________________
જૈન તીથ સસગ્રહ
૧૨
૧૩, દોશીવાડાની પાળમાં ગોંસાઇજીની પાળમાં શ્રીસીમ ધરસ્વામીના દેરાસરના ભોંયરામાં કેટલીક પ્રાચીન પ્રતિમાએ સંઘરી રાખવામાં આવી છે. કેટલીક મૂર્તિએ ખંડિત છે. પરંતુ કેટલીક પ્રતિમાઓ જેવી પ્રાચીન છે તેવી જ મૂર્તિ સ્થાપત્યકળાની દૃષ્ટિએ બેનમૂન છે. (૧) એક ધાતુપ્રતિમાની ઊંચાઈ ૧૦૧/૪ ઈંચની છે અને ચક્ષ–ક્ષિણી સહિત પહેાળાઇ ૧૦૧/૨ ઇંચની છે. આમાં પલાંઠી નીચે બેઠકમાં આઠ ગ્રહેા કાતરેલા છે. વળી, તેના ઉપર આલેખાયેલ અક્ષરે દશમા સૈકાની લિપિના ખ્યાલ આપે છે અને એની રચનાશૈલી પણ એ સમયની પ્રતીત થાય છે. પરિકર વિનાની આ એકલમલ શ્રી. ઋષભદેવની પ્રતિમાના ખભા ઉપર વાળની ત્રણ લટે સુંદર રીતે કોતરેલી છે. પલાંઠી નીચે એટકના બંને છેડે એકેક સિંહની આકૃતિએ જોવાય છે. તેની છાજુમાં કમળઆસનવાળી આકૃતિઓમાં જમણી તરફ બે હાથવાળા ચક્ષ; જેના એક હાથમાં ફળ અને બીજા હાથમાં રૂપિયાની થેલી છે; તેમજ ડામી તરફ એ હાથવાળી અંખિકાદેવી; જેના એક હાથમાં આપ્રદ્યુમ છે ને ડામેા હાથ ખેાળામાં બેઠેલા ખાળક પર હોય એવું સ્પષ્ટ આલેખન છે. (૨) ખીજી મૂર્તિ ભગવાન શ્રીપાર્શ્વનાથની ત્રિતીથીની છે. તેની ઊંચાઇ ૧૦૧/૪ ઇંચ અને પહેાળાઈ ૭૧/૨ ઇંચની છે, વચ્ચે મૂ. ના. શ્રીપાર્શ્વ નાથ ભગવાનની પદ્માસનસ્થ અને માથે ફણાવાળી આકૃતિ અંકાયેલી છે. ફણાએ ઉપર ત્રણ છત્ર છે ને છત્રની આજુખાજીમાં એકેક ગાંધવ હાથમાં ફૂલની માળા સાથે ઊંચેથી અવતરણ કરી રહ્યા હોય એવા આબેહૂમ દેખાવ કરેલા છે. પલાંઠી નીચે કમળની રજૂઆત છે. આ મૂર્તિની અને ખાજીમાં એકેક ચામરધર ઊભા છે. બેઠકની નીચે નવ ગ્રહેા આલેખ્યા છે. જમણી બાજુએ એ હાથવાળા યક્ષ અને ડાખી બાજુએ અંબિકાદેવી છે. લેખ નથી, પરંતુ મૂર્તિવિધાનની દૃષ્ટિએ આ મૂર્તિ દશમા સૈકા લગભગની પ્રતીત થાય છે. (૩) ત્રીજી એક પ્રતિમા સહજી નામની શ્રાવિકાએ સ. ૧૧ર૧માં ભરાવ્યાના લેખવાળી છે. (૪) ચેાથી મૂર્તિ ને કે પરિકરવાળી ખંડિત બનેલી છે; છતાં તેના ઉપર સં. ૧૧૨૯ ના લેખમાં સુમતિધરની પુત્રીએ આ ખિખ કરાવ્યાના ઉલ્લેખ છે. ટૂંકમાં—આ ચારે પ્રાચીન પ્રતિમાઓ શિલ્પકળાની દૃષ્ટિએ દનીય છે. વળી, આ મંદિરની અંદર અને ખહારની ભીંતા રાજપૂત સમયની ચિત્રકળાનાં ઉત્તમ ફ્યેોથી ભરચક અનાવેલી છે.
