________________
જૈન તીર્થ સર્વસંગ્રહ એ પછી શાંતિભદ્રસૂરિ અને તે પછી પૂર્ણભદ્રસૂરિ થયા. તેમણે સં. ૧૦૮૪ની ચૈત્રી પૂર્ણિમાએ શ્રીત્રાષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી. આ બિંબ રાજા રઘુસેને લક્ષ્મીની ચંચળતા જાણી ગુરુઉપદેશથી કરાવ્યું.
- આ લેખ ઉપરથી આપણને થેડીક ઐતિહાસિક વિગતે જાણવાનું મળે છે તે એ કે થીરાપદ્રગ૭ શ્રીવટેશ્વર નામના આચાર્યથી પ્રસિદ્ધિમાં આવ્યું. બીજું શ્રીપૂર્ણભદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થયેલા રઘુસેન રાજાએ સં. ૧૦૮૪ માં શ્રી આદિનાથ બિબ કરાવ્યું.
આ રઘુસેન રાજા ક્યા હશે અને એણે આ સિવાય બીજાં ધાર્મિક કાર્યો શું કરાવ્યાં હશે એ જાણવાને કશું સાધન નથી. પરંતુ આ હકીકત એના જૈનધર્મ–સ્વીકારને પુરા રજૂ કરે છે. આ પરિકર રામસેન્યપુરના મંદિરમાં જ પ્રતિષ્ઠિત થયેલું હોય તે આ રાજા રામસૈન્યને જ હશે.
અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા શ્રી અજિતનાથ ભગવાનના જિનમંદિરની ભમતીમાં જતાં પહેલી ઓરડીમાં શ્રી અજિતનાથ ભગવાનની માનુષી આકારની સં. ૧૧૧૦ ની સાલના લેખવાળી જિનપ્રતિમાની પ્રશસ્તિની પાંચમી પંક્તિમાં “રઘુનનિનમને આ ઉલ્લેખ જોવામાં આવે છે. આ ઉપરથી એ રામસેનનું મંદિર ઘુસેન રાજાએ બંધાવ્યું હતું જેમાં આ મૂર્તિ પણ પધરાવેલી હશે અને ત્યાંથી કઈ સમયે અમદાવાદ લાવવામાં આવી હશે એવું અનુસંધાન કરી શકાય.
સંભવ છે કે, પં. શ્રી શીતવિજયજીએ “તીર્થમાળા”માં ઉપર્યુક્ત ઉલેખેલી આદિનાથની પિત્તલમય પ્રતિમા આ પરિકરની હોય. અહીંના મંદિરમાંની એક ધાતુપ્રતિમા ઉપર આ પ્રકારને બીજો પ્રાચીન લેખ સાંપડે છે –
"संवत् १२८९ वर्षे वैशाख वदि १ गुरौ वा. राजसिंघस्तयोः सुतकेल्हणभ्रानुर्वा(तृया)ग्भटप्रभृतैः कारिता प्रतिष्टिता पू० જૂ રોને II”
–સંવત ૧૨૮૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાજસિંહના પુત્ર કેલ્ડણ અને તેના વાગભટ વગેરે ભાઈઓએ આ પ્રતિમા ભરાવી અને તેની પં. શ્રીપૂર્ણ કળશસૂરિએ પ્રતિષ્ઠા કરી.
આ બધા પ્રમાણે રામસૈન્યની પ્રાચીનતા ઉપર પૂરે પ્રકાશ પાથરે છે.
૧૬. થરાદ
| (કેઠા નંબર : ૮૦૦ ) ડીસાથી ૩૬ માઈલ દૂર થરાદ નામે અતિપ્રાચીન ગામ છે. આનાં પ્રાચીન નામે થિરપુર, થિરદિ, થરાદ્ધ, ચિરાપદ્ર વગેરે હેવાનું જણાય છે. કહેવાય છે કે વિ. સં. ૧૦૧માં થિરપાલ ધરુએ આ ગામ પિતાના નામે વસાવ્યું હતું. થિરપાલ ધરની કહેન હરએ ઘેરાલીંબડીના ૭૫ ફીટ ચેરસ મેદાનમાં ૧૪૪૪ સ્તંભયુક્ત ભવ્ય બાવન જિનાલય
તું જેને આજે પત્તો નથી. આ સ્થળની જમીન ખોદતાં જિનમંદિરના પથ્થરે, ઈટા વગેરે નીકળી આવે છે એ ઉપરથી જણાય છે કે જેને પત્તો નથી તે મંદિર આ સ્થાનમાં દટાયેલું હોવું જોઈએ. વાવ ગામમાં શ્રીઅજિતનાથ ભગવાનની ધાતુમય પ્રતિમા મુસ્લિમ આક્રમણના ભય વખતે જે અહીંથી મેકલવામાં આવેલી તે આ જ મંદિરની હોવાનો સંભવ છે. એ મૂર્તિની પ્રતિષ્ઠા થિરપુર વસ્યા પછી વિ. સં. ૧૩ની શ્રાવણ અમાવાસ્યાને બુધવારના રેજ થઈ હતી. હાલ આ મૂર્તિ વાવન જિનમંદિરમાં મોજુદ છે. તેની ઊંચાઈ૩૧ ઈંચ છે. મૂર્તિ રમણીય ને પ્રભાવક છે.
વિકમની સાતમી શતાબ્દી સુધી થિરપાલ ધરના વંશજોએ અહીં રાજ્ય કર્યું છે. એ પછી નાલના ચૌહાણેની છા પેઢીએ રાજ્ય કર્યું અને મહમ્મદ શહાબુદ્દીન ઘોરી તેમજ કુતબુદીન ઇબરે સને ૧૧૭ થી ૧૨૦૬માં અહીં ભારે આક્રમણ કર્યું, તેમાં છેલ્લા ચોહાણુ રાજા પાજી રાણા મરાયા અને સુલતાની મુસલમાનેએ આ જાગીર પર અધિકાર જમા.