________________
અમદાવાદ
ગુજરાતી અપભ્રંશનું સાહિત્ય જે આપણા ભંડારોમાં છે તે જેની રચનાઓ સિવાયનું અન્યત્ર સાંપડતું નથી. મહારાજા કમારપાલ, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ, મંત્રી પેથડ વગેરે શ્રેષ્ઠીએાએ ઠેર ઠેર સ્થાપેલા ગ્રંથભંડારે અને તેમની નિશ્રામાં લખાયેલા અનેક ગ્રંથની નેંધ મળે છે. અહીં પણ એવા કેટલાક પ્રાચીન ભંડારોમાંથી દેશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપાશ્રયમાં, જેન વિદ્યાશાળામાં, લુહારની પોળના ઉપાશ્રયમાં, દેવસાના પાડે વિમલગચ્છના ઉપાશ્રયમાં, હાજા પટેલની પળના પગથિયાના ઉપાશ્રયમાં, પાંજરાપોળની જ્ઞાનશાળામાં તથા બીજે મળીને હજારો ગ્રંથ સંઘરેલા સાંપડે છે. કેવળ ડેલાના ઉપાશ્રયમાં જ આ લેખકે તેનું વિગતવાર “સૂચિપત્ર બનાવતાં ૧૭–૧૮ હજાર જેટલા પ્રાચીન હસ્તલિખિત ગ્રંશે સંગ્રહાયેલા હોવાની ગણતરી કરી છે.
લગભગ ૨૫૦ વર્ષ પહેલાંના અમદાવાદની ઝાંખી કરાવતા પં. શીલવિજયજીએ સં. ૧૭૪૬માં રચેલી તીર્થમાળામાં અહીંની જાતમાહિતીનું વર્ણન આપતાં તેઓ કહે છે-“અમદાવાદ ત્રણ જનના વિસ્તારમાં છે. અહીં પચાસ હજાર શ્રાવકેનાં ઘરની વસ્તી છે અને ૧૭૮ જેટલાં જિનમંદિરે છે. એશવાલ રતન અને સૂરા નામના જૈન શ્રેણીઓ ધર્મક્ષેત્રમાં ઘણું દ્રવ્ય વાપરે છે. મનીઆને પુત્ર દેશી શાંતિદાસ રાજા ભેજના બીજા અવતારસ દાનવીર છે, તે જ જ્ઞાની પણે છે. એશવાલ શેઠ શાંતિદાસે શ્રીચિંતામણિપાર્શ્વનાથનું વિશાળ મંદિર બંધાવ્યું છે અને તેમની સેવાથી દિલ્લીશ્વર પણ તેમને માન આપે છે.
પરંતુ આ ભવ્ય મંદિર વિગ્રહકાળના પંજામાં સપડાઈ જતાં નામશેષ બન્યું છે. એનો ઈતિહાસ જાણવાજે છે. અમદાવાદના સરસપુરમાં શ્રી. શાંતિદાસ નગરશેઠે સં. ૧૬૯૪ માં શિખરબંધી બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું હતું. એ સમયે ઔરંગઝેબ ગુજરાતને સૂબો હતો. તેણે સં. ૧૭૦૦ માં એ મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. આથી આખા ગુજરાતમાં હિંદુ અને મુસલમાનોનું મોટું બંડ થયું. દિલ્હી દરબારમાં પોતાની લાગવગ ધરાવનારા શાંતિદાસ શેઠે શાહજહાં બાદશાહને અરજ કરી તેથી તેમણે એ મંદિરને ફરી બાદશાહી ખરચે નવું કરાવી આપવા હુકમ કર્યો. ફરમાનમાં જણાવ્યું છે કે-“તે દેરામાં જે જે નવું કરાવ્યું હોય અને મહેરાબો તે પર કરેલ છે તે કઢાવી નાખવી અને મકાન મજકુર શેઠને હવાલે કરવું. તેમજ પ્રથમના દસ્તુર–રિવાજ મુજબ તે મકાન તેમના કબજામાં રહે અને હરેક રીતે તે પોતાની મરજી પ્રમાણે પિતાના ધર્માનુસાર વાપરી તેમાં પરમેશ્વરનું ભજન કરે. તેમાં કોઈ આદમી ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગામાં મકાન કરી રહ્યા છે તેમને ત્યાંથી કાઢી મૂકવા; બીજા વહોરા લેકે જે આ દેવલની ઈમારત ઊઠાવી ગયા છે, તે તેમની પાસેથી તે ચીજો લઈ એમને પહોંચાડજો. અગર એમણે સામાનને ખરચ કર્યો હોય તેની કિંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડશે. આ બાબતમાં તમામ તાકીદ જાણીને હુકમ ફેરવશે.”૧૦
અમદાવાદના ઈતિહાસમાં સ્વ. મગનલાલ વખતચંદે ઉપર્યુક્ત ઘટનાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેમણે આ મંદિરની રચના વિશે પણ જાણવા જેવી હકીક્ત નેંધી છેઃ “આ બાવન જિનાલયવાળું શિખરબંધી દે સરસપુર નામના પરાથી પશ્ચિમે આશરે ખેતરવા એકને છેટે આવેલું છે. આ દેરા વિષે એમ કહેવાય છે કે નગરશેઠ
અંતિદાસે પાંચ-સાત લાખ રૂપિયા ખરચીને બંધાવ્યું હતું. એ દેરાને ઘાટ તમામ હઠીસિંહના દેરા જેવો છે તફાવત એટલે જ છે કે હઠીસિંહનું દેરું પશ્ચિમાભિમુખ છે અને આ દેરું ઉત્તરાભિમુખ છે. આ દેરામાં મોટાં મોટાં ભેયાં છે. તે ભેંયરાંમાં પૂર્વે માટે ચૌમુખ હતે. એ દેરાથી તે અમદાવાદના ઝવેરીવાડમાં નગરશેઠની હવેલી સધી એક ગાડું જાય એવી મેટી સુરંગ હતી, આવું કેમાં કહેવાય છે. એનું કારણ એવું સંભળાય છે કે સસલમાન વખતમાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડે એ દેરું વટાળી તેમાં નમાઝ પઢવાનું ધાર્યું. એ વાતની નગરકોઇને જાણ થઈ, પણ તે વખતમાં ધર્મને જલમ ઘણું હતું, તેથી સમજીને નગરશેઠે આ સુરંગ ખોદાવી રાખી હતી. એટલે તરત ગાડાં સુરંગમાં ઉતારીને આ દેરાના ચૌમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસાડી ઝવેરીવાડમાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ, જેને આદીશ્વરનું ભંયરું કહે છે તે ભેંયરામાં બેસાડી તથા મૂળનાયકની મૂર્તિ નાની શ્યામલી ચિંતામણિ પાર્શ્વનાથની હતી, તે લાવીને ઝવેરીવાડમાં સૂરજમલના દેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ મૌજુદ છે.
૯. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” ભા. ૧, પૃ૦ ૧૨૪-૧૨૫. ૧. “The Journal of the University of Bombay” માં એસ. એમ. કેમીસરીએટને લેખ “The Imperial - Mughal Farmans in Gujrat'-તેમાંનું એક ફરમાન.