________________
૫૮
જૈન તીર્થ સર્વસંગ્રહ વિશે રાજાના મનમાં કંઇક વિપરીત ભાવ ઉત્પન્ન થતાં પિતાનું સ્વમાન જાળવવા તે આબુ પાસેની ચંદ્રાવતી નગરી તરફ ચાલે ગયે. પ્રતાપી વિમલના આવવાના સમાચાર મળતાં જ ચંદ્રાવતીને પરમાર રાજ ધંધુક તેના ભયથી પિતાની રાજધાની છોડી ચિતોડના કિલ્લામાં માલવાના ભેજરાજના આશ્રયે નાસી ગયે. વિમલે એ રાજ્યની લગામ હાથ કરી અને ત્યાંના રાજા જે અધિકાર મેળવ્યું. એ સમયે પાટણની પ્રજાના આ માન્યપુરૂષના પગલે કેટલાયે શ્રેણીઓ કઇ સાથે ચંદ્રાવતીમાં નિવાસ કરવા ચાલ્યા ગયા. પાછળથી પિતાની ભૂલને પસ્તા કરતા ભીમદેવે વિમળ સાથે સમાધાન કર્યું અને તેની સાથે મિત્રીસંબંધ ચાલુ રાખે એટલું જ નહિ તેને સ્વતંત્ર રાજા તરીકે સન્માન્ય હતે. વિમલે આબુ ઉપર ખીચખીચ કેરણીભર્યા કળામય “વિમલવસહી” નામના મંદિરને બંધાવી ગુજરાતની કળાસમૃદ્ધિને અજોડ નમૂને સં. ૧૦૮૮માં ઊભું કર્યો.
કર્ણદેવ અને જયસિંહ મહારાજાએ ટાવી ગામના મંદિરને એકેક ક્ષેત્રનું દાન આપેલું તેનાં બે તામ્રપત્ર મળી આવ્યાં છે, જે અમે ગાંભુ ગામના વર્ણનમાં ટિપ્પણીમાં નોંધ્યાં છે. - સિદ્ધરાજના સમયમાં સજન નામના દંડનાયકે સૈારાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજ ગિરનાર પરના શ્રી નેમિનાથ પ્રાસાદના સં. ૧૧૮૫માં કરાવેલા જીર્ણોદ્ધારમાં વાપરી નાખવાથી સિદ્ધરાજ રેષે ભરાયે પણ ત્યારે સિદ્ધરાજ ગિરનાર પર આ અને આવું રમણીય મંદિર કર્ણવિહાર એવા પિતાના પિતાના નામથી અંકિત થયેલું જોયું ત્યારે પ્રસન્ન થયેલા રાજવીએ એ તમામ ખર્ચ રાજખજાને ધાવવાનો આદેશ કર્યો. જો કે સજજને પહેલેથી જ વમનસ્થલીના એક જૈન શ્રેષ્ઠી પાસેથી જીર્ણોદ્ધારના ખર્ચને વ્યાજ સાથે પ્રબંધ કરી રાખ્યું હતું. સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શ્રીદેવસૂરિએ વાદ કરી જય મેળવવાથી સિદ્ધરાજે તેમને “વાદી” બિરૂદથી નવાજ્યા હતા. શ્રી હેમચંદ્રાચાર્ય તે સિદ્ધરાજના પરમ ઉપાસ્ય ગુરુ બની ચૂક્યા હતા, એટલું જ નહિ તેઓ એક રાજગુરુ તરીકે ખ્યાતિ પામ્યા હતા. કુમારપાલે પિતાનો કુળધર્મ છોડી શ્રી હેમચંદ્રસૂરિ પાસે સં. ૧૨૧૬માં શ્રાવકનાં બાર ત્રત અંગીકાર કર્યા તેથી તે પરમહંત બની ચૂક્યો હતો. તેણે જુદે જુદે સ્થળે નાનાં મોટાં કુલ ૧૪૦૦ જિનમંદિર બંધાવ્યાં હતાં. આ સમય સુધીમાં જૈનધર્મ પોતાની સેળે કળાએ ખીલી ઊઠયો હતો.
