________________
- શંખેશ્વર,
સિદ્ધરાજ જયસિંહના મંત્રી સાજન શેઠ, જેમણે ગિરનાર ઉપર સં. ૧૧૮૫માં જીર્ણોદ્ધાર કરાવ્યો છે, તેમણે જ અહીં મંદિર જીર્ણ થતાં અને જમીનમાંથી મૂર્તિ પ્રગટ થતાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથના જીર્ણોદ્ધારરૂપે સં. ૧૧૫૫માં નવું મંદિર નિર્માણ કરાવ્યું. એ સંબંધી જે કે લેખ મળી આવતા નથી પરંતુ જેન ગ્રંથમાંથી એ સંબંધી પ્રામાણિક નેંધ મળે છે. આ મંદિરનિર્માણ વખતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને ગુરુવર શ્રીદેવચંદ્રસૂરિ ઉપસ્થિત હતા; એ ઉલ્લેખ પણ મળે છે.
સામાં ઉત્તર તરફ
એ પછી ગુર્જરનરેશ ભીમદેવ બીજાના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શ્રીવર્ધમાનસૂરિના મુખથી શંખેશ્વરતીર્થનું માહામ્ય સાંભળી જીર્ણ થયેલા મંદિરને નવાજેવું બનાવી, તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ ઉપર સેનાના કળશે ચડાવ્યા હતા. સં. ૧૨૮૬ની આસપાસ આ જીર્ણોદ્ધાર થયે હશે.
ત્રીજો ઉદ્ધાર ઝીઝુવાડાના રાણા દુર્જનશલ્ય સં. ૧૩૦૦ની આસપાસ કરાવ્યો હતો. આ ઉદ્ધાર સમયે મંત્રી વસ્તુપાલ-તેજપાલ પણ વિદ્યમાન હતા. સંભવ છે કે વસ્તુપાલ-તેજપાલના ઉદ્ધાર પછી તરત જ રાજકાંતિમાં આ તીર્થ સપડાઈ ગયું હોય ને રાણા દુર્જનશલ્ય તેને ઉદ્ધાર કરાવ્યો હોય.
એ પછી તે ચૌદમી શતાબ્દીમાં અલાઉદ્દીનનાં ધાડાંઓથી આ તીર્થને સંપૂર્ણ નાશ થયે ને શ્રીસંઘે મૂળ ના ની મૂર્તિને જમીનમાં ભંડારી દીધી.
ઉપર્યુક્ત મંદિર શંખેશ્વર ગામની બહાર હશે. આજે પણ શંખેશ્વર ગામથી ચંદરના ભાગે લગભગ ના માઈલ દૂર જતાં દટાઈ ગયેલા મકાનની ટેકરી જોવાય છે. જૂનું શંખેશ્વર ગામ પણ એ તરફ હતું.
આજે નવા મંદિરની સામે જે દેરાસરનું ખંડિચેર ઊભું છે તે શ્રીવિજયસેનસૂરિજીના ઉપદેશથી બંધાયું હતું. જો કે એ સંબંધે ચંના ઉલેખ સિવાય કેઈ લેખ મળતો નથી. પરંતુ વિ. સં. ૧૬૨૮ થી ૧૬૭૨ સુધીના કઈ સમયે આ મંદિર બંધાયું હશે.” ગંધારનિવાસી માનાજી નામના શ્રાવકે એ બંધાવ્યું હતું. આ મંદિર શિખરબંધી, મળ ત્રણ ગભારા, ગૂઢમંડપ, સભામંડપ અને બાવન જિનાલયયુક્ત બનેલું હતું. દેરીઓમાં ઉત્તર તર છે. દક્ષિણ તરફ બે અને પૂર્વ તરફ એક-એમ કુલ પાંચ મોટા ગભારા (ભદ્રપ્રાસાદ), તથા ૪૪ દેરીઓ બનેલી હતી. ગભારા અને દેવીઓ ઉપર શિખર બનેલાં હતાં. આવું સુંદર મંદિર પણ કાળની વિચિત્રતાને ભેગા થઈ પડયું. પૂરાં એંસી વ પણ એ મંદિર ભાગ્યે જ વિદ્યમાન રહ્યું હશે. એ પછી આ નવીન મંદિર અહીં બનાવવામાં આવ્યું - શાહજહાં બાદશાહે ઈ. સ. ૧૯૫૬-૫૭માં શંખેશ્વર ગામને ઈરે અમદાવાદના નગરશેઠ શાંતિદાસને રૂા. ૧૦૫૦૭થી આપ્યાનાં બે શાહી ફરમાને પ્રસિદ્ધ થયાં છે."
સં. ૧૮૯૧માં જેસલમેરથી બાફણગેત્રના શેઠ ગુમાનચંદ બહારમલ્લ આદિ પાંચ ભાઈઓએ શત્રુંજયનો સંઘ કાઢો, જેમાં ૨૩ લાખ રૂપિયાને ખરચ થયે હતું, તેમણે બીજું તીર્થોના યાત્રા પ્રસંગે શંખેશ્વરની યા હતી. આથી જણાય છે કે ૧૯મી સદીમાં પણ અહીં જેનમંદિર હયાત હતું.
અહીં નાની–મેટી છે જેન ધર્મશાળાઓ છે. જેન ઉપાશ્રય, જેન ભોજનશાળા અને કારખાનુ–પેઢી વગેરે છે. યાત્રાશુઓ માટે સંપૂર્ણ સગવડ મળે છે.
અહીં ૧ ચિત્રી પૂનમને, ૨ કાર્તિકી પૂનમને, ૩ પિષદશમીને–એમ ત્રણ મોટા મેળા ભરાય છે. આ દિવસોમાં યાત્રાળુઓ ખૂબ પ્રમાણમાં આવે છે.
૧-૨. આ સંબંધી ઉલેખો જુદાં જુદાં સ્તોત્રોમાં આપેલા છે એ માટે જુએ: “શંખેશ્વર મહાતીર્થ ” પ્રથમપત્તિમાં સ્વતિ તેત્રાદિ સંગ્રહ.
૩. “જગચરિત' સર્ચ ૬. ૪. “ગુજરાતનાં અતિહાસિક સાધન' ભા. ૧-૨, પૃ. ૨૨૦. 4. Imperial Mughal Farmans in Gujrat' no. 13, 14.