________________
c૮
જૈન તીર્થ સર્વસંગ્રહ સેરિસા નામ કેમ પડ્યું એ સંબંધે સં. ૧૫૬રમાં કવિવર શ્રીલાવણ્યસમયે રચેલા સેરિસાતીર્થસ્તવમાં કંઈક સૂચન મળે છે –
એ નવણ પાણી વિવર જાણી, ખાલ ગ તવ વિસરી અંતર એવડે સેરી સાંકડી, નયરી કહેતી સેરીસા-કડી
આ પદ્યમાં કડીની પાસે આવેલા સેરિસાને વનિ સૂચિત થાય છે, જે નગરની સાંકડી શેરીમાં આ જિનાલય આવેલું હતું, તેમાં ભગવાનને અભિષેક કરાવતાં એ સાંકડી શેરીમાં બધે પાણી ફેલાઈ ગયું અને તેથી લેકે એ સ્થળને શેરીસા” નામે કહેવા લાગ્યા હતા. આજે તે સપાટ મેદાન પર થોડાંક ખરડાં અને એક બાજુએ અર્બલિહ નવીન જિનપ્રાસાદ સિવાય કશું જોવા મળતું નથી. એ જ કવિ આ સ્થળના તેરમા સૈકા પહેલાંના પ્રાચીન નગરનું વર્ણન કરતાં કહે છે –
એ નગર મોટું, એક ખાટું, નહીં જિનપ્રાસાદ એ એ સંબધે સં. ૧૩માં રચાયેલા “વિવિધતીર્થકલ્પ”માં સેરિસામાં જિનપ્રતિમાઓ ક્યારે આવી અને મંદિર કયારે બંધાયું એની આખ્યાયિકા નૈધેલી છે તેને સાર એ છે કે, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિશાખાના શ્રીદેવેન્દ્રસૂરિજી એરિસા પધાર્યા ત્યારે તેમણે એક ટેકરામાંથી કઢાવેલી શિલામાંથી સોપારકના અંધ સલાટ પાસે એક દિવ્ય મૂર્તિ ઘડાવી. વળી, એક ખાણમાંથી બીજી વીશ પ્રતિમાઓ નીકળી આવી હતી અને શ્રીદેવેન્દ્રસૂરિજી આ નગરમાં મંદિર બંધાવવા માટે અધ્યામાંથી ચાર મોટી પ્રતિમાઓ લઈ આવતા હતા ત્યારે તેમાંની એક પ્રતિમા ધારાસેના (કદાચ માલવાનું “ધાર” હોય) ગામમાં રાખી અને ત્રણ પ્રતિમાઓને સેરિસામાં કરાવેલા ભવ્ય મંદિરમાં પધરાવી, એક થી મૂતિ ગૂર્જરનરેશ કુમારપાળે કરાવી આપી હતી. શ્રીજિનપ્રભસૂરિજીએ (સં. ૧૩૮૯ની આસપાસમાં) પ્રત્યક્ષ જોયેલી હકીકતને આલેખતાં તેઓ વર્ણવે છે કે આ બધી પ્રતિમાઓ સેરિસા ગામના જિનમંદિરમાં આજે પણ સંઘદ્વારા પૂજાય છે?
સં.૧૩૯૪માં શ્રીકસૂરિએ રચેલા “નાભિનન્દનજિદ્વાર પ્રબંધ”માં કહ્યું છે કે, નાદ્રગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજીએ સેરિસા તીર્થની સ્થાપના કરી. આ ઉપરથી લગભગ બારમા સૈકામાં આ તીર્થ સ્થપાઈ ચૂકયું હતું એમ કહેવામાં અતિહાસિક દૃષ્ટિએ બાધ નથી અને તેથી જ ઉપર્યુક્ત શ્રીજિનપ્રભસૂરિજીએ ચૌદમા સિકામાં જોયેલા એ તીર્થની હકીકત નોંધી છે. શ્રીજિનપ્રભસૂરિએ રચેલા એક “તીર્થયાત્રાસ્તેત્રમાં એરિસાની મૂર્તિઓ વિશે આ પ્રકારે ઉલ્લેખ છે –
રિયપુરતિયૅ જાનિબળે વિરચિં” આ બધી પ્રતિમાઓમાં મૂ. ના. ની પ્રતિમા વિશે એમ કહેવાયું છે કે–
લખ લેક દેખે, સહુ પેખે, નામ લેડણથાપના પ્રતિમાને ડોલતી જોઈને લેકેએ તેનું નામ “લેડણ પાર્શ્વનાથ” રાખ્યું હતું. બીજાના મતે એ મૂર્તિને એક પગ છ આલેખ્યું હોવાથી એવું નામ પાડવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા મતે એમ પણ કહેવાય છે કે, વેળથી બનાવેલી આ પ્રતિમા લોઢ જેવી કઠણ બની ગઈ તેથી એ “લોઢણ પાર્શ્વનાથ” નામે પ્રસિદ્ધિ પામી. આ બધા મત વિશે આજે કશે નિર્ણય કરી શકાય એમ નથી.
લગભગ ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનતિલકસૂરિએ રચેલી “તીર્થમાળામાં મૂ, ના. ની મૂર્તિનું વર્ણન કરતાં નેપ્યું છે :
સેરીસે પાસ છે કાય” અર્થાત–સેરિસામાં શ્રી પાર્શ્વનાથની મૂતિ ખૂબ ઊંચી અને ભવ્ય છે.
કવિવર લાવણ્યસમયના વખતમાં એટલે સં. ૧૫દર માં અહીં જિનમંદિર વિદ્યમાન હતું એ વિશે કવિ પિતે જ પ્રત્યક્ષ જોયેલું વર્ણન આ પ્રમાણે કરે છે –