________________
જૈન તીથ સસ ગ્રહ
૮
શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ, તેમના શ્રી, દેવભદ્રસૂરિ... ( કોઈ આચાયે ) આમ્રદત્તની વસહીમાં રહીને સ૦ ૧૧૬૫માં ભરૂચનગરમાં સિરિપાસનાહચરિય' નામના ગ્રંથ પ્રાકૃતમાં અનાન્યે છે તેના પ્રસ્તાવમાં જણાવ્યું છે કે— “ કપડવણજ નિવાસી ગોરધન Àઠે શ્રીવાસુપૂજ્યસ્વામીના બાવન જિનાલયવાળા જિનપ્રાસાદ અહીં કરાવ્યા. વળી, એ શેઠના પુત્ર-પુત્રીએ પણ શાસનપ્રભાવક કાર્યો કર્યા અને શ્રીવીરશેઠના પુત્ર જસદેવે આ ચરિત્ર રચવાની પ્રેરણા સૂરિજીને કરી હતી. ”
આ મદિરાને આજે પત્તો નથી. અસલના વખતનું ભરૂચ આજે ખદલાઇ ગયું છે. અહીંનાં નવાં મકાનાની કેટલીક ભીંતમાં જડાયેલા ઘણા કેાતરેલા પથ્થરે જોવાય છે તે શું અહીંના પ્રાચીન જૈન મંદિરના હશે એમ ઉપલક દષ્ટિએ જોતાં કલ્પના થઇ આવે છે. લેકેના કહેવા પ્રમાણે તે ભરૂચની કેટલીક મસ્જિદે જે હાલ મોજુદ છે તે મૂળે જૈન દેરાસરા હતાં. તેમાં ભરૂચની જુમ્મા મસ્જિદ પણ છે. એના વિશે ડૉ. કાઉઝે કહે છે: “ સુંદર શ્રીધર સ્ત ંભો, આણુની શૈલીમાં કોતરેલ છા આ, કીર્તિ મુખ, દેવીએની પંક્તિઓ ઈત્યાદિ શણગારેથી શૈાભિત વિશાળ મંડપેા, ઉર્દુ ખર અને કીર્તિ મુખવાળા મંડારણે, મંગળમૂર્તિ આ વગેરે શૈલીની જો કે અડધી બગડેલી છતાં સ્પષ્ટ નિશાનીઓથી ભરપૂર છે. આખું મકાન એક ઊંચા માંચડા પર માંધેલું હાવાથી પંદર પગથિયાંવાળી એક પથ્થરની સીડી ઉપર ચડવું પડે છે. અહીં તા હવે ખાવન જિનાલય નથી દેખાતું.”
ડૉ. અર્જેસે આ મસ્જિદ વિશે વિવેચન કરતાં જણાવ્યું છે : “ ઈ. સ. ૧૨૯૭માં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત સર કર્યું. એ સમયે ભરૂચ પણ મુસલમાનેાના હાથમાં ગયુ. તેએએ ગુજરાતમાં ઘણે સ્થળે હિંદુ અને જૈન ઢેલાલયેાને મસ્જિદમાં ફેરવી નાખ્યાં. આ કાળમાં ભરૂચની બ્લુમ્મા મસ્જિદ પણ જૈન મ ંદિરમાંથી પરિવર્તિત ખનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષેા ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મન્દિરના ભાગ છે એમ જણાય છે. આ સ્થળની પ્રાચીન કારીગરી, આકૃતિએની કેાતરણી અને રસિકતા, સ્થાપત્ય-શિલ્પકળાનું રૂપ અને લાવણ્ય ભારતવ માં અજોડ છે. ”
