________________
ઝીંઝુવાડા હિંસક લોકે ઘણું જીનો વધ કરે છે.” આ સાંભળી ગુરુજીએ ખંભાતના સંઘમાં પ્રતિષ્ઠિત અને રાજદરબારમાં માનવંતુ સ્થાન જોગવતા અરડકમલ એશવાલ એવા દેસલહશ સાજણસિંહ નામના ગૃહસ્થને બોલાવ્યા અને કોચરની વિનંતિ વિશે કંઈ થઈ શકે તે ધ્યાન આપવા સૂચવ્યું. એ જ સમયે સાજણસિંહે પિતાની લાગવગને ઉપયોગ કરી, સુલતાનનું ફરમાન મેળવ્યું અને કેચરને સરપાવ અપાવી, સમશેર બંધાવી, ત્યાંના બાર ગામને અધિકારી બનાવ્યું. તેણે અધિકાર હાથમાં લેતાંવેંત ૧ સલખણપુર, ૨ હાંસલપુર, ૩ વરૂાવલી, ૪ સીતાપુર, ૫ નાવિણ, ૬ બહિચર, ૭ હડ, ૮ દેલવાડુ, ૯ દેનમાલ, ૧૦ એઠેરૂ, ૧૧ કાલહરિ અને ૧૨ મીઠું ગામમાં અમારી પડહ વગડાવ્યું. એ જ દિવસથી બહુચરાજી વગેરેમાં થતી જીવહિંસા બંધ થઈ.
જો કે આ રાસમાં અહીંનાં મંદિર વિશે સૂચન નથી પરંતુ ચોદમાં સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા”માં “ સંતિ નિ રવિ સારે એ ઉલ્લેખ હોવાથી આ નગરમાં પાશ્વનાથ અને શાંતિનાથનાં બે દેવળે હતાં; એમ સ્પષ્ટ થાય છે.
માંડવગઢના મંત્રી પેથડકુમારે ચૌદમા સૈકામાં જુદા જુદા ગામનગરમાં મળીને ૮૪ જિનમંદિર બંધાવ્યાં તેમાં સલખણુપુરમાં પણ એક વાંધાવ્યું હતું એમ શ્રી મુનિસુંદરસૂરિચિત “ગુર્નાવલી થી જણાય છે. એ મંદિર ઉપર્યુકત બે મંદિરે પિકીનું હશે કે ભિન્ન એ જાણી શકાતું નથી પણ એ બે કે ત્રણ મંદિરે કે રાજકીય આતંકમાં નષ્ટ થઈ ગયાં હશે. આ સંબંધે પુરો આપતી આ ગામની સ્થાનિક માહિતી મળે છે કે, સં. ૧૮૪ કેઇ કેળી રાંતેજથી બે મતિએ ચેરીને અહીં લાવેલો, તે અહીંના શ્રાવકેએ ૧ મણ, ૫ શેર દાણ આપીને તેમની પાસેથી વેચાતી લઈ લીધી. તેમાંની એક મૂર્તિ અહીં રાખી અને બીજી મૂર્તિ ટુવડ ગામના શ્રીસંઘને આપવામાં આવી હતી. અહીં રાખેલી મૂર્તિ માટે દેરાસર બાંધવાનો વિચાર થતાં શ્રીસંઘે રાજકીય મંજૂરી મેળવી જૂનું ખંડેર જેવું મકાન વેચાતું લીધું. સં. ૧૮૪૯ માં એ જૂના ખંડેરને ખેદીને ઇંટે કાઢતાં તેમાંથી ભેંયરું નીકળી આવ્યું. એ ભોંયરામાંથી ૧૫૦-૨૦૦ જેટલી જિનપ્રતિમાઓ, કાઉસગિયા, કેટલાયે પરિકરે, દીવીએ, અંગલાછણ, એરસિ, સુખડ અને મંદિરનું શિખર વગેરે પુષ્કળ વસ્તુઓ મળી આવી હતી. એમાંનાં લગભગ ૨૦૦-૩૦૦ નંગ કદંબગિરિ લઈ જવામાં આવ્યાં અને બીજી કેટલીક વસ્તુઓ બહાર ગામ આપી દેવામાં આવી, આ હકીકત અહીંના પ્રાચીન મંદિરને પુરો આપે છે.
નવા મંદિરને પા નાખવામાં આવ્યું અને પ્રતિમા સ્થાપન કરવાગ્ય દેરાસરને શેડો ભાગ સં. ૧૮૭૬ માં તેયાર થ. સં. ૧૯૦૫ ના જેઠ વદિ ૮ ને દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આજે અહીં ત્રણ શિખરવાળું ભેચરાબંધી વિશાળ મંદિર ઊભું છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. મૂળ ગભારે, ભેંયરું અને ભમતીના ૨૫ ગોખલાઓમાં મૃતિઓ વિરાજમાન છે. એ પ્રાચીન મૂતિઓ પરના લેખે તપાસવામાં આવે તે અહીંનાં પ્રાચીન મંદિર અને તે તે સમયે શ્રાવકોની વસ્તી અને સ્થિતિનું અનુમાન કરવું સહેલ બને.
આજે અહીં શ્રાવકેનાં ૪૦ ઘરની વસ્તી છે અને ૨ ઉપાશ્રય છે.
૪૦. ઝીંઝુવાડા ,
(કેષ્ઠા નંબરઃ ૧૧૫૫) આ ગામ પ્રાચીન છે. એનું પ્રાચીન નામ ઝીંગપુર અને ઝંઝપુર હતું. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ આ ગામના જંગલમાં ઝુંઝા નામના રબારીને ત્યાં થયું હતું, તેથી સિદ્ધરાજે એ રબારીના નામે આ ગામ વસાવ્યું. ઝાલાવંશવારિધિ” ના કથન મુજબ : સિંધમાંથી સર્વનાશ થયા પછી આવેલા મકવાણું કુલના ઝાલા ક્ષત્રિયને
૧. “ઐતિહાસિક રાસ સંગ્રહ” ભા. ૧, પૃ. ૧-૧૨, ૨. “જેન સત્યપ્રકાશ” વર્ષ: ૧૭, અંકઃ ૧.