________________
જૈન તીર્થ સર્વસંગ્રહ આ મંદિરમાં મૂળ નાની વેત પ્રાચીન પ્રતિમા મનહર છે. લેકે તેને શાંતિનાથ ભગવાનની પ્રતિમા કહે છે પરંતુ તે પ્રતિમા આદીશ્વર ભગવાનની છે. એના ઉપર લેખ નથી પરંતુ ૧૧-૧૨ મા સૈકાની હોય એમ જણાય છે. તેની બંને બાજુએ કાઉસગિયા છે ને તે પર લેખ છે પણ વાંચી શકાતો નથી. આ બંને કાઉસગ્ગિયા મૂળ ના ના સમયના જ હોવાની સંભાવના થાય છે.
આ સ્થાન આજે તીર્થ જેવું મનાય છે.
૩૩. ઉંઝા
(ઠા નંબરઃ ૧૦૯૭-૧૯૯૮) ઊંઝા ઘણું જૂનું ગામ છે. અહીં જેનેનાં ૨૫૦ ઘરની વસ્તી છે. ત્રણ ઉપાશ્રયે છે, તે પિકી એક ત્રણ મજલાને મેટ અને સુંદર છે. ૧ જૈન ધર્મશાળા, જેની પાઠશાળા અને જેન લાયબ્રેરી વગેરે છે. અહીં ત્રણ જિનમંદિર છે.
શ્રીકુંથુનાથ ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર નાના બજારમાં આવેલું છે. વિક્રમની ૧૨મી શતાબ્દીમાં આ મંદિર બંધાયું હોય એમ જણાય છે. મૂળ મંદિરને ત્રણ શિખરે છે ને આસપાસ ૨૫ દેવકુલિકાઓ છે, જેમાં એકેક પાષાણ પ્રતિમા છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન છે અને બંને બાજુનાં બે જિનાલયમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનની અને શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિઓ વિરાજમાન છે. શિખરના માળ ઉપર શ્રી શાંતિનાથ વગેરેની પ્રતિમાઓ છે. આ મંદિરની ડાબી બાજુએ એક દેરાસરમાં પાંચ મેરુ તુલ્ય પાંચ ચૌમુખ પ્રતિમાઓ એક જ ચેકી ઉપર સ્થાપન કરેલાં છે. સમગ્ર મંદિરની પ્રતિમાઓ ગણતાં પાષાણની ૭૨ અને ધાતુની ૭૦ પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ વિક્રમની લગભગ ૧૨મી શતાબ્દીથી લઈને ૧૪મી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે. એક આરસ મૂર્તિ શ્રીગૌતમસ્વામીની છે અને સં. ૧૨૪૦ની સાલને ૧૮ જિનમાતાને તૂટેલે આરસને એક પ્રાચીન
પટ્ટ છે. સં. ૧૬૦૦ લગભગમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલ છે. ૨. વસાવાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી જિનાલય છે. તેમાં પાષાણુની ૪ અને ધાતુની પ પ્રતિમાઓ છે. ૩. તલાટીના માઢમાં એક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર દેરાસર છે. તેમાં ધાતુની પંચતીથીની ૫ પ્રતિમાઓ છે.
૩૪. સિદ્ધપુર
(કઠા નંબર:૧૨૪-૧૧૫) સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર જરા ઊંચાણ ભાગમાં સદ્ધપુર શહેર વસેલું છે. સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થલ હોવાનું જણાય છે. હિંદુઓના માતૃગયા તીર્થ તરીકે આની પ્રસિદ્ધિ હોવાથી ઘણા લેકે અહીં માતૃશ્રાદ્ધ કરવા આવે છે. સેલંદી મૂળરાજે ઉત્તર હિંદમાંથી લાવેલા તથા શ્રીસ્થલમાં રાખેલા બ્રાહ્મણોએ તેને સિદ્ધપુર નામ આપ્યું હોવાનો સંભવ છે. દંતકથા તે એવી છે કે, મૂળરાજે બંધાવવા માંડેલો રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહે પૂરો કર્યો ત્યારે એના માનમાં બ્રાહ્મણોએ રાજાના નામના બે અક્ષરે જોડી દઈ આ શહેરનું નામ સિદ્ધપુર રાખ્યું. આજે એ રુદ્રમહાલયનાં ખંડિત અવશેષો જ હયાત છે. એને જોતાં ગુજરાતમાં સ્થાપત્યકલાને ઉત્કર્ષ કે હતો એનું અનુમાન થઈ શકે છે. મૂળરાજે સં. ૧૦૪૩ માં આ શ્રીસ્થલ (સિદ્ધપુર) દાનમાં આપી દીધું હતું, એવું એક તામ્રપત્રમાં જણાવ્યું છે.
સિદ્ધરાજે અહીં “સિદ્ધવિહાર' નામે ઉત્તગ ૨૪ દેવકુલિકાઓવાળું ભવ્ય ચિત્ય નિર્માણ કર્યું હોવાના ઉલ્લેખ પણ મળે છે. પરંતુ મુસ્લિમકાળમાં અહીં ભારે પરિવર્તન થયું જેમાં આવાં ઉત્કૃષ્ટ ધર્મસ્થાનેને નાશ થયે, એટલું જ નહિ અત્યારે જે વહેરાઓની વસ્તી જણાય છે તે એ સમયે અને તે પછીના સમયમાં વટલેલા બ્રાહ્મણે હેવાનું કહેવાય છે.