________________
રામસેન
- શ્રી. મુનિસુંદરસૂરિએ રચેલી “ગુર્નાવલીમાં ઉલ્લેખ છે કે, “વિ. સં. ૧૦૧૦માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી. સર્વદેવસૂરિએ આઠમા તીર્થંકર શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.” .
સં. ૧૦૧૦ થીયે પહેલાં અહીં જિનમંદિર હતું એમ આ ઉલ્લેખથી સૂચિત થાય છે અને એ પ્રાચીન સમયથી જેમાં આની તીર્થ તરીકે પ્રસિદ્ધિ હશે એમ લાગે છે. એ સંબંધે કંઈક આ પ્રકાશ “પ્રભાવક–ચરિતમાંથી સાંપડે છે કે, આ તીર્થભૂમિમાં આવેલા શ્રી. બપભટ્ટિસૂરિ અને તેમના ગુરુ શ્રી. સિદ્ધસેનસૂરિએ (વિ. સં. ૮૦૭માં) આમ રાજા (જેનું બીજું નામ નાગભટ્ટ કે નાગાવલોક હતું અને જે ભિન્નમાલના પ્રતિહાર વંશને હત)ને બાળઅવસ્થામાં રામસેજપુરમાં જે હતો.
કવિ પં. શીલવિજયજી આ તીર્થની પ્રાચીનતાનું વર્ણન કરતાં કહે છે – “નયર મડાડ અતિ રમણ, પાપ પણસિ દેવ દીઠી જેણ,
આદિલ બિંબ પિત્તલમય સાર, હેમતણી પરિસેહી ઉદાર, રામચંદ્રનું તીરથ એહ, આજ અપૂરવ અવિચલ જે.
ગામ બહાર ઊંચા ટેકરાઓ છે. તેને ખેદતાં આજે પણ મકાનના પાયા, મંદિરના પથ્થરે, પ્રાચીન મૂર્તિઓ, કવા વાવની નિશાનીઓ તેમજ સિક્કાઓ મળી આવે છે. એ ઉપરથી અસલ આ નગર કેવું ભવ્ય અને વિશાળ હશે એને ખ્યાલ આવે છે.
આજે રામસેનમાં નદી કિનારે એક પ્રાચીન મંદિર ઊભું છે. ડાં વર્ષો પહેલાં જ એને જીર્ણોદ્ધાર થયેલ છે. મંદિરમાં મજબૂત ભેંયરું છે ને તેમાં શ્રી ઋષભદેવ ભગવાનની ૩ ફીટ ઊંચી સુંદર ચાર મૂર્તિઓ વિરાજમાન છે. ત્રણ કાઉસગિયા અને શ્રીચક્રેશ્વરીદેવીની પ્રતિમા પણ છે.
આ મંદિરમાં ધાતુપ્રતિમાનું એક સુંદર પરિકર છે. રામસેનથી ૧ માઈલ દૂર આવેલા ખેતરમાંના એક ટેકરામાંથી મળી આવ્યું છે. તેના ઉપર લાંબે પદ્યમય લેખ આ પ્રમાણે કરેલ છે –
" अनुवर्तमानतीर्थप्रणायकाद् वर्धमानजिनवृपमात् । शिप्यक्रमानुयातो जातो वजत्तदुपमानः ॥१॥ तच्छाखायां जात[ : ] स्थानीयकुलोद्भूतो महामहिमः । चन्द्रकुलोद्भवस्ततो वटेश्वराख्यः क्रमबलः ॥२॥ थीरापद्रोद्भूतस्तस्माद् गच्छोऽत्र सर्वदिख्यातः । शुद्धाच्छयशोनिकरैर्घवलितदिकचक्रबालोऽस्ति ॥३॥ तस्मिन् भरिपु सूरिषु देवत्वमुपागतेषु विद्वत्सु । जातो ज्येष्टा(टा)र्यायस्तरमाच्छीशांतिभद्राख्यः ॥१॥ तत्माच सर्वदेवः सिद्धांतमहोदधिः सदागाहः । तत्माच शालिभद्रो भद्रनिधिगच्छगतबुद्धिः ॥५॥ શ્રીશાંતિમ સત્તાત્તિના....માહ્યઃ પુના..રિત...........સુદ્દીન શાદા [व्यधा ]पयदिदं विवं नाभिसूनोर्महात्मनः । लक्ष्म्याश्चंचलतां ज्ञात्वा जीवतव्यं विशेषतः ॥७॥
મંજરું માથી / સંવત્ ૧૦૮ જૈત્રપૌરચા ”
- આ પરિકર-લેખને ભાવાર્થ એ છે કે, શ્રી મહાવીર સ્વામી ભગવાનની શિષ્ય પરંપરામાં વજીશાખાના ચદ્રકુળમાં વટેશ્વર નામે મહાન આચાર્ય થયા. તેમનાથી ચીરા૫દ્ર નામે ગછ પ્રસિદ્ધિ પામ્યું. તેમાં અનેક વિદ્વાન આચાર્યો થયા તે પૈકી શ્રીશાંતિભદ્ર નામે એક મેટા આચાર્ય થયા હતા. તે પછી સિદ્ધાંતમહોદધિ શ્રી સર્વ દેવસૂરિ, એ પછી શાલિભદ્રસૂરિ
१. नृपाद् दशाप्रे शरदां सहस्र, यो रामसेनाह्वपुरे चकार । नामेयचंत्येऽटमतीर्थराजविम्वप्रतिष्ठां विधिवत् सदव्यः॥
૨. ભ. મહાવીરની પટ્ટપરંપરામાં થયેલા ૩૭ મા શ્રી. ઉદ્યોતનસૂરિએ ટેલીગામના પાદરે એક વટવૃક્ષ નીચે ૮ શિષ્યોને સં. ૯૯૪ માં આચાર્યપદવી આપી તેમાં શ્રી સર્વદેવરિ પણ હતા. તેમણે વડગચ્છની સ્થાપના કરી હતી. તેમના ઉપદેશથી ચંદ્રાવતીના મહામંત્રી કંકણે ચંદ્રાવતીમાં ભવ્ય મંદિર બંધાવ્યું હતું. એટલું જ નહિ, પછીથી તેને દીક્ષા આપી મુનિપદ ધારણ કરાવ્યું હતું. આ અરિજીના ઉપદેશથી ૨૮ જિનમંદિરની રચના થઈ હતી.
૩. “પ્રભાવકચરિત'–બપ્પભદિરિચરિત, ગ્લૅક : ૪૯