________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ૩૪ અને બીજું શ્રીમનાથ ભગવાનનું છે. બહારના ભાગમાં શ્રીવીરવિદ્યોત્તેજક સભાનું પુસ્તકાલય છે.
વળી, તપગચ્છના ઉપાશ્રય પાસે આવેલું શ્રી શાંતિનાથ ભીનું મંદિર પણ ત્રણ માળનું પ્રાચીન અને ભવ્ય છે. મૂ૦ ના શ્રી શાંતિનાથ ભગવાન છે. મેડા ઉપર શ્રીસંભવનાથ ભગવાન અને ભેંયરામાં શ્રી ઋષભદેવ ભગવાન બિરાજે છે. આમાં શ્રીમહાવીરસ્વામી અને સીમંધરસ્વામીની પ્રતિમાઓની પ્રતિષ્ઠા ચૌદમી સદીના રંટગચ્છીય આચાર કરેલી છે. આ મંદિરમાં એક સત્તરિય જિનપટ્ટ (૧૭૦ જિનને પટ્ટ) દર્શનીય છે. તેના ઉપર એક લાંબે લેખ કરે છે. જેમાં શ્રાવક-શ્રાવિકાઓનાં ૧૬૬ નામે આપ્યાં છે અને આ મતિપઢ કેરંટકગચ્છીય નનાચાર્યના સંતાનીય શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ છે. (આ લેખ વિસ્તારભયથી અહીં આપતા નથી.) આ પટ્ટમાં મૂળ ના. શ્રી સીમંધરસ્વામી છે. તેમના પદ્માસન નીચે આ પ્રમાણેને લેખ મળી આવે છે -
"संवत् १३३१ वर्षे वैशाख वदि ४ श्रीकोरंटकगच्छचैत्ये श्रे० जगपालभार्या जिसमतिपुत्रवीराकेन मात्रि(त)श्रेयोर्थ श्रीसीमंधरસ્વામિવિંદ્ય રિતે પ્રતિષ્ટિતે....”
મેડા ઉપરની પુંડરીકસ્વામીની મૂર્તિ પરનો લેખ "संवत् १३२५ वर्षे फागण मुदि ४ बुधे श्रीकोरंटकगच्छे श्रीमुनिप्रभोपाध्यायशिष्यहस्तिराजेन पुंडरीकः कारितः ॥"
આ મંદિર પણ કેટલું પ્રાચીન છે તે આ શિલાલેખેથી પુરવાર થાય છે. આ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૭૭માં થયું હતું અને તેની પ્રતિષ્ઠા શ્રી. મેહનવિજય ગણિએ કરી હતી.
કમાલપુરામાં બે મંદિર છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં મૂળ ના૦ ની મૂર્તિ બદામી રંગની છે ને બે ફીટ ઊંચી છે. મેડા ઉપર મૂડ ના શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રતિષ્ઠિત છે. બીજા મંદિરમાં મૂળ ના૦ શ્રીસંભવનાથ ભગવાન છે. આ મંદિર પણ શિખરબંધી અને વિશાળ છે. આ બંને મંદિરે જોડાજોડ આવેલાં છે.
ડાયરામાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર પણ દર્શનીય છે. આ સિવાય ૫-૬ મંદિર ઘર દેરાસરે છે. અહીં ત્રણેક પ્રાચીન ગ્રંથભંડારે પણ છે. જેનેનાં ૫૦૦-૬૦૦ ઘરની વસ્તી છે. .
પાલનપુરની એક મસ્જિદના પ્રવેશદ્વાર ઉપર સં. ૧૩૪૭ને અને તેને બે થાંભલાઓમાંના એક પર સં. ૧૨૫ અને ખીલ પર સં. ૧૩૦૪ના જેન લેખે કતરેલા આજે પણ જોવાય છે. આ કાર અને થાંભલાઓ જૈનમંદિરના છે એમાં શંકા નથી. સંભવ છે કે જેને મંદિરની સામગ્રીથી એ મસ્જિદ બની હોય કે આખી મસ્જિદ જૈન મંદિરનું રૂપાંતર પામી હોય.
૧૨. સરોત્રા
(કોઠા નંબર : ૦૨૮) ઈકબાલગઢથી ૬ માઈલ દર અને પાલનપુરથી વાયવ્ય દિશામાં ૧૧ માઈલના અંતરે સાત્રા નામનું પ્રાચીન ગામ છે. આ ગામમાં શ્રીહીરવિજયસૂરિ અકબર બાદશાહને પ્રતિબોધ કરવા જતાં ચતુમસ રહ્યા હતા અને ભિલેના મુખી સહસ્ત્રાર્જુનને ઉપદેશ આપી તેને અને બીજા ભિલેને પણ અહિંસાના નિયમો આપ્યા હતા. અહીં વીશે જેનોની વસ્તી ને ઉપાશ્રય છે. એક શિખરબંધી મંદિર લગભગ અઢારમા સૈકામાં બંધાયેલું છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. વીશીને એક સુંદર આરસપટ્ટ નવીન હોવા છતાં સુંદર રીતે ઘડાયેલો છે. મૂળ ગભારાની પાછળના ત્રણ ગોખલાઓમાં આરસના બે સુંદર કાઉસગિયા તથા એક શ્રાવિકાની મૂતિ બે હાથ જોડીને ઊભેલી જોવાય છે. આ ત્રણે મૂર્તિઓ કદાચ બહારના પડી ગયેલા મંદિરમાંથી લાવીને પધરાવી હશે. આ મંદિરમાં પાષાણુની ૨ અને ધાતુની ૧ મૂર્તિ છે.
૧. આ લેખ માટે જુએ : “જૈન સત્ય પ્રકાશ” વર્ષ : ૧, અંક: ૯, પૃ. ૨૭.