૧૪. શેઠ હઠીસિંહનું મંદિર—આ મંદિર દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીસિંહની વાડીમાં આવેલું છે; જે શિખરખ`ધી, ભવ્ય અને વિશાળ છે. આ મંદિર અમદાવાદના હિંદુ મંદિરોમાં સ્થાપત્ય અને કળાના નમૂના તરીકે સર્વોત્તમ ગણાય છે. એની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩માં શ્રી. શાંતિસાગરસૂરિએ કરી હતી. તેમાં મૂ. ના. શ્રીધર્મનાથ ભગવાન વિરાજમાન છે. શ્રી. હઠીસિંહ શેઠ અને તેમના વંશજો તેમજ પ્રતિષ્ઠાના અઠ્ઠાઇ–મહાત્સવના દિવસેાના કાર્યોનું વષઁન મંદિરમાં લગાડેલા પ્રશસ્તિ લેખમાં આપેલુ છે. પ્રેમચંદ નામના સ્થપતિ પાસે આ મદિર બ ંધાવ્યું હતું. આ મ ંદિર પૂરું મોંધાઈ રહે એ પહેલાં જ હઠીસિંહ શેઠ પંચત્વ પામ્યા તેથી તેમનાં ધર્મ પત્ની શેઠાણી હરકારમાઇએ ખાકીનું કામ પૂરું કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી એની હકીકત પણ એ શિલાલેખમાં આપી છે.૧૧
આ મંદિરની ખાંધણી નગરશેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિર જેવી છે; એમ કહેવાય છે. આયુનાં જગવિખ્યાત મ ંદિરોના સફળ અનુકરણુરૂપે આની રચના થયેલી છે. મંદિરમાં એક માળવાળે સુંદર મંડપ છે. વચલા મંડપ અને ગભારાની કારણી ઉત્તમ પ્રકારની છે. ઉપર માળ છે ને નીચે ભોંયરુ છે. વિમાનનું કામ પણ ઘણું કળામય છે. મૂળ મંદિરને ફરતી ખાવન જિનાલયની શિખરબંધી દેરીએ છે. બંને વચ્ચે ફરતા ચેક છે. મંદિરની ઉત્તર—દક્ષિણ પહેાળાઇ ૧૨૬ ફીટ અને ખહારની શૃંગારચાકી સિવાય પૂર્વ–પશ્ચિમ લંબાઈ ૧૬૦ ફીટ છે. મંદિરની બહારની દેવકુલિકાઓના ફરતા છાના ટોડલે ટોડલે મૂકેલી આકૃતિએ સુંદર અને લાવણ્યમયી છે. શિલ્પમાંની નૃત્યપૂતળીઓમાં થનગનાટભર્યો અગમરાડની વહેતી રેખાએ ઉલ્લાસભરી જોવાય છે. એમના મુખ ઉપર કમળ જેવી સુકુમારતા જણાય છે. ગુજરાતની સ્ત્રીઓનું આબેહૂબ સૌંદર્ય એમાં ઉતારેલું પ્રતીત થાય છે. એક ખીન્તથી તદ્ન ભિન્ન આકૃતિએ વાદ્ય સામગ્રી સાથે અવનવે ભાવ પ્રદર્શિત કરી રહી છે. ઠસ્સાદાર અલંકારે, સૌષ્ઠવ આકારા, નીતરતું સૌંદર્ય અને વૈવિધ્યભરી ભાતાની વિપુલતા અહીં જ્યાં-ત્યાં નિહાળાય છે. જાળીએના વિવિધ પ્રકારે અહીં પુષ્કળ પ્રમાણમાં દેખાય છે. ખરેખર, ઉચ્ચ સંસ્કાર અને સુરુચિભરી કારણીને તે અહી પાર નથી. ભરતના ‘ નાટયશાસ્ત્ર'માં ઉલ્લેખેલા નૃત્યપ્રકારોનું દર્શીન આ પૂતળીઓમાં થાય છે. મંદિરની ભિટ્ટ અને શિખર સુધીના ભાગમાં કળામય આકૃતિએ કંડારી આ મંદિરને મનેાહર બનાવી મૂક્યું છે. અેસ અને ફ્ગ્યુસન લખે છે કે“ આ આખાયે. મ ંદિરની બાંધણી અનુપમ સૌંદર્ય વાળી અને દરેક ભાગ એક મોન્ટ સાથે ૧૧. આ શિલાલેખ “પ્રાચીન જૈન લેખ સંગ્રહ '' ભા, ૨ માં લેખાંકઃ ૫૫૬ અને તેનુ વેચન પૃ॰ ૩૪ર ઉપર પ્રગટ થયું છે.