________________
પર
જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૫. મુંજપુર
( હેઠા નંબર ૯૧૪-૨૧૫) શંખેશ્વરથી ઈશાન ખૂણામાં દા માઈલ દૂર સુંજપુર નામે મોટું ગામ છે. મુંજરાજાએ સં. ૧૩૦૧ માં આ ગામ વસાવ્યું છે. સોમસોભાગ્યકાવ્યથી જણાય છે કે, મંજિગનગરને મૂંટ નામના શ્રેષ્ટીએ ધાતુની અસંખ્ય
વીશીનાં બિબો ભરાવ્યાં અને શીસેમસુંદરસૂરિને હાથે (પંદરમા સૈકામાં) તેની પ્રતિષ્ટા કરાવી. આમાં ઉલ્લેખાયેલું મંજિગનગર એ જ શું મુંજપુર હશે? મુંજપુર હોય તે પંદરમા સૈકામાં અહીં મંદિર હોવાનું માની શકાય.
સં. ૧૬૪૩ માં રચાયેલી પાટણ ત્યપરિપાટીમાં અહીં ત્રણ મંદિરો હોવાનું જણાવ્યું છે. સં. ૧૯૬૬ સુધી જોટીંગા પાર્શ્વનાથ ભગવાનનું અહીં દેવળ હતું. આજે અહીં બે મંદિરે છે. ત્રીજું મંદિર ક્યારે નાશ પામ્યું એ સંબંધે અહીં થયેલી એક સંગ્રામઘટના ઉલ્લેખ્યા છે જેમાં આ મંદિર નાશ પામ્યું હોય.
અહીં એક વિશાળ કિલ્લે હતો, પરંતુ ઓરંગઝેબના રાજકાળમાં એટલે સં. ૧૭૧૫ થી ૧૭૬૪ વચ્ચેના કેઈ વર્ષમાં તેની આજ્ઞાથી અમદાવાદના સૂબાએ આ કસબાના ઠાકોર સરદાર હરણસિંહને તાબે કરવા મુંજપુર ઉપર જ એકલી એ કિલ્લો તોડી પાડ્યો હતે. હમીરસિંહ પણ આ લડાઈમાં ખપી ગયું હતું. એ સમયમાં જ શંખેશ્વરના મંદિરને પણ તેડી પાડવામાં આવ્યું હતું
અહીંનાં બે મંદિરે પિકી એકમાં મૂડ ના શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથ તેમજ બીજમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાન છે. એક મંદિર શિખરબધી, મોટું બે મજલાનું છે. બંનેને જીર્ણોદ્ધાર હાલમાં જ થયે છે.
અહીં શ્રાવકોનાં ઘર ૨૨ છે. એક ઉપાશ્રય અને એક ધર્મશાળા ૫ણ છે.
૨૬. પંચાસર
(ઠા નંબર : ૯૧૯) રાધનપુર રાજ્યમાં પંચાસર નામનું ગામ છે. એના સીમાડાને વધતી રૂપેણ નદી આડી પડી છે. એક વખત એનાં ઊંડાં અતલ પાણ ગામને ઘેરી વળ્યાં હતાં ને પ્રાચીન પંચાસરને ધોઈ નાખ્યું હતું. આજનું પંચાસર નવેસર વસ્યું છે.
ગામમાં એક નવું જિનમંદિર છે. તેમાં મૂ૦ ના શ્રી મહાવીરસ્વામી ભ. છે. ત્રણ ગભારા માથે ત્રણ ઘુમટે, રંગમંડપ અને ચોકીના બે ઘૂમટો મળીને પાંચ ઘૂમટોવાળું વિશાળ ને ભવ્ય મંદિર છે. આમાં શ્યામ આરસની મનોહર કાઉસગિયા મતિ દર્શનીય છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૬૨ ના શ્રાવણ સુદિ ૧ને રોજ થઈ છે.
ગામના ઝાંપામાં જૂનું પડી ગયેલું એક દેરાસર છે. જો કે ગભારે, મંડપ, ત્રણ શિખરે વગેરે ભાગ હજી સુધી કાયમ છે. ખાલી રહેવાથી શેડે ભાગ પડી ગયે છે ને બાકીને ભાગ જીર્ણ થયેલ છે. આ મંદિરની મૂર્તિઓ લાવીને નવા મંદિરમાં પધરાવવામાં આવી છે.
જૂનું પંચાસર આ તરફ વસેલું હશે એમ એ જમીનમાં છવાયેલા અવશેષથી જાણી શકાય છે. આત્મસમર્પણ કરનારા કેટલાક વીર માનવીઓના પાળિયાઓ પાદરમાં ઊભા છે. પ્રતાપી જયશિખરીની દેરી એની વીરતાનાં ગીત સંભળાવી રહી છે. જુના સિક્કાઓ પણ અહીંથી જડી આવે છે. તળાવ તરફના મોટા ટીંબાઓ કેઈક પ્રાચીન અવશેના શેાધકની રાહ જોઈ રહ્યા છે.
પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાના પિતા જયશિખરીની રાજધાનીને આ નગર હતું. વનરાજન આયન અહી: વીત્યું હતું. શ્રી શીલગુણસૂરિ અને તેમના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિએ તેને અહીં આશરેસે આ હતો એ ઉપકારની યાદમાં વનરાજે અહીં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. અહીંના મૂળ ના.ની મૂર્તિ પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં