________________
૬૩
વડનગર પાટણથી વાયવ્ય તરફ દેઢક માઈલના અંતરે શેખ ફરીદની દરગાહ આવેલી છે, તેમાં દરગાહ માટેના આવશ્યક ફેરફાર થયા છે પરંતુ સભામંડપના જૂના થાંભલાઓ, ઘૂમટ અને છતનું શિલ્પ મૂળ ૧૧મી સદીની જેમ સ્થાપત્યશૈલીનું જણાય છે.
શહેરની દક્ષિણે કેટ પાસે તૂટેલી હાલતની એક ઈમારત શેખ ધની મરિજદના નામે જાણીતી છે. તેમાંના થાંભલાઓ અને બીજું શિલ્પ પ્રાચીન જૈન મંદિરનું જણાય છે. પ્રાચીન અને સુધારેલ ભાગ તદ્દન જુદા તરી આવે છે.
વળી, મધ્યકાલીન પ્રવાસીઓના વર્ણન ઉપરથી જણાય છે કે, અહીં એક જામી આદીના મસ્જિદ હતી. અલપખાને એક વિશાળ જૈન મંદિરને દવંસ કરી એ સ્થળે એ બંધાવી હતી. તેમાં ૧૦૫૦ થાંભલા હતા. તેને વિસ્તાર ૪૦૦૪૩૫૦ ફટને હતે. ગુજરાતની આ મેટી મરિજદને મરાઠાઓએ તદ્દન નાશ કરી નાખે. આમાં વપરાયેલી થાંભલા વગેરેની સામગ્રી અહીંના દેવંસ કરેલા જૈન મંદિરની હતી.
આ સિવાય બીજી મસ્જિદનું અવલોકન કરીએ તે આવી ઘણી હકીકતે પ્રગટમાં આવે અને પ્રાચીન પાટણની ભવ્યતાની કંઈક ઝાંખી કરી શકાય.
૩૦. વડનગર (ઠા નંબર: ૧૦૬૮–૧૯૭૨)
વડનગર ગુજરાતનું અતિપ્રાચીન નગર છે. પુરાણે પણ આ નગરની પ્રાચીનતાની સાખ પૂરે છે; પુરાણોએ એને વિવિધ નામ આપ્યાં છે. આનંદપુર, ચમત્કારપુર, મદનપુર વગેરે નામે હાલના વડનગરના પ્રાચીન સ્થળને જ નિર્દેશ કરે છે. આ નગર સાથે જૈનધર્મને સંબંધ પણ પ્રાચીનકાળથી છે. જેનગ્રંથ મુજબ આનું પ્રાચીન નામ આનંદપુર અને વૃદ્ધનગર હતું.
જેના કલ્પસૂત્ર' નામના પવિત્ર આગમ ગ્રંથની શ્રાવકે સમક્ષ વાચનાને આરંભ આ સ્થળે થયે હતે. એ વાચન ક્યા આચાર્યે શરૂ કરેલી એ વિશે કથાગ્ર એકમત નથી પરંતુ જે રાજવી સાથે આ ક૫વાચનાની ઘટના સંબંધ ધરાવે છે એનું પ્રમાણ આ શ્લેક પૂરું પાડે છે –
" वीरात् त्रिनन्दाङ्कशरद्यचीकरत् (९९३) त्वच्चैत्यपूते ध्रुवसेनभूपतौ ।
यस्मिन् महे संसदि कल्पवाचनामाद्यां तदानन्दपुरं न कः स्तुते ! ॥" –આનંદપુરના ચિત્યથી પવિત્ર થયેલા ધ્રુવસેન રાજાની સમક્ષ વીરનિ. સં. ૭ (વિ. સં. પર૩)ના જે મહત્સવમાં એકઠી થયેલ રાજસભામાં “કલ્પસૂત્ર'ની પહેલવહેલી વાચના થઈ તે આનંદપુરની કે પુરુષ સ્તતિ ન કરે?
પરંપરા કહે છે કે ધ્રુવસેન રાજાના પુત્રના મરણથી એકઠી થયેલી શેકસભાને સાંત્વના આપવા માટે એ સમયના સમર્થ જૈનાચાર્ય શ્રીધનેશ્વરસૂરિએ “કલ્પસૂત્ર” વાંચી સંભળાવ્યું હતું.'
ગૂર્જરનરેશ કુમારપાલે વડનગરમાં સં. ૧૨૦૮માં ભવ્ય કિલ્લે બંધાવ્યું છે, જેના દરવાજાના તરણેની શિલ્પકલા તે આજે ગુજરાતની પ્રાચીન શિલ્પકલાના સર્વોત્તમ નમૂનારૂપ ગણાય છે.
સં. ૧૫ર૪ માં શ્રી પ્રતિષ્ઠા સામે રચેલા “સમસોભાગ્ય કાવ્યમાં વર્ણન છે કે-વૃદ્ધનગર (વડનગર ) માં સમેલા નામનું તળાવ છે અને જીવંતસ્વામી તથા વીરના બે વિહારે નગરની શોભારૂપ છે. આવા પવિત્ર સ્થળમાં દેવરાજ, હેમરાજ અને ઘટસિંહ નામના ત્રણ ભાઈઓ શ્રીમંત હતા. તેમાંના શ્રેષ્ઠી દેવરાજે ભાઈઓની સમ્મતિથી
૧. “જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૧૪૬.