કુમારપાલ પછી અજ્યપાલનાં ત્રણ વર્ષ જૈનધર્મ માટે કટોકટીનાં હતાં. રાજ્યની અવનતિનાં બીજ એ સમયે રોપાયાં. અજયપાલે પિતાની અદ્દરદર્શિતાથી જેને સાથે પ્રત્યાઘાતી વલણ દાખવ્યું. જેને રાજકર્મમાંથી નિવૃત્ત થવા લાગ્યા. તેણે કપર્દિ જેવા જેન મંત્રીને નાશ કરાવ્યું. શ્રી હેમચંદ્રસૂરિના પટ્ટશિષ્ય શ્રી રામચંદ્રસૂરિને કનડગત કરી તેમનાં ને કઢાવી મંગાવ્યાં, આથી સ્વતંત્ર પ્રકૃતિના એ સૂરિવરને આત્મઘાત કર પડ્યો. કેટલાયે જૈન મંદિરને એણે ધરાશાયી કરી નાખ્યાં. આવા જુલમી રાજનું તેના એક નોકરના હાથે જ ખૂન થયું.
એ પછી બીજા ભીમદેવના (સં. ૧૨૩૪ થી સં. ૧૨૯૮) સમયમાં વસ્તુપાલ-તેજપાલ નામની બંધુબેલડીએ ગુજરાતના ડગમગતા સિંહાસનને સ્થિર કરી પ્રતાપી યશ પ્રાપ્ત કર્યો. એ જ કારણ છે કે, તેઓ એ સમયમાં ચક્રવતી કરતાંયે વધુ યશસ્વી લેખાયા છે. તેમણે અનેક સ્થળે અને પાટણમાં પણ કેટલાંયે મંદિર બંધાવી, જીર્ણોદ્ધાર કરી ગુજરાતની સ્થાપત્યકળાને વધુ લાક્ષણિક બનાવવામાં વિશિષ્ટ ફળ આપે છે.
રાજાઓ અને મંત્રીઓની માફક જેને શ્રીમંતોએ મહેલ્લે મહોલ્લે અને પિતાની અટ્ટાલિકાઓમાં પણ જૈન મંદિરે કરાવ્યાં હતાં.
શ્રી. સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં (કુમારપાલના મરણ સં. ૧૨૨૯ પછી બારમા વર્ષે)સિદ્ધપલની વસતિમાં રહીને “કુમારપાલ પ્રતિબંધ” ર, તેમાંની હકીક્ત મુજબ જ્યારે હેમચંદ્રસૂરિએ પાટણમાં પ્રવેશ કર્યો ત્યારે ૧૮૦૦ કોટિધ્વજ શેઠિયાઓ એ પ્રવેશમહોત્સવમાં એકઠા થયા હતા. તેમની પાંચ-સાત માળની હવેલીઓ ઉપર જેટલા લાખ દ્રવ્ય તેની પાસે હોય તેટલા દીવા પ્રગટેલા જોવાતા. આ ઉપરથી પાટણના જેન શ્રીમંતોની સ
ના જેન શ્રીમંતોની સંખ્યા અને સમૃદ્ધિને ખ્યાલ આવી જાય છે. વળી, અણહિલપુરને ઘેરા બાર ગાઉને હસે, ૮૪ ચોક અને ૮૪ બજારે હતા. સેનારૂપાના
શ્રીરામચંદ્રસૂરિના વિશેષ પરિચય માટે જુઓઃ પં. લાલચંદ ગાંધી સંપાદિત “નલવિલાસ નાટક 'ની સંસ્કૃત પ્રસ્તાવના (વડોદરાગાયક્વાડ એરિયંટલ સિરીઝ).