________________
૩૬
જૈન તીર્થ સર્વસંગ્રહ નીકળી આવી હતી અને ત્યાંથી આ મંદિરમાં પધરાવવામાં આવી છે. ઉપર્યુકત બે અને બીજી ત્રણ મળીને ૫ પાષાણની અને ૧૩ ધાતુની પ્રતિમાઓ છે.
અહીંને ઉપાશ્રય જે સં. ૧૮૯૭માં બન્યું છે તેના એક ગેખલામાં એક હાથ ઊંચી ધવલવણી શ્રીમહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ મૂતિ બારમા સૈકા જેટલી જૂની પ્રતીત થાય છે. પાસે આવેલા પહાડના એક ઢગલામાંથી તે મળી આવતાં અહીં સ્થાપન કરેલી છે.
૧૪, ભીલડિયા
(કે નંબર : ૭૫૩-૫૪) આજે ભીલડીના નામે ઓળખાતા તીર્થનું શાસ્ત્રીય નામ ભીમપલ્લી હતું. આ તીર્થ એટલું પ્રાભાવિક હતું કે આ નામની મૂતિઓ બીજે ગામ પણ પ્રતિષ્ઠિત થયેલી છે. આ તીર્થના નામ ઉપરથી “ભીમપલ્લીગર” નીક હોવાનું પ્રતિમાલેખ પરથી જણાય છે. આ ગચ્છના સં. ૧૫૦૬ થી ૧૫૯૮ ના લેખો મળી આવે છે. આથી જણાય છે કે, સોળમી શતાબ્દીમાં આ ગચ્છના આચાર્યોના સ્થાન તરીકે આ તીર્થભૂમિ ઉન્નત અને સંપન્ન હશે.
વિશાળ જૈન ધર્મશાળાના દરવાજામાં થઈને મેટા ચોક સામે ઉત્તર દિશામાં બે માળનું જૈન મંદિર શોભી રહ્યું છે. એના મેટા દ્વારમાં પેસતાં પ્રથમ ભોંયરામાં ઊતરવાનું આવે છે. આ ભેંયરું રામસેન સુધી જાય છે એમ કહેવાય છે. પહેલાં આ ભેંયરું નાનું હતું અને ખૂબ અંધારું રહેતું હતું તેથી તેને જીર્ણોદ્ધાર સમયે મોટું કરાવી પૂર્વ દિશાનું દ્વાર કરાવ્યું છે ને જાળીઓ મુકાવી છે. ભોંયતળિયે આરસ પાથરવામાં આવ્યું છે.
ભેંયરામાં શ્રીમનાથ ભગવાનની રમણીય પ્રતિમા મૂના તરીકે વિરાજમાન છે. જમણી બાજુએ શ્રી આદિનાથ પ્રભુ અને ડાબી બાજુએ પાષાણની વીશી છે. મૂળ ના. અને આ ચોવીશીની વચ્ચે ભારવટિયા નીચે શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાની પણ સપ્તકુણાલંકૃત પરિકરવાની સુંદર મૂર્તિ છે. મૂર્તિ સાથેનું આખુંયે પરિકર શ્યામવર્ણ છે. આ મૂર્તિ સંપ્રતિરાજના સમયની હેવાનું કહેવાય છે. મૂળગભારાની બહાર અને રંગમંડપમાં ડાબી બાજુએ ખૂણામાં
શ્રીગોતમ ગણધરની મૂર્તિ છે. તેના નીચે આ પ્રમાણે લેખ છે – J "(१) सं० १३३४ (२४ ! ) वैशाख वदि ५ बुधे गौत( २ )मस्वामिमूर्तिः श्रीजिनेश्वरसूरिशिष्यश्रीजि(३ )नप्रबोधसूरिभिः प्रतिष्टता कारिता च सा. (४) बोहियपुत्र सा. वइजलेन मूलदेवादि(५)कुटुंबसहितेन स्वश्रेयोथै स्वकुटुंबश्रेयोथं च ॥"
અર્થાત–સં. ૧૩૩૪ (૨૪?) વૈશાખ વદિ ૫ ને બુધવારના દિવસે શા. બેહિધના પુત્ર શા. વજલે મૂલદેવ વગેરે કુટુંબ સાથે પિતાના અને કુટુંબના કલ્યાણ માટે આ મૂર્તિ ભરાવી અને તેની શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીજિનપ્રબોધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
આ મતિની રચના લાક્ષણિક ઢંગની છે. પાટ ઉપર બિરાજમાન આ મૂર્તિના ડેલા હાથમાં મહપત્તિ છે. શરીર કપડો વીંટયો છે ને જમણે ખભે ખુલ્લો છે. તેમની બે બાજુએ હાથ જોડીને શ્રાવકે બેઠેલા છે.
ઉપરના ભાગમાં મૂળ ના શ્રી મહાવીર પ્રભુ બિરાજમાન છે. મૂળ નાની આ મૂર્તિ સાથે બીજી ત્રણ મૂર્તિઓ (ત્રિગડુ) પાલનપુરથી લાવવામાં આવ્યું છે, જે મૂળગભારામાં બિરાજમાન છે ને સં. ૧૯૮૨માં થયેલા નવીન જીર્ણોદ્ધાર સમયે પ્રતિષિત કરવામાં આવેલ છે. મૂળગભારામાં જે શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે તે અહીં ધર્મશાળા કરાવતાં પાયામાંથી નીકળી હતી. તેના ઉપર પંદરમી સદીને લેખ છે.
૧. કચ્છના અંજાર ગામમાં “લીલયિ પાશ્વનાથનું દેરાસર છે.