________________
ગિરનાર
૧૨૩ આ ટૂંકમાં થઈને મેલવસહી, સંગ્રામ સોનીની ટૂંક તથા કુમારપાલની ટૂંકમાં જવાય છે. ૩. મેલવસહીની ટૂંક:
શ્રીનેમિનાથ ભગવાનની ટૂંકમાંથી ઉત્તર તરફ નીચે ઊતરવાને એક દરવાજો છે. ત્યાંથી આ ટૂંકમાં પ્રવેશ કરાય છે. આ ટૂંક સિદ્ધરાજના મહામંત્રી સજન શ્રેષ્ઠીએ બંધાવેલી કહેવાય છે. સિદ્ધરાજે સજ્જનને સોરઠને દંડનાયક નીચ્ચે ત્યારે તેણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજ પાટણના રાજભંડારખાતે ન મોકલતાં અહીંના શ્રી નેમિનાથ ભગવાનના મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં ખરચી નાખી હતી. આથી ક્રુદ્ધ થયેલે સિદ્ધરાજ સજ્જનને શિક્ષા આપવા સૌરાષ્ટ્રમાં આવ્યા તે અગાઉ મંત્રીએ વામન સ્થલી(વંથલી)ના એક શ્રેષ્ઠી પાસેથી જીર્ણોદ્ધારને તમામ ખર્ચ લેવાનું નક્કી કરી લીધું હતું. તે નાણાં પાટણ પહોંચતાં કરવા માટે સિદ્ધરાજની સમક્ષ આજ્ઞા માગી હતી પરંતુ ત્યારે સિદ્ધરાજે શ્રીનેમિનાથ ભગવાનને સુંદર પ્રાસાદ જે અને તે પણ “કર્ણવિહોર' નામે પ્રસિદ્ધિ પામતો સાંભળે ત્યારે સિદ્ધરાજના હર્ષને પાર ન રહ્યો. સિદ્ધરાજે એ નાણું ન લેતાં તમામ ખર્ચ રાજભંડારખાતે માંડવાનું ફરમાવ્યું. આથી સજને વંથલીમાંથી મેળવેલાં નાણાં દ્વારા આ નવી ટૂંકની રચના કરાવી એવી લોકમાન્યતા છે. કેઈ આને મેલકશાહે બંધાવ્યાનું પણ કહે છે.
આ ટૂંકમાં પેસતાં જ જમણી બાજુએ પાંચ મેરનું રમણીય મંદિર છે. ચારે દિશામાં ચાર અને વચ્ચે પાંચમાં મેર પર્વતની રચના છે. દરેકમાં ચૌમુખી પ્રતિમાઓ છે. તેમાં સં. ૧૮૫૯ ના લેખ જોવાય છે. ડાબી બાજુએ શ્રી આદિનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમા છે, જેને “અદબદજી” કહે છે. આ મૂર્તિમાં વૃષભનું સ્પષ્ટ લાંછન જોવાય છે. ખભા ઉપર અને બાજુએ કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે.
મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથની તકાય ભવ્ય પ્રતિમા છે. સં. ૧૮૫૯ માં શ્રીવિજયજનેન્દ્રસરિએ તેની પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં બે મંડપ છે. મંડપના ઘૂમટેમાં આલેખેલી આકૃતિઓ, નૃત્યપૂતળીઓ, મંડપના છજાઓની કરણી વગેરે દર્શનીય છે. દક્ષિણ તરફની ભમતીમાં આવેલા કેરણીવાળા દેરાસરમાં અષ્ટાપદ ગિરિની રચના છે. તેમાં ૨૪ પ્રતિમાઓ પધરાવેલી છે અને ઉત્તર તરફની ભમતીમાં શ્રીચોમુખજી પ્રતિષ્ઠિત કરેલા છે. આમાંની કેટલીક દેરીઓમાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસડીના સ્થાપત્યને મળતાં શિલ્પ કંડારેલાં લેવાય છે. ૪. સંગ્રામ સેનીની ટૂંક:
મેલકવસહીમાંથી બહાર નીકળી ઉત્તર તરફ જતાં “સંગ્રામ સોની ના નામે ઓળખાતી ટૂંક આવે છે પત પ્રાચીન ગ્રંથમાંથી સંગ્રામ સેનાએ ગિરનાર પર ટૂંક બંધાવ્યા સંબંધે ઉલેખે જડતા નથી. પ્રત્યત શ્રીહેમહંસ ગણિએ ( વિ. સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭ વચ્ચે) રચેલી “ગિરનાર ચિત્ર પ્રવાડી”માં° આ ટૂંકના ઉદ્ધારક તરીકે એશવાલ એની સમરસિંહ અને માલદેવને આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે
સમરસિહ-માલદેવ તણ9 ઉદ્ધાર નિહાલક, મંડપિ મંડિઅ અતિવિસાલ ચઉવીસ જિણાલઉ. ૬ ધન ધન ની સમરસિંહ માલદે કરાવિએ, જેહિં કલ્યાણત્રયવિહાર ઉદ્ધાર કરાવિએ; ચિહ દિશિ ત્રિહ ભૂમીહિં મૂળનાયક તિહાં બાર, કાસગિ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકમાર;
ઘડતાં જસુ ચાતલિ અંજલિઈ સવે ટલંતા રેગ, સેવઉ સ્વામી પૂરવઈ નિરમાલડી એ અનુદિન ભેગ સંગ. ૨૫ ૧૯. સંગ્રામસિ સોની ગુજરાતના વઢિયાર ખંડના લોલાડા ગામથી સપરિવાર માંડવગઢ જઈ વસ્યા હતા. ત્યાં વેપારાદિથી સંપત્તિ મેળવી તેમની કુશળતાની કીર્તિ સાંભળી ગયાસુદ્દીન બાદશાહના મંત્રીપદે નિમાયા. બાદશાહે તેમના કાર્યથી પ્રસન્ન થઈને તેમને * નગદલમક્ષિક”ની પદવીથી નવાજ્યા હતા. તેમની ધર્મશ્રદ્ધા અપૂર્વ હતી. “ભગવતીસૂત્ર’ના વ્યાખ્યાનમાં “ગોયમા’ શબ્દ આવતાં એક સોર્ન ગણતાં કુલ ૩૬૦૦૦ સેનિયા અને બીજા મળીને એક લાખ સેના જ્ઞાનખાતામાં આપી “કુપસૂત્ર” અને “કાલકરિકથા 'ની સુવર્ણ તેમજ રણાક્ષરી સચિત્ર પ્રતિ સં. ૧૪૫૧માં લખાવી હતી અને પાટણ, રાજનગર, ખંભાત, ભરૂચ વગેરે સ્થળે મોટા જ્ઞાન ભંડાર સ્થાપ્યા હતા. તેમણે માંડવગઢ, ભમશી, ભેઈ, મંદર, બ્રહ્મમંડળ, સામલિયા, ધાર, નગર, ખેડી, ચંદ્રાઉલી પ્રમુખ નગરોમાં મળીને ૧૭ જિનપ્રાસાદ બંધાવી શ્રીમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યા હતા. ૫૧ જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેઓ સ્વયં વિધાન પણ હતા, એ તેમણે સં. ૧૫૦૨માં રચેલા “બુદ્ધિસાગર” નામના ગ્રંથથી પ્રતીત થાય છે. વળી, તેમના વિશુદ્ધ શીલથી વંધ્યું - સામ્રવૃક્ષ કન્યાની હકીકત પણ જાણવા મળે છે. :
: ૨૦. “પુરાતત્વ” વૈમાસિક, વર્ષ ૧, અંક: ૩, પૃeઃ ૨૯૨.