________________
વામજ
યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવવા લાગ્યા. પ્રાચીન મૂર્તિઓને મહિમા વધતે જ જોઈ અમદાવાદ જેવું શહેર નજીક હોવાથી, સ્ટેશન પાસે જમીન વેચાતી લઈ દેરાસર બંધાવવાની શરૂઆત કરતાં શેઠ જેઠાલાલ દીપચંદનાં ધર્મપત્નીએ ચાલીસ હજાર રૂપિયા આપ્યા ને શ્રીસંઘના દ્રવ્યથી આ ભવ્ય જિનાલય તૈયાર થયું. સં. ૧૯૭૪ના વૈશાખ સુદિ ૬ ના દિવસે પ્રગટ થયેલ શ્રીમહાવીર ભગવાનની પ્રતિમાની મૂ, ના. તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી.
સં. ૧૧ માં અહીંના એક ટેકરાને ખોદતાં પાંચ મૂર્તિઓ નીકળી હતી, જે આ મંદિરમાં પધરાવવામાં આવી છે. ધીમે ધીમે આ સ્થળ તીર્થધામ બની ગયું છે.
આ મંદિરથી બે ફલીંગ દૂર પાનસર ગામ આવેલું છે. ત્યાં પણ ઘૂમટબંધી એક નાનું શ્રીધર્મનાથનું ચિત્ય છે, જેમાં ભગવાનની બાર આંગળની આરસની એક પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે.
આ ગામની આસપાસનાં મકાને અને વાવડીઓ વગેરે જોતાં આ ગામ પહેલાં આબાદ હશે એમ લાગે છે. થોડા સમય અગાઉ અહીંથી બીજી કેટલીક મૂતિઓ નીકળી આવી છે તે ગામના મંદિરમાં પધરાવી છે.
૩૨. વામજ
(કઠા નંબર ૧૦૮૬) સેરિસાથી ૪ માઈલ દર વામજ નામનું ગામ છે.
સં. ૧૯૭ના માગશર વદિ ૫ને રોજ પાટીદાર મહોલ્લાના એક કણબીના ઘર પાસે ખોદતાં જૈન પ્રતિમાજી નીકળી આવ્યાં. આ પ્રતિમાને એરિસા લઈ જવાને ખૂબ પ્રયત્ન થયે પરંતુ ગામના લોકોએ લઈ જવા ન દીધાં. તેમણે અહીં મંદિર બંધાવીને એ પ્રતિમા પધરાવવાને આગ્રહ કર્યો. આખરે ગામ બહાર હનુમાનજીના મંદિરની ધર્મશાળામાં એક એરડી કરાવી એ મૂર્તિને ત્યાં સ્થાપન કરવામાં આવી.
આ મૂતિ સિવાય બીજી મૂર્તિઓ પણ મળી આવી હતી. તેમાં ચાર કાઉસગિયા, ખંડિત થયેલા બે ચામરધર ઇઢો. એ ઇદ્રાણીઓ, સફેદ આરસની એક ખંડિત મૂર્તિ, જેના ઉપર સં. ૧૫૫૩ને લેખ છે અને સફેદ આરસના પરિકરની એક ગાડી વગેરે નવ-દશ નંગ હતાં. કહેવાય છે કે અહીં પહેલાં એક જિનમંદિર હતું અને તેને સેરિસા સુધી ભેચરું હતું. મુસ્લિમકાળમાં આ બધું વેરવિખેર થઈ ગયું.
અહીંના મહાદેવના મંદિરમાં જૈન અવશેના ટુકડાઓ ચણી લીધેલા જોવાય છે. તેમાં મૂળ ગભારા ઉપરના ભાગમાં પરિકરને એક ટુકડો ચણેલે છે, જેમાં ઉપરના ભાગમાં બે નાની બેઠેલી તીર્થકર મતિઓ છે અને એક ગોખલાની ઉપરનો ટુકડે છે, જેમાં ઉપરના ભાગમાં બે હાથી અને છત્રધર દેખાય છે. ઝીણવટથી જોવામાં આવે તો આખર મહાદેવ મંદિર જૈન મંદિરની સામગ્રીમાંથી ઊભું થયું હોય એમ જણાઈ આવે. ત્યાંના વૃદ્ધો કબૂલ કરે છે કે, ત મંદિરના ખંડિયેરના પથ્થરે તેમજ આરસના ટુકડાઓમાંથી ચૂને બનાવીને આ શિવાલય બાંધવામાં આવ્યું છે.
કવીશ્વર લાવણ્યસમયે સં. ૧૫૬૨માં અહીં રહીને “આયણ વિનતિ” નામની ગુજરાતી કવિતાકૃતિ રચી હતી. તેમાં તેઓ આ પ્રકારે ઉલેખે છે – “સંવત પનારે બાસદે અલસર, આદિસર સાખિ તે; વાજમાંહે વીનવ્યે સીમંધર રે, દેવદન દાખિ તે.
આ ઉપરથી જણાય છે કે સેળમા સૈકામાં અહીં શ્રી આદીશ્વરનું મંદિર હતું અને તેમાં શ્રી સીમંધર જિનની મૂર્તિ હતી.
આજે અહીં નવીન જિનમંદિર બાંધવામાં આવ્યું છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૨ના વૈશાખ સુદિ ૧૩ને દિવસે શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય શ્રીવિજદયસૂરિજી હસ્તક થયેલી છે.