________________
રાત્રુજય
૧૦૫ શ્રીનરનાનિ પર્દિકન ગ્રીવા... . નારાજચ મૂર્તિ [] નિશિતા સિ–વીરાગાં લંડ ૨૩૨ "
–સં. ૧૧૩૧માં કપર્દિ નામે જેના પિતા છે તે જજનાગ અને તેના નાનાભાઈ...નારાયણની આ મૂર્તિ સિદ્ધ અને વીરે સ્થાપના કરી.
મંત્રી બાહડે અહીં ઉદ્ધાર કરાવ્યા એના ૮૨ વર્ષ પહેલાં અને નીચે આપેલા સં. ૧૦૬૪ ના બીજા લેખથી ૧૪૯ વર્ષ પહેલાંના આ બંને લેખે બાહડ પહેલાં આ મંદિર હશે કે કેમ એવી શંકા રાખનારાઓ માટે તે એક વિશિષ્ટ પુરાવારૂપ છે.
ઉપર્યુક્ત લેખથી ૬૭ વર્ષ પુરાણું એટલે વિ. સં. ૧૦૬૪ને બીજો લેખ મુખ્ય મંદિરમાં પેસતાં ડાબા હાથ તરફ બીજે માળ જવાના માર્ગની પાસે ઉત્તરાભિમુખ દેરીની અંદર પ્રાચીન પુંડરીકળની બેઠક નીચે આ પ્રકારે ઉત્કીર્ણ છે –
" श्रीमयुगादिदेवस्य पुंडरीकस्य च क्रमौ । ध्यात्वा शत्रुजये शुद्धयन् सल्लेश्याध्यानसंयमैः ।। श्रीसंगमसिद्धमुनिर्विद्याधरकुलनभस्तलमृगाङ्कः । दिवसैश्चतुर्भिरधिकं मासमुपोप्याचलितसत्त्वः ॥ वर्षसहने षष्टयां चतुरन्वितयाधिके (१०६४) दिवमगच्छत् । सोमदिने आग्रहायणमासे कृष्णद्वितीयायाम् ।।
अम्मेयकः शुभं तस्य श्रेष्ठिरोधेयकात्मजः । पुंडरीकपदासंगि चैत्यमेतदचीकरत् || चतुर्भिः कलापकं ॥ . “આ લેખથી જણાય છે કે, વિદ્યાધરકુલના મહાન જેનશ્રમણ શ્રીસંગમસિદ્ધ મુનિએ સંવત ૧૦૬૪ ના માર્ગ શીર્ષ માસના કૃષ્ણપક્ષની ૨ ને સેમવારે એક મહિને અને ચાર દિવસના ઉપવાસ પછી લેખનાપૂર્વક શત્રુંજ્ય પર્વત પર શ્રીમદ્યુગાદિદેવ અને તેમના પ્રથમ ગણધર પુંડરીકના ચરણમાં ધ્યાન રાખીને દેહ છે . આ સંગમસિદ્ધ મુનિ કદાચ તે જ છે, જેમને “નિર્વાણકાલિકાકારે ગ્રંથની અંત-પ્રશસ્તિમાં પિતાના દાદાગુરુ બતાવ્યા છે.
શ્વેત સંગમરમર(Marble)ની બનેલી આ પ્રતિમા અનુમાનતઃ રા ફીટ ઊંચી અને ૧ ફૂટ પહોળી છે. એક મોટા અને વિકસિત કમળ ઉપર શ્રીપુંડરીક ગણધર પદ્માસનમાં વિરાજમાન છે. કમલદંડ લાંબે બનાવીને પ્રતિમાની ઉપરના ભાગથી લઈને લગભગ મધ્ય સુધી ગણધરને વિરાજમાન કરેલા છે અને આ કમળદંડના જમણા ભાગમાં સ્થાપનાચાર્યની સામે આચાર્યપ્રતિમા બનાવેલી છે. તેઓ એક હાથમાં પુસ્તક ધારણ કરીને કમલદંડની બીજી બાજુએ બેઠેલા પિતાના બે શિષ્યને ઉપદેશ આપી રહ્યા છે. સંભવતઃ આ આચાર્ય સંગમસિદ્ધ મુનિ છે. બંને શિષ્યો હાથ જોડીને અંજલિમદા રાખી ઉપદેશ ગ્રહણ કરી રહ્યા છે. પુંડરીકસ્વામીના મસ્તક ઉપર છત્ર અને છત્રની બાજુમાં એકેક માલાધર દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમા શિલ્પકલાનું એક અતિમનહર પ્રતીક છે. શારીરિક સૌંદર્ય અને ગઠન સંદર છે. કમલદંડ અને પૂર્ણવિકસિત કમલની કેરણું પણ સુંદર છે. શિ૯૫શાસ્ત્રની દૃષ્ટિએ આ પ્રતિમા આબુની વિમલવસહિકાના શિલ્પથી પણ ચઢિયાતી છે. એ વાતને નિર્દેશ કરે આવશ્યક છે કે ગણધરપ્રતિમાનું લાંછન જૈન મૂર્તિશાસ્ત્રો (Iconography)માં કમળ છે.”
મંદિર પાસે આવેલે રથયાત્રાને ચોક આરસજડિત છે. અહીં દાદાની રથયાત્રા કાઢવામાં આવે છે અને એ રથયાત્રાના વરઘોડા માટે રથ, પાલખી, એરાવણ હાથી, ગાડી વગેરે ચાંદીની સામગ્રી તેમજ સુવર્ણમેર વસ્તુઓ રાખવામાં આવે છે.
અહીંનાં બીજાં મંદિરે પિકી સહસંકટ, સીમંધરસ્વામી, મેરુશિખર, સમેતશિખર, ગણધર પગલાં, પાંચ ભાયા, બાજરિયાનું વિશ વિહરમાનનું, અષ્ટાપદનું વગેરે મંદિરે છે તે વિશે નેધ લેવાની અહીં જગા નથી પરંતુ આ ટ્રેક અને બાકીની નવે ટૂંકમાં જે દર્શનીય અને પ્રાચીન મંદિર છે તેનું વર્ણન કરાશે.
રાયણ પગલાંનું સ્થળ પ્રાચીનતમ છે. ભરતરાજે અહીં મણિમય રત્નની મૂર્તિ સ્થાપના કરેલી પરંતુ આજે તે ૧. આ શિલાલેખની અદ્યાપિ કેઈએ નોંધ લીધી હોય એમ જાણવામાં નથી.
૨. આ લેખની નોંધ કર્યા પછી કશીથી પ્રગટ થતા “જ્ઞાનદય” માસિક વર્ષ: ૩, અંક: ૩ માં આ લેખ અને એ મૂર્તિ સંબંધે માહિતી પૂર્ણ લેખ શ્રી. ઉમાકાંત પ્રેમાનંદ શાહે લખે છે. તેમાં અને આ લેખમાં નહિવત પાઠભેદ છે. એ લેખમાંથી મૂર્તિ સંબંધી વિગત અમે અહીં નધિી છે.આ લેખને અનુવાદ “જન સત્યપ્રકાશ” વર્ષ: ૧૭, અંક: ૩ માં પૃ. ૫૧ થી ૫૫ માં પણ પ્રગટ થયો છે. ४. “ श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि । श्रीसंगमसिंह इत्यधिपतिः श्वेताम्बराणामभूत् ॥"
૧૪