________________
સુરત
૧
મજબૂત છે. આમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર થયા પછી સં. ૧૬૪ના વૈશાખ સુદ ૬ને બુધવારે મૂળ ના. પ્રભુને શેઠ દીપચંદ સુરચંદે ગાદીનશીન કર્યા છે. વડાચોટ–નગરશેઠની પિળમાં મૂળ ના. શ્રીગેડી પાર્શ્વનાથ ભ. નું દર્શનીય મંદિર છે. આ મંદિરની મૂળ પ્રતિષ્ઠા કયારે થઈ તે ચોક્કસ જણાતું નથી. દંતકથા છે કે-શેઠ ડાહ્યાભાઈ લાલભાઈ નવલખાએ સં. ૧૮૬૨ માં મારવાડના ગેડી પાર્શ્વનાથ ભ. ને સંઘ કાઢેલે ત્યારે ભગવાનના ગળામાં શેઠને અમૂલ્ય હાર જોઈ શેઠે પોતાને હાર ભગવાનને ચડાવ્યું. તે પછી શેઠે અહીં આ મંદિર બંધાવેલું. મૂળ નાવ ની પ્રતિમા ઉપર સં. ૧૮૮૨ નો લેખ છે. તે પછી ૧૯૭ર ના માગશર સુદિ ૩ના દિવસે ભગવાનને ફરીથી ગાદીનશન કર્યા છે.
આ મંદિરમાં પિત્તલનું સમવસરણ ઘણું સુંદર છે. આ સમવસરણ શેઠ મેળાપચંદ આણંદચંદ, જેઓ સિરોહી (મારવાડ)ના દીવાન હતા તેઓ સિરોહી તાબેન અજારી ગામના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાંથી નકર ભરીને લાવેલા. તેની પ્રતિષ્ઠા શ્રીમેહનલાલજી મહારાજે સં૦ ૧૯૪૭ના માગશર સુદિ ૩ ના રોજ કરી છે.
આ દેરાસરમાં શ્રીવિયાનંદસૂરિની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. તેની નીચે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મ. અને શ્રીહંસવિજયજી મ. તથા શ્રીવિજયકમલસૂરીશ્વરજીની મૂર્તિની સ્થાપના કરી છે. આ સ્થાપના શેઠ
માણેકલાલ મેલાપચંદ અને તેમના ભાઈઓએ કરેલી છે. તેના ઉપર એ સંબંધી લેખે પણ છે. ૬. શાહપુરમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું ઘણું પ્રાચીન મંદિર છે. આ દેરાસર વડી પિલાળગછનું કહેવાય છે.
મંદિરમાં લાકડાનું નકશીકામ ઘણું ઉત્તમરીતે કરેલું છે. આને નમૂને સુખડમાં કેતરાવી લંડનના મ્યુઝિયમમાં સુકવામાં આવ્યો છે, જેની કિંમત ૩૬૦૦૦ રૂપિયા થઈ હતી. રંગનું કામ પણ ઉત્તમ રીતે આલેખ્યું છે. જીર્ણોદ્ધાર સમયે બહ કાળજીથી કામ લેવાયું હોય એમ લાગે છે. અહીં કુમારપાલનરેશ અને શ્રી હેમચંદ્રાચા ચિત્ર બહુ મોટું અને સુંદર છે. મૂળ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર સમયે તે કઢાવી નાખી મૂળનાયકના ગભારાની આસપાસ તે વિશી વગેરે ગોઠવવામાં આવી છે.
આ મંદિર અને તેના મૂ૦ ના વિશે એમ કહેવામાં આવે છે કે અત્યારે જે મેરઝા સામેની મજિદ છે તે પહેલાં જેન મંદિર હતું. એમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. આ મંદિરને મુસલમાને તેડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા ને ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ ફૂવામાં હેવાનું એક શ્રાવકને સ્વપ્ન આવ્યું. તે વાત તેણે એક યતિને કરી. સાથે જણાવ્યું કે મારી પાસે કઈ જ મડી નથી. આથી યતિજીએ તેને એક કોથળી આપીને કહ્યું કે તું દેરાસર બંધાવ. એ માટે તારે આમાંથી જેટલા રૂપિયા જોઈએં તેટલા કાઢજે પણ કેથળીને ઊંધી વાળીશ નહિ. પછી તો એ મૂર્તિ કવામાંથી કાઢવામાં આવી અને દેરાસર બંધાવ્યું. આજે એ કૃ અને એ કેથળી મેજુદ છે. ગુજરાત સર્વસંગ્રહ (૫. પ૩૧) માં આ મંદિર વિશે ઉલ્લેખ છે કે– મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવિંદખાને બંધાવી છે. કબર પાસે લાકડાની મસ્જિદ છે તે શાહપુર મહાલલાનું જેન દેવળ હતું તે તેડીને તેમાંના સામાનથી બંધાવી છે.
આ ઉપરથી જણાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર પંદરમા સૈકામાં હોવું જોઈએ. તેની સાથે જેનેની કેટકેટલી સમૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભેગી થઈ પડી એ પણ સ્પષ્ટ સમજાશે.
શ્રી. નર્મદાશંકર ત્રિવેદી આ મંદિરમાંની કળા વિશે એક લાંબા લેખ દ્વારા માહિતીપૂર્ણ હકીકતે નેધે છે. અહીં એને વિસ્તાર ન કરતાં ટૂંકમાં સારભાગ આપું છું:
આ મંદિરના સ્તંભના શિરોભાગથી તે છેક છેવટ સુધી લતાના ચિત્ર અને શિરોભાગ આંબળાના આકાર જે ઘટાદાર ને વચ્ચે જરા ફૂલેલે હોય તેને કાંગરા હોય છે. આ દેશભરના સ્તંભેનું કોતરકામ પણ એવું એ જ છે. તેમાં ચક્ષ, ચક્ષિણી, અણદિગપાલે અને જેને કથાપ્રસંગે, ઘોડા અને. હાથી સાથેની. દેવની સવારી વગેરે
કેતરેલું છે. એક જેવાથી કેતરકામ ઉપસીને. આપણી તરફ ધસી આવતું હોય. એ ભાસ થાય છે. ચિત્રોને ચચિત ઘાટ એ ચિત્રકારની કુશળ કારીગરી અને સૌંદર્યવિષયક ઉચ્ચ કુપનાને ઘાતક છે. એ