________________
૧૧૦
જેને લીધે સર્વસંગ્રહ, પછી સં. ૧૩૮૧માં અહીં જૈન મંદિર બંધાયાને બીજો પુરા સાંપડે છે અને ચૌદમા સૈકામાં રચાયેલા “તીર્થમાલા સ્તવન” જેની રચના વિનયપ્રભ ઉપાધ્યાયે કરી છે, તેમાં અહીં બે પ્રાચીન મંદિરે હેવાનું આ પ્રકારે જણાવ્યું છે –
તાલઝય પાસુ સતી દિયરેઝ આમાંનું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર તે આજે અહીં વિદ્યમાન નથી.
ડાં વર્ષો પહેલાં અહીંની ભૂમિમાંથી એક જૈન મૂર્તિ મળી આવી છે, જેના ઉપર કતરેલા લેખમાં સં.. ૧૪૩૩ની સાલ સ્પષ્ટ વંચાય છે. આ બધા પુરાવાઓ ઉપરથી અહીં પ્રાચીનકાળથી જૈનમંદિર હતાં અને આજે પણ એની પરંપરાને જાળવી રાખતાં ત્રણ વિશાળ મંદિર વિદ્યમાન છે.
તાલધ્વજગિરિની બે ટેચવાળી ટેકરી પર ચડતાં સૌથી પહેલાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર જોવાય છે. સં. ૧૯૮૦માં શેઠ દલપતભાઈ મગનભાઈ હસ્તે શેઠાણી લમીબાઈએ આ મંદિરને આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવી આબેહૂબ રચના ઊભી કરી છે. આમાં એક ભેંયરુ પણ છે. આ મંદિરરચનાની વિશેષતા એ છે કે, નિસરણી દ્વારા શિખર ઉપર ચડતાં કે નીચે ભેંયરામાં ઊતરતાં ભીંતેમાં રહેલા ગવાક્ષેદ્વારા ગર્ભગૃહ તેમજ ઉપરથી ભંયરામાં રહેલી અને ભેંયરામાંથી શિખરમાં રહેલી મૂતિઓનાં દર્શન કરી શકાય છે. આ રચનાપદ્ધતિ ખરેખર, અનુકરણીય છે. મૂળ ગભારામાં મૂળનાયક ભગવાનની પ્રતિમાનું શિલ્પ તેની પ્રાચીનતા બતાવી રહ્યું છે.
ડેક દૂર ઉપર ચડતાં શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધો પ્રાચીન ભવ્ય મંદિર જેવાય છે એને સાચા દેવના દેરાસર' તરીકે પણ લેકે ઓળખે છે. પ્રસિદ્ધિ પ્રમાણે મૂળનાયકની મૂર્તિ સુમતિનાથ ભગવાનની નહિ પણ શ્રીકુંથુનાથ ભગવાનની હોય એમ જણાય છે. એના મૂર્તિવિધાનમાં પ્રાચીનતાનાં લક્ષણો દીસે છે. ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ છે, જેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે. એક ખૂણામાં ઘૂમટબંધી ગુરૂમંદિર શેભે છે, તેમાં શ્રીગૌતમસ્વામી, શ્રીસુધર્મસ્વામી, શ્રીજંબૂસ્વામી વગેરે ગણધરે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને વૃદ્ધચંદ્ર મહારાજ વગેરે ગુરુઓની ૧૬ મૂર્તિએ બિરાજમાન છે અને એક મૂર્તિ કુમારપાળ રાજાની પણ છે.
અહીંથી ઊંચે શંકુ આકૃતિવાળા શિખર ઉપર શ્રીચૌમુખજીનું નાનું મંદિર ઘૂમટબંધી છે. તેમાં શ્રીઅભિનંદન, શ્રીઅજિતનાથ, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી ભગવાનની એકેક મૂતિની ચતુર્મુખી રચના કરેલી છે. પાસેની બે દેરીઓ પૈકી રાજર્ષિ ભરતરાજ અને બીજીમાં શ્રીબાહુબલીની ચરણપાદુકાઓની સ્થાપના છે.
અહી પહાડ પર પ્રાચીન નાની મોટી ૨૦ ગુફાઓ છે. એ પ્રત્યેક ગુફાની પાસે પાણીવાળાં ટાંકાં વિદ્યમાન છે. સમ્રાટ અશોકના સમયમાં આ ગુફાઓ બની હતી એમ કહેવાય છે. તેમાં એભલવાળા, ચાંપરાજવાળા, રાંકે, વાંકે, ઘી, નવેલી અને ફુલાણું, તેમજ નરસિંહ મહેતા વગેરે નામની ભાવુક સ્મૃતિઓ ગુફાઓમાં જડાયેલી પડી છે.
સં. ૨૦૦૧ ના શ્રાવણ વદિ ૫ ને સોમવાર (તા. ૨૭-૮-૪૫) ને રોજ બાર વાગ્યા પછીથી લઈને સવાર સુધીના અરસામાં આ ટેકરી પર આવેલી છેલી ટ્રક, જે ચૌમુખજીની ટૂંક કહેવાય છે, તે મંદિરના દરવાજાનું તાળું તેડી કઈ ધમાં વ્યક્તિએ શ્રીઆદીશ્વર ભગવાનની ચૌમુખની ચારે પ્રતિમાઓને ગાદી ઉપરથી ઉસ્થાપન કરી, મંદિરના પગથિયા પાસે ખંડિત કરી ટુકડે ટુકડા કરી નાખ્યાની દુર્ઘટના બની હતી જેની પાછળ કેટલીક ધર્માન્ય વ્યક્તિઓનું વ્યવસ્થિત કાવતરહેવાનું કહેવાય છે.
૬૦. મહુવા
(કેયા નંબર ઃ ૧૩૧૦-૧૧) મહવાનું પ્રાચીન નામ મધુમતી. સં. ૧૩૦૬ ની સાલની એક ગ્રંથપ્રશસ્તિમાં આનું નામ મધુમતી બેંચ્યું છે, જ્યારે જામનગરના શ્રી આદિનાથના દેરાસરની એક ધાતુમૂર્તિ પરના સં. ૧૪૯૧ ના પ્રતિમાલેખમાં આ ગામનું નામ ૧. વિસ્તૃત અહેવાલ માટે જુઓ “જૈન સત્યપ્રકાશ” વર્ષ : ૧૦, અંક : ૧૨ માં “તળાજાની દુર્ધટના' વિષયક લેખ,