શ્રી. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી આ મસ્જિદની વિગતામાં ઊતરતાં ઊમેરે છે કે—“ મુસલમાનાના રાજતંત્ર નીચે કાયમ રહેલી હિંદુકળાનું આમાંથી સૂચન થાય છે. જીમ્મા મસ્જિદની લંબાઈ ૧૨૬ અને પહેાળાઇ ૫૨ ફીટની છે. ૪૮ થાંભલાની સરખી હાર છે અને તે પર અગાશી છે અને ૩ ભન્ય ઘૂમટે છે. છત ઉપર આછુના વિમળવસંતમાં જે સુંદર કે।તરણી છે તેવી કતરણી છે. થાંભલામાં શિલ્પીની કારીગરી અદ્ભુત છે. ચાંભલા ઉપરના પાટમાં જૈન અને હિંદુ ધાર્મિક જીવનનાં કેટલાંયે દર્ચે કાતરેલાં છે. [ પુરાતત્ત્વપ્રેમી અને વિદ્યારસિક આ કૃતિએને પુરાતત્ત્વની દૃષ્ટિએ ઓળખવાના પ્રયાસ કરે તે એમાંથી કળા અને ઈતિહાસમાંથી ઘણું જાણવા મળે તેમ છે. ઘણી કૃતિએનાં સુખાવિંદ ખવાઇ ગયાં છે અને છતની કૃતિ પણ વરસાદના પાણીથી તૂટી ગઈ છે. પણ તેમાં ઇતિહાસનું જીવન છે.] નીચેની પગથાર સાદી છે. સિદ્ધરાજ અથવા કુમારપાલે ભરૂચના કોટ બધાવેલા તેના પથ્થર અને આ મસ્જિદની દીવાલના પથ્થર એક જ છે અને એક જ સમયના છે. ભીંતે ત્રણ આરસના મહેરાખ છે. મધ્ય મહેરામની સુંદર કોતરણી છે. તેમાં અરેબિક ધર્માંના કલમા કોતરેલા છે, એ દરવાજા છે અને ઉત્તર તરફના દરવાજો જૈન દેવળના છે. દ્વારપાલ ચક્ષુ દંડ લઈને ઊભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઇ ગઇ છે. ખરે આરસના છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે.
kr
દ્વાર ઉપર ઉત્તર તરફના ઘૂમટની નીચે હી. સ. ૭૨૧ = ઈ. સ. ૧૩૨૧ ના શિલાલેખ કાતરેલે છે. આ શિલાલેખ ગયાસુદ્દીન તઘલખના સમયને છે. ગયાસુદ્દીનના રાજકાળ ઇ. સ. ૧૩૨૦ થી ૧૩૨૫ ના છે. એને પ્રતિનિધિ શ્રીમંત મેાહમદ ભુતુમરી ભરૂચમાં શાસન કરતા હતા. તેણે આ સ્થળે પૂર્વે જૈન વિહાર–ચૈત્ય મ ંદિર હતું તેનું મસ્જિદમાં પરિવર્તન કર્યાના ઉલ્લેખ છે.”
આ રીતે ભગવાન મુનિસુવ્રતસ્વામીના સમયનું અશ્વામેાધ તી,પ સિંહલદ્વીપની રાજકુમારી સુદ નાના શકુનિકા
પ. રાજઘરઝુ દૃધિપતિ આમ્રભટ્ટે કરાવેલું દેવળ અશ્વાવખાધ તીનું સ્મારક છે પણ રાકુનિકાવિહાર અને બીજા મદિરાનેા પત્તો નથી. દેવેદ્રસરિજીએ આપેલા વષઁન મુજબ તેના વિસ્તાર ભરૂચને સામે તીરે સંભવી શકે. ભરૂચની આજુબાજુ વૈદિકાએ અપનાવેલાં અનેક સ્થાને જે તેનાં વણુતા પુરાણુ કવિચ્છેાએ કર્યા છે, અને હાલ વિવિધ નામેાથી ખ્યાત છે. એ બધાં સ્થાનાનું ઐતિહાસિક દષ્ટિએ અવલોકન કરવા જેવું છૅ. ગામ પૂર્વ-પશ્ચિમ લાંબુ લગભગ ત્રણ માઈલ હશે, તેના ત્રણ ભાગ છે, કબીલપુરા શહેર અને વેજલપુર આ ત્રણે ભાગને છૂટા પાડનાર બે ઢાળેા છે, પશ્ચિમ ટાળે તીપેર બજાર છે. વેજલપુર વિભાગમાં પારસીઓની વસ્તી વિશેષ છે અને લાડુ શ્રીમાલી - જૈને પણ અહીં જ વસે છે. સ્ટેશન પાસે કબીલપુરામાં દેવળ અને ઉપાશ્રય છે.