________________
૧૮
જૈન તીર્થ સર્વસંગ્રહ સત્ય નામના વણિક શ્રાવકની કથા ઉપરથી તેમજ સં. ૮૬૯માં લખાયેલા દાનપત્રમાં વટપદ્ર ગામ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાની હકીકતો પરથી આ નગર આઠમા સૈકા પહેલાંનું પુરવાર થાય છે.
બારમા સૈકામાં થયેલા સમર્થ વિદ્વાન વીરગણિનો જન્મ સંભવત: આ નગરમાં થયું હતું. સિદ્ધરાજ જયસિંહના મંત્રીશ્વર સંતુક જ્યારે લાટદેશના દંડનાયક હતા ત્યારે તેમનું નિવાસસ્થળ આ ભૂમિમાં હતું અને આ નગરમાં તેમણે અને સજન મંત્રીએ શ્રી. ભદ્રેશ્વરાચાર્યના ઉપદેશથી મોટી રથયાત્રા કઢાવી હતી. અનેક જૈનાચાર્યોએ આ ભૂમિને પિતાના પાદવિહારથી પવિત્ર કરી હતી, એટલું જ નહિ આ સ્થળે અનેક ગ્રંથ રચાયા હતા એવી હકીક્ત સાંપડે છે.
શ્રી. કુમારપાળે શક્ય હાથમાં લીધા પછી પોતાના ઉપકારી કટુક નામના વાણિયાને આ વડોદરા દાનમાં આપ્યું હતું.
શ્રી હેમચંદ્રાચાર્ય પાસે અંજનશલાકા કરાવવા માટે કુમારપાલે પાટણમાં મેટે ઉત્સવ ઊજવે ત્યારે વટપદ્રના રહેવાસી શેઠ કાન્હાએ પિતાના મંદિરના મૂળનાયકની અંજનશલાકા આ મહોત્સવમાં શ્રી હેમચંદ્રસૂરિ હસ્તક કરાવી હતી.
મંત્રી વસ્તુપાલે અહીંના શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન જીણુ પ્રસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેમજ વડોદરા પાસેના ઉત્કટ–અંકેટકપુર (કેટ)માં જિનમંદિર કરાવ્યું હતું. આકેટાઃ
હાલમાં જ (સં. ૨૦૦૭ના જેઠ માસમાં) વડેદરાની આસપાસની ભૂમિમાંથી ૫૦–૬૦ જેટલી ધાતુમૂર્તિઓ મળી આવી છે. તેમાંની નવ મૂર્તિઓ અને ધૂપધાણું તેમજ એક ધાતુનું આમ્રફળ મળી આવ્યાં છે, તેને પરિચય પં. લાલચંદ્ર ભ. ગાંધીએ “જેનસત્યપ્રકાશ વર્ષ : ૧૬, અંક: ૧૦ માં કરા છે. એની લાંબી વિગતેમાં ઊતરવાને અહીં અવકાશ નથી પરંતુ જે મૂર્તિઓ પ્રાચીનતમ લેખવાળી છે તેને નિર્દેશ માત્ર કરે અવસર પ્રાપ્ત છે. એક મૂર્તિ ઉપરના લેખમાં અટક-આકોટા ગામના પ્રાચીન મંદિરને નિર્દેશ છે.
લાંછન વિનાની એક ધાતુમય પ્રતિમા જેમના બંને ખભા ઉપર કેશવલરીની નિશાની છે. એ ઉપરથી એ શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ હોવાનું જણાય છે. નીચે નવગ્રહોના સ્થાનમાં આઠ ઊભી આકૃતિઓ છે અને તેને પરિકર જુદા છે, જેમાં દેવદુંદુભિ વગાડતા દેવે અને માલા ધરી રહેલા બે દેવનાં સ્વરૂપે અંકિત . મૂર્તિની પાછળ નાગરી લિપિમાં આ પ્રકારે લેખ વંચાયે છે—.
શ્રી...............રાઃ ચંશોટસતિયાં સાઢાપતિઃ શરતો જૈવધર્મોડ્યું ? બીજી મૂતિ પણ પ્રાચીન મૂર્તિવિધાન અને શિલાલેખની દૃષ્ટિએ મહત્ત્વની છે. મધ્યમાં સાત ફણાવાળા નાગેન્દ્રથી લતા શ્રીપાર્શ્વનાથ ભગવાન પદ્માસને બિરાજમાન છે. તેમની બંને બાજુએ કાઉસગિયાની પ્રતિમાઓ કૌપીનધારી છે, જે શ્વેતાંબર મતિએ હેવાનું સ્પષ્ટ કરે છે. તેની આસપાસના બીજા પરિકરમાં એક તરફ યક્ષ અને બીજી તરફ અંબિકા છે. સિંહાસન નીચે બે બાજુએ બે સિંહ, તેની નીચે ધર્મચક્ર અને બાજુમાં બે હરણો દર્શાવ્યાં છે. તેની નીચે નવગ્રહ બતાવ્યા છે ને મૂર્તિની પાછળ બે પંક્તિમાં આ પ્રકારે લેખ ઉત્કીર્ણ છે–
" देवधर्मीयं निवृतिकुले श्रीद्रोगाचार्यः कारितो जिनत्रयः । संवत १००६॥"
આ બીજી મૂર્તિના સંવતવાળા લેખ ઉપરથી એ બંનેમાં વાપરેલા “દેવધર્મ” શબ્દ ઉપરથી બને મૂર્તિઓ એક જ સમયની હોય એમ જણાય છે. એક હજાર વર્ષ પહેલાંની આ કલાકૃતિઓ લાટ–ગુજરાતની શિ૯૫કળા અને જેન શ્વેતાંબર સંપ્રદાયના મૂતિ-વિધાનની દષ્ટિએ ધ્યાન ખેંચે એવી છે.
આ સિવાય બીજી કેટલીયે મૂર્તિઓ મળી આવી છે, તેમાં કેટલીક મૂર્તિઓ ઉપર તે ઉપર્યુક્ત પ્રતિમાલેખ કરતા પ્રાચીન લિપિના લેખે હેવાનું અમે નજરે જોયું છે. એ બધી મૂતિઓ વડોદરાના વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગમાં નિર્ણય માટે આવેલી છે, તેની વિગત હજી પ્રકાશમાં આવી નથી. 1. पडयद्दे सचो खल, वणियमुओ सायगे ति विक्ताओ। भाइसमं पारसउलं, गंतुं पागच्छमाणाणं ॥ ૨. ૨ :વેગ, ગુવાન = 3 1 ન્ન ઊંદિયા, વિત્યા ૨ નાં !