________________
સેરિસ
પાસ કલ્યાણક દસમ દાડ એ, મહિયલ મહિમા પાસ દેખાડ એ. દેખાડ એ પ્રભુ પાસ મહિમા સંઘ આવે ઊમટયો, વ્રજપૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવનાં ઘટયાં; સંવત પર બાસદ્ધિ પ્રાસાદ સેરિસા તણે, લાવણ્યસમેં મ આદિ બેલેં, નમે નમે ત્રિભુવન ધણી.”
એટલે લગભગ એળમા સૈકા સુધી આ મંદિર વિદ્યમાન હતું. તે પછી લડાઈને કોઈ પ્રસંગે શ્રાવકેએ એ બધી મતિઓ જમીનમાં ભંડારી દીધી હશે, અને મંદિર ઉપર નાશની નેબત ગગડી હશે. સેરિસાના મંદિરની સં. ૧૪૨૦ ના લેખવાળી પદ્માવતીની મતિ નરેડા ગામમાં વિદ્યમાન છે, જે સં. ૧૪૨૦ પછીના કેઈ વિપ્લવ સમયે ત્યાં લ આવી હશે. સદ્ભાગ્યે અહીં ભંડારેલી કેટલીક મૂર્તિઓ વગેરે અહીંથી મળી આવ્યાં છે.
આજે જે નવું મંદિર અહીં ઊભું છે તેની સામેના મેદાનમાં પ્રાચીન જૈન મંદિર ખંડિયેરરૂપે પડ્યું હતું. મંદિરને ઘણે ભાગ તે ધરાશાયી હતે. માત્ર દીવાલને ભાગ ડોક ઊભું હતું. તેમાં પથ્થરના ઢગલા પડ્યા હતા. તેની સાથે મૃતિઓ પણ દટાયેલી પડી હતી. આ હકીકત તરફ સં. ૧૯૫૫ માં જેનું ધ્યાન ખેંચાયું. તેમાંથી બધી મૂર્તિઓ કઢાવી એક રબારીનું મકાન વેચાતું લઈને તેમાં એ બધી મૂર્તિઓ પધરાવવામાં આવી. એમૂર્તિઓમાં એક ખંડિત મૂતિ, જે ફીટ પહોળી;૩ ફીટઊંચી ને ફણાસહિત ફીટ ઊંચી, શ્યામવર્ણના બે મોટા કાઉસગિયા, જે ૨ ફીટ પહોળા અને ૬-૭ ફીટ ઊંચા, અંબિકાદેવીની ૧ મનોહર મૂર્તિ—આ પાંચ મૂર્તિઓ જે ખાસ વિશિષ્ટ પથ્થરની બનેલી છે, તેમજ સફેદ આરસની આદીશ્વર ભ.ની ખંડિત મૂતિ ૧–આ પ્રકારે ૬ મૂર્તિઓ નીકળી આવી હતી. - આ ખંડેરમાં કરણીવાળા પથ્થરે, થાંભલા, કુંભીઓ વગેરે નીકળ્યું છે તે એક તરફ મૂકી રાખવામાં આવ્યું છે. વળી, બીજ સમયે ખોદતાં જે મળી આવ્યું તેમાં પથ્થરની ૧૫–૧૬ મૂતિઓ, આરસની ખંડિત ૨ મૂર્તિઓ તથા આરસના મેટા માનવાતિ કાઉસગિયા, જેમાં બંને પડખે ૨૪ જિનપ્રતિમાઓ કંડારેલી છે અને એ કાઉસગ્નિયા નીચે લેખ છે પણ તદ્દન ઘસાઈ ગ છે, જે બારમી-તેરમી શતાબ્દીને હોય એમ લાગે છે.
આ સિવાય સફેદ આરસના પરિકરની ગાદીના બે ટુકડા નીકળી આવ્યા છે, તેની આગળને ત્રીજો ટુકડે મળી શક્યો નથી પણ એ બે ટુકડામાં આ પ્રમાણે લેખ વંચાય છે
(१) "........५ वर्षे फागुण बदि २ रवी श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाटान्वयप्रसूत ठ० श्रीसोमतमतनुज ठ० श्रीआशाराजनंद(२)........क्षिसंभूतान्यां संघपति नहं० श्रीवस्तुपाल महं० श्रीतेज:पालाभ्यां निजाग्रजवन्धोः महं० श्रीमालदेवस्य श्रेयोथै श्रीमालदेवसुत ठ० पुनसीहत्य (३)....पार्श्वनाथमहातीर्थे श्रीनेमिनाथजिनर्विवमिदं कारितं ।। प्रतिष्टितं श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीविजयसेन...."
– મહામંત્રી શ્રી વસ્તુપાલ-તેજપાલે પિતાના ભાઈ માલદેવ અને તેના પુત્ર પુનસિંહના શ્રેય માટે સેરિસા મહાતીર્થના શ્રી પાર્શ્વનાથ ચેત્યમાં શ્રી નેમિનાથ ભ૦ નું બિંબ ભરાવી પધરાવ્યું ને તેની પ્રતિષ્ઠા નાગૅદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિએ કરી. આ સંવત્ ૧૨૮૫ હે જોઈએ; કેમકે લેખમાં માત્ર (૫) ને આંકડે જ મોજુદ છે.
આ લેખમાં સેરિસાને “મહાતીર્થ” કહેવામાં આવ્યું છે વસ્તુપાળ-તેજપાલ જેવાએ અહીં મૂર્તિ ભરાવી છે એ તીર્થભૂમિની ગૌરવગરિમા એ સમયે કેટલી હશે એ તે માત્ર ગ્રંથની છૂટક-ગુટક વિગતે ઉપરથી જ અનુમાન કરવાનું રહે છે.
ઉપક્ત મૂર્તિઓ ઉપરાંત જૂની ધર્મશાળા પાસેના એક ખાડામાંથી જે ફેણવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિશાળ મૂર્તિ નીકળી હતી તે મૂર્તિને લેકે વર્ષો સુધી “જોદ્ધા” તરીકે પૂજતા હતા ને બાધા આખડી રાખતા હતા. શ્રી આદીશ્વર ભ. ની કેણી નીચે ટેકા હોવાથી કેટલાક તેને સંપ્રતિના સમયની પ્રતિમા કહે છે.
ઉપર્યુક્ત હકીકત અહીંના વિશાળ પ્રાચીન મંદિર અને તેના તીર્થમહિમાને ખ્યાલ અપાવે છે.
નીકળી આવેલી આ મૂર્તિઓમાંથી પાંચ મૂર્તિઓને શેઠ જમનાભાઈ ભગુભાઈએ ખેતીને લેપ કરાવ્યું હતું અને સં. ૧૯૮૮ના મહાસુદિ ૬ ને દિવસે તે મૂર્તિઓને મંદિરમાં પરિણાદાખલ પ્રવેશ કરાવવામાં આવ્યો હતે.
આજે અહીં વિશાળ ઘેરાવામાં આવેલું અમદાવાદનિવાસી સ્વ. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈના પુણ્યપ્રતીક સમું