________________
જેન તીર્થ સર્વસંગ્રહ
પાવા ઉપર સંઘે કીધે, દેવલ જા મનહારી રે; બાવન જિનાલય ફરતી દેહરી, જગજનને હિતકારી રે, જ્ઞાનરસીલા રે અભિનંદન દેવ દયાલ ગાન, પ્રભુ જીરાવલી જગનાથ યાન. સંવત અગ્યારસેંહે બાર વરસે, દેવ પ્રતિષ્ઠા ભાવે રે; અભિનંદન કરાવલિ પારસ, અંજનશલાક સોહાવે રે.”
આ ઉલ્લેખ ઉપરથી અહીં શ્વેતાંબરીય મંદિરે ઓગણીસમા સૈકા સુધી હયાત હતાં.
સને ૧૮૫માં અહીં આવેલા વિદેશી વિદ્વાન બર્જેસ કહે છે–પાવાગઢના શિખર ઉપર રહેલાં કાલિકા માતાના મંદિરના નીચેના ભાગમાં અતિપ્રાચીન જૈન મંદિરોનું જૂથ છે.”
અહીંની એક જુમ્મા મસ્જિદનો પરિચય કરાવતા એક વિદ્વાન કહે છે- “આ મસ્જિદની બારીઓ અને ઘૂમટેમાં જે કેતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે એવી છે. આબુના પહાડ પર આવેલાં દેલવાડાનાં જૈન મંદિરમાં જે પ્રકારની અપાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે, તેવા જ પ્રકારની આકૃતિઓ અહીં પણ જોવામાં આવે છે. સંભવત: “સર્વતોભદ્ર” નામનું જેન મંદિર આ હિોય એમ જણાય છે.
કેટલાંક મંદિરને દિગંબરેએ હાથ કરી પિતાના મંદિરોમાં પરિવર્તન કરી નાખ્યાં છે. ચાંપાનેર:
પાવાગઢની તળેટીમાં વસેલું ચાંપાનેર વનરાજ ચાવડાના સમયે તેમના મંત્રી ચાંપા નામના શ્રાવકના નામે અસ્તિત્વમાં આવ્યું; એ ઐતિહાસિક બીનાં છે. એ સમયથી લઈને મહમ્મદ બેગડાના સમય સુધી આ ગામની જાહેજલાલી હતી. એ સમયે અનેક શ્રીમંતેએ અહીં મંદિર બંધાવ્યાં હતાં.
ચાંપાનેર સંઘે એક બાવન જિનાલયવાળું બંધાવેલું મંદિર, જેમાં શ્રીઅભિનંદન પ્રભુ અને જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ મુખ્ય હતી, તે શ્રીઅભિનંદન સ્વામીની અધિષ્ઠાયિકા દેવી તરીકે કાલિકાદેવીની સ્થાપના થઈ છે. તે દેવી જ ગુજરાતના લોકહદયમાં કરાયેલા ગરબામાં પ્રતિષ્ઠા પામી છે.
૫. ડાઈ
(કઠા નંબર ૪૩૬–૪૮૩) પ્રાચીન કાળનું દર્શાવતી આજે ડેઈના નામે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ ગામ વસ્યું હતું. તેણે બંધાવેલે પ્રસિદ્ધ હીરા ભાગળનાં દરવાજાવાળો કિલ્લે ગુજરાતની શાસ્ત્રીય શિલ્પકળાને ઉત્કૃષ્ટ નમૂને ગણાય છે.
શ્રી. વાદી દેવસૂરિના ગુરુ શ્રી. સુનિચંદ્રસૂરિના જન્મથી અને તાર્કિકશિરોમણિ ઉપાધ્યાય શ્રી. યશોવિજયજીના સં. ૧૭૪૩માં થયેલા સ્વર્ગવાસથી આ ભૂમિ પવિત્ર બની છે. આ દ્રષ્ટિએ આ ભૂમિને તીર્થને મહિમા વરે છે.
ગૂર્જરેશ શ્રી વરધવલના મંત્રી તેજપાલે ગધરાના ઘુઘલ નરેશને મહાત કર્યા પછી હઈમાં ઉન્નત, વિશાળ અને ભવ્ય કિલાને જીર્ણોદ્ધાર કરાવ્યો, તેની સાથે જ આ મંત્રીરાજે અહીં શ્રી પાર્શ્વનાથને રમણીય દેવપ્રાસાદ રચા હતો. એની તરફ ૧૭૦ જિનની દેવકુલિકાઓની શિખર ધજાઓ પવનને પડકારતી જયઘોષણાના નાદથી ગાજતી હતી. સુવર્ણકળશો અને તારણોને શણગાર એના અંબારમાં વધારો કરતે હતે. મંત્રીશ્વરના પૂર્વજોની મૂર્તિઓ એમાં કંડારેલી હતી. મંદિરના બલાનમાં તેમનાં માતા કુમારદેવી, મરૂદેવા માતાની જેમ હસ્તિઆરૂઢ થઈ રૂપાનાં ફૂલેથી પ્રભુને વધાવી રહ્યાં હોય એવું ભાવનામય મૂર્તિ સર્જન અને બીજી શિલ્પકૃતિઓ આ મંદિરમાં અભરે ભરી હતી. ટૂંકમાં એને જોતાં જાણે ના કૈલાસ પર્વત ખડે થયું હોય એવું ભાન થઈ આવતું.
આ સિવાય એ મંત્રીશ્વરે વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહ આગળ બીજું એક જિનાલય બંધાવ્યું હતું. તેમાં તેમણે પિતાની અને તેમના જ્યેષ્ટ–લઘુ ભ્રાતાઓની મૂર્તિઓ કરાવી મૂકી હતી. કિલ્લાના પશ્ચિમ દ્વાર પર તેમની ૧૧૬ ૧. “પ્રભાવક ચરિતાન્તર્ગત-શ્રીવાદી દેવરિપ્રબંધ.” .. .