાપના કરી (કડી: ૨૨, પૃ. ૩૬) ગાંધી વઈએ ચંદ્રયકામાં જિનેકવર
સ્થાપ્યા (કડીઃ ૨૪, પૃ. ૩૬) વગેરે. ૨. “સેમસૌભાગ્યકાવ્ય' સર્ગ: ૮ કઃ ૮૧-૮૩ ૭. એજન : સર્ગ : ૯ શ્લોક : ૮૪-૮૬
-