________________
૧૧૮
સામી વિમલનાથ તિહિ ગાજ, નિરૂમલ સેાવનમય તનુ છાજઇ, રાજઇ હિમ નિધાન; ચિંતામણિ શ્રીપાસ જિજ્ઞેસર, સુરતરૂ અજિતનાથ તિસ્થેસર, બહુ પર સોવન વાન. ૧૫. પીતલમય જિનપ્રતિમા બહુવિધ, સમવસરણ શ્રીવીર ચતુર્વિધ, પૂજી પુણ્યનિધાન; પુનર્ નવાત્તર ફાગુણ માસિÛ, સામી ઇશા અતિ ઉલ્હાસિÛ, વંદું જા... સિ ભાણ, ૧૬.
આ ‘ તીર્થમાળા ’માં ઉલ્લેખ કરેલા શ્રીવિમલનાથપ્રાસાદ સંબધે શાસ્ત્રવિશારદ શ્રીવિજયધમ સૂરીશ્વરે સંપાદિત કરેલી ‘પ્રાચીનતી માળા 'ના ‘ સંક્ષિપ્તસાર’ના પ૭મા પૃષ્ઠ પર ગિરનારના એક શિલાલેખના પુરાવે પણ નાંધ્યા છે:
“ संवत् १५२३ वर्षे वैशाष सुदि १३ गुरो श्रीवृद्धतपापक्षे वल्लभसूरीणां [च] उपदेशन । व्य० शाणा सं० भूभवप्रमुख श्रीसंघेन पूज्यश्रीज्ञानसागरसूरिभिः ॥ "
જૈન તીર્થ સ સગ્રહ
श्रीगच्छनायकभट्टारकथीरत्न सिंहसूरीणां तथा भट्टा. उदयश्रीविमलनाथपरिकरः कारितः प्रतिष्टितो गच्छावोश
આ શિલાલેખ ગિરનારના ક્યા મંદિરમાં છે તે તેમણે જણાવ્યું નથી પણ ઉપર્યુÖક્ત તીર્થમાળા'ની હકીકતને આ લેખ પ્રમાણિત કરી રહ્યો છે.
*
આ મંદિર સિવાય ખીજો એક ‘લક્ષ્મીતિલક' નામને પ્રાસાદ સંઘવી નરપાલે અંધાવ્યાની હકીકત “ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ ” ( પૃ. ૪૦૦ )માં આપેલો “ શ્રીજયસાગરે પાધ્યાય પ્રશસ્તિ ”માંથી આ પ્રકારે મળી આવે છે:~
**
संवत् १५११ वर्षे श्रीजिनराजसूरि पट्टालङ्कारे श्रीमज्जिनभद्रसूरि पट्टालङ्कार राज्ये -
श्री उज्जयंत शिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमारेभे ॥ "
ઉપર્યુક્ત “ ગિરનાર તીર્થ માળા ”માં પણુ એને સમ ન કરતું આ રીતે વષઁન આપ્યું કેઃ—
“ થાપી શ્રીતિલકપ્રાસાદિલ્હિ સાહુ નરપાલિ* પુણ્યપ્રસાદહિં, સૉનમય શ્રીવીરે; અષ્ટાપદ સંમૈતસિંહરસ્યું, ડાવઇ જિમઇં હું જિહુરસ્ક્રૂ, રચના અતિગંભી. 1 ઉપર્યુક્ત વર્ણનવાળાં મંદિશ ક્યાં એ શેાધવા જેવું છે. ખરી રીતે અહી થયેલા ઉદ્ધારાએ બધાં મંદિરની એવી કાયાપલટ કરી દીધી છે કે તે શેાધવાનું કામ મુશ્કેલ બન્યું છે.
જુનાગઢઃ
ગિરનાર પર્વતની યાત્રા કરવા પહેલાં જુનાગઢ શહેરનાં મંદિરનું નિરીક્ષણ અને શહેરના અસ્તિત્વ વિશે પણ ઊડતું અવલેાકન કરી લઈએ :
ઇતિહાસજ્ઞોના કથન પ્રમાણે ગિરનારની તળેટીના પ્રદેશ નો કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં વસી ચૂકયો હતો. અને તેને ‘ગિરિનગર’ નામ આપવામાં આવ્યું હતું. એનું ખીજું નામ રૈવતકનગર ’ પણ હતું. મૌર્ચીના સમયમાં એની પ્રસિદ્ધિ ભ્રૂણ હતી. એ પછી તે એ સુરાષ્ટ્રની પાટનગરી પણ બની ચૂકી હતી, ચંદ્રગુપ્ત મૌર્યે અહીં ‘સુદર્શોન તળાવ” અંધાવ્યું હતું, જેના ઉદ્ધાર મહાક્ષત્રપ રાજા રુદ્રદામાએ ઈ. સ. ૧૫૦ ( શક સ. ૭૨ )માં અને સમુદ્રગુપ્તના સૂબા ચક્રપાલિતે ઈ. સ. ૪૫૫-૫૬ માં કરાવ્યા હતા; એવી હકીકત અહીંના શિલાલેખ પૂરી પાડે છે. આજે આ તળાવને
પત્તો નથી.
શિલાલેખા અને અવાંતર પ્રમાણેાથી જણાય છે કે, આ ભૂમિ ઉપર મા, ક્ષત્રપ, ગુપ્ત, હૂણ, વલભીના ભટ્ટાક અને વામનસ્થળીના ચૂડાસમા રાજાએની સત્તા ક્રમશ: રહી છે. એ પછી આ ભૂમિ સેાલકીએ અને મુસલમાનેના અધિકાર હેઠળ આવી છે.
ચૂડાસમાના મૂળ પુરુષ ચંદ્રચૂડ હતેા. તેના પૌત્રના પૌત્ર રા’ ગ્રાહરિપુએ ઈ. સ. ૯૪૦ થી ૯૮ર એટલે અણહિલ૮. · મહાક્ષત્રપ રાજા રુદ્રદ્રામા ’—શ્રીવિજયે દ્રસર