________________
૧૦.
જૈન તીર્થ સર્વગ્રહ પછી ઔરંગઝેબ દિલ્હીના તખ્ત પર બેઠે ત્યારે તે દેરાને તોડી પાડવામાં આવ્યું. રંગમંડપ વગેરેના ઘૂમટની માહેલી તરફ ઊંચા પથ્થરની પૂતળીઓ વગેરે છુંદી નાખી છે. તેમજ ચૂનાથી લીંપી દીધી છે. એ સિવાય બીજી પણ ઘણી ભાંગફેડ કરી છે, છતાં પણ એ દેરાના ખડેર ઉપરથી જણાય છે કે દેરાનું કામ ઘણું સારું હશે. એના પર વગેરે સરસામાન નગરશેઠે કઢાવી લઈ બીજા દેરાના કામમાં વાપર્યા.”
આજે તે ગભારાના પાછલા ભાગની નિશાની સિવાય બીજું કાંઈ જ બચ્યું નથી. આ રીતે એક ભવ્ય અને ઉત્તમ કેરણીવાળા મંદિરને કરુણ અંત આવ્યે; છતાં આવા આક્રમણથી જરાયે નાસીપાસ થયા વિના જેનેએ ઉત્સાહના વેગથી નવાં મંદિર બંધાવ્યે જ રાખ્યાં છે અને જેનપુરી તરીકે ઓળખાતા આ નગરના સૌંદર્યમાં જરાયે ઓછપ આવવા દીધી નથી.
બાદશાહ ગયા પણ શાહ તે છે જ' એવી સર્વ પ્રજાને આશ્વાસનદાયક જૂની પ્રચલિત કહેવત મુજબ આ નગરી જેનપુરી” કેમ કહેવાય છે એને મર્મ ખુલ્લે કરે છે. આવી મનહર નગરીના અલંકાર તે જૈન મંદિરે જ છે. અહીંના જૈન મંદિરને ઈતિહાસ એક રીતે જેનાના ઈતિહાસ જે જ ભવ્ય, વિવિધતાભર્યો ને સાધનાસંપન્ન છે. આ મંદિર પિકી વિશિષ્ટ મંદિરની હકીકત જાણવા જેવી છે. દરેક મંદિરના વિવિધ ઘાટ, કેરણી, તેમાંનાં પ્રાચીન–અર્વાચીન શિલ્પ, રંગચિત્ર, આરસ અને લાકડાંની ઝીણું નકશીના વિવિધ પ્રકારની વિપુલતા, ખાસ કરીને બહારની રચના કરતાંયે અંદરના વૈવિધ્યની વિશેષતા સહુને હેરત પમાડે એવી છે. આપણે તે પર ડું અવલેકન કરી લઈએ.
શામળાની પળમાં શાળાના ખાંચામાં આવેલું શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર મંત્રીશ્વર વસ્તુપાલના વંશજ સંઘવી સોમજી તથા તેમના ભાઈ શિવાએ સં. ૧૬પ૩માં બંધાવ્યું છે. આમાં લાકડામાં કરેલી સુંદર કરણી દનીય છે. ભીંત પર આરસમાં કેતલે લેખ છે. મેડા ઉપર સફેદ આરસની કાયોત્સર્ગસ્થ જિનપ્રતિમા મનોહર છે. તેની સામે લાકડામાં કતરેલાં તીર્થકરોના જન્મ-મહત્સવાદિ દૃશ્ય; તેમાં આજે પણ ચાલતી-ફરતી પૂતળીઓ અને મંદિરની બહાર જડેલા લાકડાના ટેકાએ કળામય છે. લાકડાની પ્રાચીન કારીગરીના નમૂના તરીકે આ મંદિર દર્શનીય છે. (જુઓ : કેઠા નંબર : ૮)
શામળાની પળના વચલા ખાંચામાં આવેલા શ્રી. શ્રેયાંસનાથ ભગવાનના મંદિરમાં કાચનું સુંદર જડિત કામ કરેલું છે. ચક્રવર્તી ભરતરાજના કૈવલ્યભાવને વુડકટને દેખાવ, તથા ગભારામાં સફેદ આરસનાં શિલ્પ જોવાલાયક
છે. ( ઠા નંબર : ૯). ૩–૪. માંડવીની પિળમાં આવેલી નાગજી ભૂધરની પિળમાં શ્રી. સંભવનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનાં દેરાસરો એક
સાથે આવેલાં છે. ભેંયરામાંની મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની આરસની પ્રતિમા પ્રાચીન છે અને તેમના પબાસનમાં આબુની ખ્યાતિ પામેલી કેર કરેલી હતી, જે આજે ઘણીખરી ઘસાઈ જવા પામી છે. મેડા ઉપર મૂ. ના. શ્રી. ધર્મનાથ અને શ્રી. પાર્શ્વનાથ ભગવાનના બે ગભારાઓ આવેલા છે. એમાં કરેલું રંગબેરંગી આરસનું જડિત કામ પ્રેક્ષણીય છે. આ દેરાસરની ૩૧૦ ધાતપ્રતિમાઓ પૈકી કેટલીક તે અગિયારમા–બારમા સૈકાની છે. બારણામાં પીળા આરસના ઇંદ્ર-ઈંદ્રાણી સુંદર રીતે ઘડેલા છે. કહેવાય છે કે આ મંદિર ફરી બંધાયું તે પહેલાં આખુંચે દેરાસર લાકડાની સુંદર કેરણીવાળું હતું. (કેઠા નંબર: ૩૮-૩૯) સમેતશિખરની પિળમાં આવેલા ઘૂમટબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંની કારીગરી અસાધારણ અને અમૂલ છે. એને ન જોઈએ-જાણીએ તે કળાના ઉત્તમ નમૂનાથી વંચિત જ રહી જવાય. આમાં વિશેષતા એ છે કે, પાષાણને બદલે લાકડામાંથી જ કેરી કાઢેલું ભવ્ય શિલ્પ છે. નાચતા-ગાતા દેવતાઓ અને હાથીઓના મતકની પંક્તિઓ ભીત ઉપર ને છજામાં રહેલી સમચોરસ આકતિવાળી બારીની આસપાસ શેભે છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની એક સફેદ આરસની મૂર્તિ પણ મનહર છે. તેમાં ફણાની રચના તે શિ૯૫ની દૃષ્ટિએ ઉત્તમ ગણાય એવી છે. પરંતુ લાકડામાં કેતલે સમેતશિખરને પહાડ; જે શ્રાવક, શ્રાવિકા, સાધુ, દેવ, દેવીઓ, પશુઓ અને વનસ્પતિથી ભરચક છે તેમજ જેના જુદા જુદા ભાગે હલાવી ચલાવી શકાય છે તે તે આખા અમદાવાદનું મોટું આશ્ચર્ય છે; એમ કહીએ તે ખોટું નથી. પાટણના પ્રસિદ્ધ વાડી પાશ્વનાથના. મંદિરની એ યાદ આપે છે. આ