________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ૫૫. ધંધુકા
(કેષ્ઠા નંબરઃ ૧૪૦૦) ધંધુકા કેટલું પ્રાચીન હશે એ જાણી શકાયું નથી પરંતુ બારમા સૈકાથી પ્રાચીન હોય એમ જૈન ગ્રંથથી પ્રતીત થાય છે.
આ ગામમાં કવિ સાધારણ અપરનામ શ્રસિદ્ધસેનસૂરિએ સં. ૧૧૨૩માં “વિલાસવઈકહા” નામને પ્રાકૃતમાં ગ્રંથ રચ્યો હતો. એ પછી લગભગ સં. ૧૧૪૫ના અરસામાં શ્રી પ્રદ્યુમ્નસૂરિશિષ્ય શ્રીદેવચંદ્રસૂરિ આ ગામમાં વિદ્યમાન હતા ત્યારે તેમણે પાહિણી નામની શ્રાવિકાના સ્વપ્નનું ફળ કહ્યું હતું. એ ફળ અનુસાર ચંગદેવને જન્મ વિ. સં. ૧૧૪૫ના કાર્તિકી ૧૫ના દિવસે થયે હતે. એ જ બાળક શ્રીદેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ નામે ખ્યાત થયા, જેમણે અનેક વિષયના ગ્રંથ લખી ભારતીય સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં વિશિષ્ટ ફાળે આપી નામના મેળવી છે. શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સમયે અહીં મેહ (મેઢેરગચ્છ)નું ચિત્ય વિદ્યમાન હતું. એ પ્રાચીન મંદિરનાં કઈ એંધાન આજે વિદ્યમાન નથી.
આજે અહીં જેનોનાં ૪૫ ઘર વિદ્યમાન છે. બે ઉપાશ્રય છે અને એક ઉપાશ્રયમાં અલગ ઓરડામાં ઘર-દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી આદીશ્વરની મૂર્તિ છે. શ્રી હેમચંદ્રાચાર્યની આરસની મૂર્તિ પણ ૧ છે.
૫૬. વઢવાણ શહેર
(ઠા નંબર : ૧૪૩ર-૧૪૩૪) વઢવાણુનું પ્રાચીન નામ “વધમાનપુર-હેવાનું શિલાલેખેથી જણાય છે. અહીંના મોટા દેરાસરની ભમતીમાં આવેલી એક પ્રતિમાના પરિકર ઉપર સં. ૧૧૭૪ના લેખમાં આ ગામનું નામ વર્ધમાનપુર જણાવેલું છે?—
" संवत् ११७४ फाल्गुन वदि ४ श्रीसरवालसंस्थितगच्छप्रतिपालकश्रीजिनेश्वराचार्य श्रीवर्द्धमानपुरे परि० महणसुत....कनेन देवश्रेयो) श्रीसीतलदेवप्रतिमा कारिता॥"
સં.૧૧૭૪ને આલેખએ કરતાયે આ શહેરની પ્રાચીનતાનું સૂચન કરે છે. આ શહેર કેટલું પ્રાચીન છે એ શોધવા જેવું છે.
આજે પણ આ શહેરમાં ૨૨૦૦ જેની વસ્તી, ૪ ઉપાશ્રયે, ૧ ધર્મશાળા અને ૩ જિનમંદિરે છે. આ ત્રણ મંદિરે પૈકી (૧). લાખુ પિળમાં શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાનનું મોટું દેવાલય શિખરબંધી છે. (૨–૩) માંડવી પાસે લાખુપળમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનાં મંદિરે પણ શિખરબંધી રચનામાં પ્રાચીન જણાય છે. શ્રી આદિનાથના મંદિરના મૂળનાયકના પરિકર ઉપર સં. ૧૨૦૮ની સાલને પ્રાચીન લેખ છે અને શ્રી શાંતિનાથ ભગવાનના દેવાલયના મૂળનાયક ઉપર સં. ૧૫૦૪ને લેખ ઉત્કીર્ણ છે. શ્રી. વિનયપ્રભ ઉપાધ્યાયરચિત “તીર્થયાત્રા સ્તવન ૪ માં નર થયા રિસર ચિંવા”ના ઉલ્લેખથી આ મંદિરનું સ્મરણ કરેલું હોય એમ લાગે છે. આ મંદિરની ધાતુમૂર્તિઓના પ્રાચીન લેખે “પ્રાચીન લેખસંગ્રહ” ભા. ૧માં શ્રીવિજયધર્મસૂરિજીએ સંગ્રહીત કર્યા છે.
ગામ બહાર એક દેરી છે, જેમાં ભગવાન મહાવીરને ઉપદ્રવ કરનાર શૂલપાણિ યક્ષની સ્થાપના કરેલી છે.
ષિોએ સિદ્દા ધંધુયપુરનિ”
–વિલાસવઈકહ-પ્રશસ્તિ.
૧. “ હિં રુિં [T] તેવી વમિ િ વ ૨. “પ્રભાવચરિત' શ્રી હેમચંદ્રસૂરિચરિત, ઑ. ૧૪–૧૮. ૩. એજનઃ . ૨૬. ૪. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૧૭, અંક: ૧, પૃ. ૨૦