________________
જૈન તીર્થ સર્વસંગ્રહ મંદિરને થોડા ભાગમાં જીર્ણોદ્ધાર કરાવવાથી ટકી શકે એવું છે. એ તરફ ધ્યાન આપવામાં નહિ આવે તો આખુંયે મંદિર કાળના મુખમાં ઝડપાઈ જશે.
આવા સુંદર મંદિરના બંધાવનાર શ્રેષ્ઠી કેણ હશે એને પત્તો મળતો નથી. સંભવત: રણમલ રાજાના કેઈ જેના અધિકારીઓ અથવા રણમલ્લ રાજાની સહાયથી બંધાવેલું આ મંદિર હશે તેથી જ તેનું નામ “રણમલની ચેકી” આપવામાં આવ્યું છે. વળી, એક ત્રીજા ચૈત્યને પત્તો “ઈડરગઢ ત્યપરિપાટી” આપણને આપે છે, એ મુજબ : એ મંદિરમાં મૂળનાયક ભગવાન ક્યા હતા અને કયા શ્રેષ્ઠીએ કઈ સાલમાં એ મંદિર બંધાવેલું તેનું વર્ણન આ પ્રકારે કરેલું છે –
તિહાં પ્રાસાદ કરાવિ તુ ભવ, મરવિહારહ પાસિ: અનુપમરૂપ નિહાળતાં તુ ભ૦ થાઇમનિ ઉલ્લાસ. સંવત પનર ત્રીસેત્તર તુ ભ૦, કીધઉ જસ આરંભ; મંડપિ જનમન મહિઉં તુ ભ૦ કારણિ તણિ થંભ. ધવલપણુઈ અતિઝલહલઈ તુ ભ૦ ઉપણુઈ કેલાસ; જય રમણિય ચિત કીઈ તુ ભ૦, સુરસુંદર રમાઈ રાસ. મમ્માણ ખાણી તણી તુ ભ૦, આણી એક ફલી સાર; અજિતનાથ પ્રતિમા ઘડી તુ ભ૦ ધવલપઇ દુધ ધાર. પનર તેરસઈ સંવત્સરિતુ ભ૦, ઉત્સવ કરઈ અપાર; ચિહુ દિશિ આવઈ સંઘ ઘણા તુ ભ૦ ગણતાં ન લહઈ પાર.”
આ વર્ણન ઉપરથી (ઓશવાલકુળના શ્રેષ્ઠી સેની ધનરાજ અને તેમની પત્ની સીતના ત્રણ પુત્ર નેવિંદ, પતરાજ અને) શ્રેષ્ઠી ઈશ્વર સોનીએ કુમારવિહારની પાસે સં. ૧૫૩૦ પછી આ મંદિરની કેરણીભરી ભવ્ય રચના કરી અને સં. ૧૫૩૩ માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા (શ્રીલક્ષમીસાગરસૂરિના હાથે) કરાવી.
ઉપર્યુકત ખાલી મંદિર વિશે આ વર્ણન હેઈન શકે કેમકે એ મંદિર કુમારવિહારથી દૂર છે. સંભવતઃ આજે જે દિગંબર મંદિર છે તે જ આ મંદિર હોય એવી સંભાવના આ વર્ણનથી થાય છે એથી એનું વાસ્તવિક નિરીક્ષણ કરવું જરૂરી છે.
ઉપર્યુક્ત ઉલ્લેખ આપણને મળી શક્યો ન હોત તે આ અનામી અને અપ્રાપ્ય મંદિરને આ ગૌરવભર્યો ઈતિહાસ આપણે જાણી શક્યા ન હતા. આ ઉપરથી ચૈત્યપરિપાટીએ કેટલી ઉપયોગી છે એને ખ્યાલ આવી શકે તેમ છે. આવી પ્રગટઅપ્રગટ તીર્થમાળાઓને સંગ્રહની હવે જરૂરત ઊભી છે, એ તરફ વાચકેનું ધ્યાન ખેંચીએ છીએ.
૫૦. ખેડબ્રહ્મા
(ઠા નંબરઃ ૧૦૨૨-૧૩૨૨) ખેડબ્રહ્મા કેટલું પ્રાચીન હશે એ જાણી શકાયું નથી. અહીંની એક અદિતિવાવ નામે પ્રાચીન વાવમાં સં. ૧૨૫૬નો શિલાલેખ છે તેના ઉપરથી આ ગામ એ સંવત કરતાં પ્રાચીન રહેવું જોઈએ. “પપુરાણ”ના છઠ્ઠા ઉત્તરખંડમાં આ ગામ વિશે જણાવ્યું છે કે, “તીર્થયાત્રાઉમા હૈ દવેટ બ્રહ્મનિષા
અદિતિવાવના શિલાલેખમાં આ ગામનાં ચારે યુગનાં નામે આપેલાં છે; સત્યુગમાં તેનું નામ અશ્વપુર, ત્રેતામાં અગ્નિખેટ, દ્વાપરમાં હિરણ્યપુર અને કળિયુગમાં લખેટ હતું. આ ઉપરથી આ ગામ ઘણું પ્રાચીન હોય એમ લાગે છે. અહીં નાગના ઈષ્ટદેવ હાટકેશ્વરનું સ્થાન અને હિંદુઓની અંબામાતાનું સ્થાન હોવાથી હિંદુતીર્થ તરીકે આજે ઓળખાય છે. આ બંને સ્થાનેનું આંતરનિરીક્ષણ કરતાં પ્રાચીન કાળે એ જૈનદેવળા હોવાનું જણાય છે. એ સંબંધી આગળ જણાવાશે. પ્રાચીન કાળે અહીં જેનેની વસ્તી સારી હતી. આજે પણ અહીં જેનાં ૩૦ ઘર, 1 ઉપાય, ૧ જૈન ધર્મશાળા અને ૨ જૈન મંદિરો વિદ્યમાન છે. "
૧.
આ બે મંદિરો પૈકી એક શ્રીમહાવીરસ્વામી ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. એમાં બે મંડપ અને ચોવીશ દેરીઓ છે. તેમાં પૂર્વ તરફની દેરીઓમાં પ્રતિમાઓ સ્થાપના કરેલી છે, જ્યારે ઉત્તર-દક્ષિણ તરફની દેરીઓ ખાલી છે. પાછળના ભાગમાં વડે ચણી લીધેલ છે. મંદિરમાં બે સદી પહેલાં કરેલું ચિત્રકામ દર્શનીય છે. આ મંદિરના ચોકમાં ભેંયરું છે તેમાં ઘણા જુના કાળની પ્રતિમાઓ સંગ્રહેલી છે. ૧. “પુરાતન બ્રહ્મક્ષેત્ર” પૃ. ૪