________________
૮૨
૪૭. નરાડા
( કાઠા નખર : ૧૧૫૪ )
જૈન તીથૅ સ સંગ્રહ
અમદાવાદથી પૂર્વ દિશામાં નરેડા નામનું ગામ છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર અહીં શિખરખ`ધી નવીન મંદિર અનેલું છે. આ મંદિર શેઠ હઠીસિંહ કેસરીસિંહે બંધાવ્યું છે. મૂળ ગભારો ને સભામંડપ મધ્યમસરના છે. સભામંડપની ભીંતેામાં તીર્થોના રંગ એરંગી નકશા કાતરાવ્યા છે. મંદિરના દ્વાર સામે ખુલ્લે વિશાળ ચેાક છે.
મૂળ ગભારામાં રહેલી મૂર્તિ આ કેટલીક તેા અર્વાચીન છે, જો કે તેના ઉપર લેખા દેખાતા નથી પરંતુ જમીનમાંથી પ્રગટ થયેલી મૂ. ના. શ્રીગાડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ નાની પણ તેજસ્વી છે, આજ રીતે મૂ. ના.ની જમણી તરફના ગભારામાં શ્રીપદ્માવતીદેવીની મૂર્તિ પણ પ્રાચીન છે. ખરું જોતાં તેઆ શાસનદેવીની મૂર્તિના પ્રતાપ અને પ્રભાવથી જ આ સ્થાન વધુ પ્રસિદ્ધિમાં આવતાં તીર્થ જેવું ખની ગયું છે, કેટલાક અજૈન પણ આ દેવીનાં દર્શનની માનતા-આાધા રાખે છે.
આ શાસનદેવી પદ્માવતીની મૂર્તિ પાસે જ બીજી એક પદ્માવતી માતાની નાની મૂર્તિ છે. વસ્તુત: આ મૂર્તિ પદ્માવતી માતાની લાગતી નથી પરંતુ અત્યારની પ્રચલિત પરંપરા મુજ એની આળખાણુ આપી છે. એ મૂર્તિ નીચે પ્રાચીન શિલાલેખ છે એના ભાવાર્થ આ છે:
“ સ. ૧૪૨૦ માં અમદાવાદ નજીક રાજપુનિવાસી શ્રાવકે સેરિસાના પાર્શ્વનાથપ્રભુના જિનાલયમાં આ મૂર્તિ સ્થાપન કરી છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છના............... નામ વંચાતું નથી ) છે. ”
સેરિસા ઉપર ગુજરેલી આક્તમાંથી ખચાવવા માટે આ મૂર્તિ અહી લાવવામાં આવી હોય એમ લાગે છે. અહીંની જમીનમાં દટાયેલી આ મૂર્તિ લગભગ સોએક વર્ષ પહેલાં જ પદ્માવતીની મેટ મૂર્તિ સાથે જ પ્રગટ થઇ હતી.
આ નવીન મ ંદિરની નજીકમાં લગભગ ના લૅંગ દૂર તપેાધન બ્રાહ્મણેાના વાસ આગળ એક ઊંચા ટીમે છે. શરૂઆતમાં અહીં ઘેાડું ખાદકામ કરતાં એક સુંદર પ્રાચીન જૈન મ ંદિરનાં શિખરો દેખાવા લાગ્યાં હતાં પણ ખાદ્યકામ અટકી પડયું ને તેના ઉપર ધૂળ ફરી વળી. જે કાંઈ ખાદકામ થયેલું છે તેમાંથી નાની નાની દેરીવાળાં શિખ, કુંભીએ, થાંભલાના પથ્થરા, શું ખજના નાના ટુકડાએ આમતેમ પડ્યા છે. એને ફરતી દેરીઆની પાછળનાં શિખરની વિવિધ આકૃતિએ પણ જોવાય છે. શિલાઓના ઢગલા અને પથ્થરોના અવશેષો પણ ઘણા પડેલા છે. એકંદરે વિસ્તારથી જોતાં લાગે છે કે ભૂગર્ભમાં રહેલું આ મ ંદિર ખાવન જિનાલયવાળું વિશાળ હશે.
લેાકેા પેાતાના ઉપયોગ માટે આ મંદિરના ઢગલામાંથી કે ટેકરામાંથી ખેાદીને પથ્થરો ઉપાય જાય છે. ગામના અજાર વચ્ચે એક મકાનના ખૂણામાં જૈન મંદિરની નાની દેરીનું શિખર ચાડેલું જોવાય છે. વળી, અહીંના તળાવના પગથિયાંના સ્તભ વગેરે માટે આ મદિરના શિખરના ઉપરના ભાગના ઉપયેાગ થયેલા દેખાય છે. એ જ રીતે તપેાધનાના વાસમાં ઘણાં ઘરેમાં આ મંદિરના પથ્થરો કામે લગાડયા હોય એમ જણાય છે.
અમદાવાદની નજીકમાં જ આવેલા આ પ્રાચીન કળામય ભગ્ન જિનાલયનું કરુણુ ગીત હજી સુધી કાઈ ધર્મપ્રેમીના કાને સંભળાયું નથી એ એછી આશ્ચર્યકારક ખીના ન લેખાય.
આ ગામ આજે તે નાનું છે પણ અસલ આ એક નગરી હતી. લેકે આને નળરાજાની નિષધનગરી ’હોવાનું કહે છે અને ગામ હાર ઉત્તર દક્ષિણ તરફ્ નળરાજા અને દમયંતીના ટીખા સામસામે હાવાનુ ખતાવે છે. એટલુ જ નહિ; અહીં જે અર્વાચીન મહાદેવનું મંદિર છે તેમાંનું શિવલિંગ નળરાજાના સમયનું છે એવી શેાધ અહીંના ગામડિયા
એએ કરી છે.
*