________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
શ્રીવિજયસેનસૂરિ સ. ૧૬૭ર માં અકખરપુરમાં કાળધમ પામ્યા ત્યારે તેમના સ્તૂપ અંધાવવા માટે ખાદશાહ જહાંગીરે દશ વીઘા જમીન ભેટ આપી હતી. ત્યાં કુલ ત્રણ જિનમંદિરે અને સ્તૂપ હતાં; જેમાંનું આજે કંઇ જ હયાત નથી.
૧૬
ગધારના વતની શેઠ વાજિયા રાજિયા નામે મધુબેલડી ખંભાતમાં આવીને વસી. અહીં તેમણે અઢળક કમાણી કરી હતી. સ. ૧૬૬૧ માં પડેલા દુકાળ સમયે તેમણે હાર મણ અનાજ ખરીદીને ભૂખ્યાંને ભેજન આપ્યાં હતાં અને શરીર ઢાંકવા વસ્ત્ર આપ્યાં હતાં. આ રીતે એક જ વર્ષમાં તેમણે તેવીસ લાખ રૂપિયા ખરચી લાખા માનવીઆને ઉગાર્યાં હતાં. આવી લેાકસેવાથી આ અંને ભાઈઓની પ્રતિષ્ઠા એટલી બધી વધી હતી કે ફાંસીની સજા પામેલા માનવીએ પણ તેમનું નામ લેતા કે તરત જ સજા ફરમાવનાર રાજા કે અમલદારને અભયદાન આપવું પડતુ. માલા ”માં એ ખંધુએની કીર્તિ ગાતાં કહ્યું છે—
17
૫. શીવિજયજીએ રચેલી “ તી
“ પારેખ વાજિયા તે રાજિયા, શ્રીવશે બહુ ગાજિયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સઘ પ્રતિષ્ઠા મનને રંગ, જેની ગાદી ગામ બંદરે, સાવન છત્ર સાહે ઉપરે; કાઇ ન લેાપે તેહની લાજ, નામે શીરા ફિગી રાજ. ”
આ દાનવીર ને ધર્મ વીર બંધુઓએ પાંચ જિનાલયે અંધાવ્યાં હતાં તે પૈકી ખંભાત પાસેના નેજા ગામમાં શ્રીઋષભદેવ ભ. નું અને નજીકના વરડોલા ગામમાં શ્રીકરેડા પાર્શ્વનાથ ભ., શ્રી નેમિનાથ ભ. અને ખીજું એકએમ ચાર મંદિર તેમજ મ ભાતમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ. નું મંદિર બંધાવ્યું હતું. સ’. ૧૬૪૪ના એક મેટા શિલાલેખમાં આ મંદિરની ભવ્ય ખાંધણીનું સુંદર વર્ણન મળે છે. એનેા સાર આ છે:-૧૨
“ શ્રી. વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલા આ મંદિરમાં શ્રીપાર્શ્વનાથની પ્રતિમાને ‘શ્રીચિંતામણિ પાર્શ્વનાથ નામે સ્થાપન કરી છે. એ પ્રતિમા ૪૧ આંગળ ઊંચી અને શેષનાગથી સેવિત હતી. મસ્તક ઉપર સર્પની સાત ટ્ઠાએ કૈાતરેલી હતી. આ મંદિરમાં આર સ્ત ંભ અને છ દ્વાર હતાં. નાની નાની સાત દેવકુલિકાઓ અને એ દ્વારપાલાની મૂર્તિઓ હતી. મૂળનાયકની આસપાસ બીજી પચીસ ઉત્તમ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી. એ મંદિરમાં વળી એક ભવ્ય ભૂમિગૃહ ( ભોંયરું) હતું; જેને પચીસ પગથિયાં હતાં. એ સેાપાનની સામે જ સુંદરાકૃતિ ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભૂમિગૃહ સમચતુરસ (ચેારસ) હતું અને દશ હાથ જેટલું ઊંચું હતું. એની અંદર નાની નાની ૨૬ દેવકુલિકાએ હતી. એને પાંચ દ્વાર હતાં. એ ભૂમિગૃહમાં પણ બે દ્વારપાલેા હતા. તેમજ ચાર ચામરધારકા હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળપ્રમાણુ શ્રીઆદિનાથ ભ. ની, ૩૩ આંગળપ્રમાણુ શ્રીમહાવીરદેવની અને ૨૭ આંગળપ્રમાણુ શ્રીશાંતિનાથ ભ. ની પ્રતિમા સ્થાપિત હતી. વળી, એ ભૂમિગૃહમાં ૧૮ હાથી અને ૮ સિ ંડા કરેલા હતા. આવી રીતે સ્ત ંભતી માં ભૂષણ સમાન અને જોવાલાયક એ મદિર ચાજિયા રાજિયા નામના બે બંધુએએ બંધાવ્યું હતું. ”
પ્રસિદ્ધ કવિવર શ્રી. ઋષભદાસે આ ભૂમિમાં જન્મ લીધા હતા ને કેટલાયે રાસગ્ર ંથાની રચનામાં તેમણે આ ભૂમિમાંથી જ પ્રેરણા મેળવી હતી. જેનાચાએ પણ અહીં સ્થિરતા કરી અનેક ગ્રંથાથી આપણેા સાહિત્યિક ભડાર ભરી દીધા છે. એને ખ્યાલ આપતા અહીં છ ગ્રંથભંડારા આજે પણ મોજુદ છે. તેમાં સેકડા ગ્રંથૈા કાગળ પર લખાયેલી હાથપોથીએમાં છે, જ્યારે શ્રીશાંતિનાથના જ્ઞાનભંડારમાં ૧૫૦ જેટલા તાડપત્રીય ગ્રંથો સુરક્ષિત રહેલા આજે પણ મળે છે.
સત્તરમા સૈકા પછી કેટલાયે ધર્મપ્રેમી શ્રાવકોએ અહીં જિનમ ંદિરે ધાવ્યાં છે, એની વિગતમાં ન ઊતરતાં માત્ર અહીંના એક વિશાળ મંદિરની આછી ઝાંખી કરી લઈએ:
આ મંદિર ભાટવાડાના રસ્તા ઉપર આવેલું છે. એમાં મૂ. ના. શ્રીચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રશાંત મુદ્રાવાળી, મધ્યમ કદ્રની, શ્વેત આરસની પ્રતિમા બિરાજે છે. ખંભાતના તિલકસમું આ મન્દિર પાંચ ઉત્તુંગ શિખરવાળુ છે. આખાયે મંદિરમાં લાલ પથ્થર અને આરસ વપરાયા છે. ત્રણ માળ અને બાવન દેવકુલિકાઓથી મ`ડિત છે. ખભાતનાં પ્રાચીન ત્રિ'એ ધરાવતા લગભગ વીશ મિશનો આમાં સમાવેશ છે. ભોંયતળિયે પાછલા ભાગમાં નીલવણી શ્રીઅરિનેમિ ભગવાનની આબેહૂબ મૂર્તિ ખિરાજમાન છે. ઉપા. શ્રી. વીરવિજયજી મહારાજની મૂર્તિ વાળી એક દેરી પણ આમાં છે.
૧૧. પ્રાચીન જૈન લેખ સંગ્રહ' ભા. ૨; ૭૨૧-૨૭; અને ‘ શ્રી હીરવિજયસૂરિરાસ ' પૃ. ૧૫૨-૫૭.
૧૨.
પ્રાચીન જૈત લેખસંગ્રહુ' ભા. ૨; પૃ. ૩૨૩,