________________
ભોલડિયા
પ્રદક્ષિણામાં ફરતી ૩૧ દેરીઓમાં તીર્થકર મૂર્તિઓ છે, જ્યારે એકમાં ચકેશ્વરીદેવીની મૂર્તિ છે. બીજી એક અંબિકાદેવીની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ જેવાય છે :
" सं. १३४४ वर्षे ज्येष्ठ शुदि १० श्रे० लखमसिंहेन कारितः ।" અર્થાત્ – સં. ૧૩૪૪ ના જેઠ સુદિ ૧૦ ના રોજ શ્રેષ્ઠી લખમસિંહે આ દેવમૂર્તિ ભરાવી.
કહે છે કે, આણંદસૂરગચ્છના શ્રીવિજયરાજસૂરિએ જે સાત તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા તેમાં ભીલડિયાના જીર્ણોદ્ધારને પણ સમાવેશ છે. આ જીર્ણોદ્ધાર પહેલાં અહીં મૂળ ના. શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન હતા. એ પછી મુસ્લિમ હૂમલાથી આ મંદિરને નુકસાન થયેલું તેથી શ્રાવકેએ મૂળ નાનું રક્ષણ કરવા તેમને બીજે સ્થળે ખસેડ્યા હતા.
આ મૂળ મંદિર કયારે બન્યું એ સંબંધે કેટલાંક પ્રમાણે પ્રશસ્તિ અને રાસમાંથી મળી આવે છે. સં. ૧૩૧૭ માં રચાયેલા “શ્રાવકધર્મપ્રકરણ ગ્રંથના ટીકાકાર શ્રીલક્ષમીતિલક ઉપાધ્યાય પ્રશસ્તિમાં નંધે છે કે –
" श्रीबीजापुर-वासुपूज्यभवने हैमः सदण्डो घटो यत्रारोप्यथ वीरचैत्यमसिधत् श्रीभीमपल्लयां पुरि । तस्मिन् वैक्रमवत्सरे मुनि-शशि-त्रेतेन्दुमाने चतुर्दश्यां माघसुदीह चाचिगनृपे जावालिपुयीं विभौ ॥ वीराईद-विधिचैत्यमण्डनजिनाधीशां चतुर्विंशतिसौधेषु ध्वजदण्ड-कुम्भपटली हैमी महिष्ठैर्महैः ।
श्रीमत्सूरिजिनेश्वरा युगवराः प्रत्यष्टुरस्मिन् क्षणे टीकालङ्कृतिरेपिकाऽपि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ॥"
જે વર્ષમાં વીજાપુરમાં શ્રીવાસુપૂજ્ય જિનમંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણકળશ ચડાવવામાં આવ્યું અને -જે વર્ષમાં ભીમપલીમાં શ્રીવીરપ્રભુનું ચેત્ય બન્યું તે વિ. સં. ૧૩૧૭ના મહા સુદિ ૧૪ ના દિવસે અહીં ચાચિગ રાજાના રાજકાળમાં જાવાલિપુર (જાહેર)માં વીરજિનન વિધિચેત્યના મંડનરૂપ વીશ જિનના મંદિરો પર મહોત્સવપૂર્વક યુગપ્રધાન શ્રીજિનેશ્વરસૂરિએ ધ્વજદંડ સાથે સેનાના કળશોની પ્રતિષ્ઠા કરી. એ ક્ષણે આ ટીકારૂપી અલંકાર પણ પરિપૂર્ણ પ્રતિષ્ઠિત થયે.”
આ વીર જિનમંદિર બન્યાને બીજે પૂરક ઉલેખ શ્રીઅભયતિલકગણિએ વિ. સં. ૧૩૧૭માં રચેલા “મહાવીરરાસમાંથી પણ મળી રહે છે –
જ ભીમપલીપુરિ વિહિભવણી, અનુસંકિશું વસ્ત્ર જિહંદુ, દરિસણ મિત્ત વિભવિય જણ, અનુતોડિઈ ભવદુહદે; તસુ ઉવરિ ભવાણુ ઉત્તમ વર તોરણું, મંડલિરાય આસિ અઇસેહુણ;
સાહુણ ભુવણપાલેણ ાિરાવિય, જગધરાહ સાહુકલિ કલસ ચડાવિયું.” આ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે કે, આ “મંડલિક વિહાર” મંદિર એશવાલ શ્રેષ્ઠી ભુવનપાલ શાહ -બંધાવ્યું. ભુવનપાલે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી મંદિરને વિશાળ બનાવી વજા અને દંડ-કલશે ચડાવ્યા હતા.' કવિ રયણશાહ કૃત “જિનપતિધવલગીતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે:
“બાર અઢાર એ વિર (જિ)નાલયે, ફાગણ વદિ દસમય પવરે;
વરીય સંમસિરીય ભીમપલીપુરે, નંદિવર ઠવિય જિણચંદરે” અર્થાત–સં. ૧૨૧૮ના ફાગણ વદિ ૧૦ના દિવસે શ્રી. જિનચંદ્રસૂરિએ શ્રી. જિનપતિસૂરિને ભીમપલ્લીપુરના વીર જિનાલયમાં દીક્ષા આપી નંદિમહોત્સવ કર્યો.
૧. આ મંદિરને “મંડલિક વિહાર' એવું નામ પણ આપવામાં આવેલું, કેમકે મંડલિક નામના રાજાની પ્રીતિભરી સહાયથી આ મંદિર બન્યું હતું. જુઓઃ “જૈનયુગ” સં. ૧૯૮૩ને કાર્તિક-માર્ગશીર્ષને સંયુક્ત જૈન ઇતિહાસ સાહિત્ય ખાસ અંક: પૃ. ૧૫૭ થી -૧૬૮ માં - વીર-પાસ” અને એ જ વર્ષના ભાદ્રપદ-આશ્વિનના અંકમાં “ભીમપલ્લીનું વીરમંદિર” એ બને પં: લાલચંદ્ર ગાંધીના લેખે.