________________
કાવી
શ્લેટની કીર્તિગાથાને વિસ્તૃત આલેખ બે પ્રશસ્તિઓમાં ઉત્કીર્ણ છે. તે આજે જીર્ણ અવસ્થામાં પણ તેમનું ગીત સંભળાવી રહ્યો છે. ત્રીજું માંડવગઢના શ્રેણી પેથડશાહે સં. ૧૩ર૦ લગભગમાં અહીં શ્રીચંદ્રપ્રભુનું એક મંદિર કરાવ્યાને ઉલેખ મળે છે. આપણા કમનસીબે ઉપયુક્ત ત્રણે મંદિરમાંથી આજે એકે હયાત નથી. '
આજે અહીં આઠ મંદિરે વિદ્યમાન છે. એ પિકી (૧) લઢણુ પાર્શ્વનાથ પ્રભુનું મંદિર પ્રાચીનતમ ગણાય છે. એના લઢણ નામ પાછળ એક કિંવદંતી પ્રચલિત છે. વસ્તુત: મૂળનાયકની મૂતિ વેળુ-રેતીની બનાવેલી હતી. એને કૂવામાં પધરાવવા છતાં કેટલાય કાળ સુધી એને એક કણ પણ ઓગળે નહિ, પચે નહીં. એ વેળુપિંડ લેટ જે -બની રહ્યો. કહેવાય છે કે મૂર્તિમાં આવું દિવ્ય તેજ જોઈ સાગરદત્ત નામના સાર્થવાહવિશાળ મંદિર બંધાવી તેમાં એ મૂર્તિને પધરાવી હતી. આ મંદિરને છેલ્લે ઉદ્ધાર સં. ૧૯૦માં ને નવેસરની રચનાથી આજે દેવવિમાન જેવું એ દીપી રહ્યું છે.
આ મંદિરને બે માળ છે. નીચેના ભાગમાં શ્યામવર્ણી લઢણુ પાર્શ્વનાથની પ્રતિમા મૂ, ના. તરીકે વિરાજે છે. તેમની જમણ ને ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી આદિનાથ ભ. શેલી રહ્યા છે. ઉપરના ભાગમાં મૂ. ના. શ્રી શીતલનાથ પ્રભુની મૂર્તિ છે. આ મંદિરમાં ૬૭ પાષાણની મૂર્તિઓ છે. દીવાલમાં જડેલે આરસને સિદ્ધચક્રપટ્ટ મનહર દેખાય છે.
સિવાય બીજાં મંદિરમાં શામળા શ્રી પાર્શ્વનાથ ભ. નું મંદિર ભેંયરાવાળું છે. યદ્યપિ આ મંદિરની રચનાશૈલી પ્રાચીન છે પણ એની એતિહાસિક માહિતી મળી શકતી નથી. લેકે એને “ગંધારવાળાનું મંદિર ” કહે છે. આજે પણ ગંધારિયાના કુટુંબવાળાને જ દવા-દંડ ચડાવવાનો હક મનાય છે. ગભારા બહાર શ્રી. ચશોવિજયજી મહારાજની મૂતિ સં. ૧૯૮૫માં પ્રતિષ્ઠિત થયેલી છે. ત્રીજું મંદિર શ્રી શાંતિનાથ ભ. હું ત્રણ ગભારાવાળું છે. આમાં વિવિધ પ્રતિમાઓ સાથે ચકો ને યંત્રે પાષાણ, ધાતુ અને ચાંદીનાં પણ છે. ખાસ ઉલ્લેખનીય છે આ મંદિરની ભીંતમાં આલેખેલા (૧) સમેતશિખર, (૨) શ્રી શત્રુંજયની ટૂંક, (૩) તારંગાની ટૂંક, (૪) અષ્ટાપદ, (૫) નંદીશ્વરદ્વીપ અને (૬) ગિરનાર પર્વત વગેરે મુખ્ય મુખ્ય તીર્થોના સુંદર પટ્ટો છે. શત્રુંજયને એક ચીતરેલો પટ્ટ પણ અહીં છે. એથું શ્રી શાંતિનાથ ભાનું મંદિર છે, તેમાં પાંચ તીર્થોને પટ્ટો કરેલા જોવાય છે. પાંચમું શ્રીચંદ્રપ્રભુનું મંદિર છે, તેમાં બે તીર્થોના પટ્ટો શિલામાં કંડાર્યા છે. બાકીનાં ત્રણ મંદિરોમાં જુદી જુદી પ્રતિમાઓ છે એની વિગત કોઠામાંથી મળી રહે છે.
ગામથી પશ્ચિમ દિશાએ કેટલીક દેરીઓની રચના કરેલી છે. સં. ૧૭૪૫ના લેખવાળી ઉપા. શ્રી. યશોવિજયજી 'મ. ની પાદુકા એક રૂપમાં પ્રતિષ્ઠિત છે. એ સિવાય અહીં બીજી પંદર દેરીઓમાં જુદા જુદા આચાર્યોની પાદુકાઓ વિરાજમાન છે. એ છાધાના લેખે પણ તે તે દેરીઓમાં લગાડેલા જોવાય છે.
૬, કાવી
(ઠા નંબર : ૪૬૨-૪૬૩) ખંભાતના અખાતમાં સંગમ પામતી મહીનદીના કાંઠે આવેલું કાવી બંદર જૈન તીર્થસ્થળ છે. એનું પ્રાચીન નામ કંકાવતી. એના સામા કિનારે ખંભાતનું રમણીય દૃશ્ય જોવાય છે. અહીં બે વિશાળ જિનમંદિર છે. એકને નામ “સર્વજિતપ્રાસાદ” અને બીજાનું નામ “રત્નતિલકપ્રાસાદ”. ૨. “ડભોઈનાં પુરાતન કામો ” ૩. “મિતિyszમનિઃ – “ ગુર્નાવલી” ક. ૧૯૬ ૪. નિરીક્ષણુથી એ વાત પ્રસિદ્ધ થાય તેવી છે કે પ્રાચીન તીર્થરૂપ સેરીસા સ્થિત શ્યામલેપન વડે સુશોભિત બનેલી ત્રણ મતિઓ
તેમજ આ લોડણ પાર્શ્વનાથની મૂર્તિ તથા વડોદરાના નરસિંહજીની પિાળમાં આવેલા ઉદ્ધરણ પામેલા નૂતનત્યમાં વિરાજિત
દાપાશ્વનાથની મૂતિ–આ પાંચે મૂર્તિઓનું મા૫ અને શિલ્પવિધાન સમાન લાગે છે. તે સર્વ એક જ કાળે એક જ શિીએ અને એક જ ધનદે બનાવરાવેલી કૃતિઓ હોય. મૂર્તિનું નામ લાડણપાશ્વનાથ કહેવાનું કારણ શિ૯૫કારે અર્ધ
પદ્માસન કરીને એક જમણે પગ છૂટો આલેખે છે. પ. “શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ ૭, અંક: ૬ માં “પ્રાચીન તીર્થ દર્ભાવતી (ડભોઈ)” નામને લેખ. .