________________
માતર
૧૩
ખંધબેસતા છે. ” જેમ્સ સેમ્યુલસન આ આખા મદિરની રચના સપૂર્ણ છે” એમ કહે છે. આનંદકુમારસ્વામી જણાવે છે કે આ મંદિર નાગર ખાંધણીનું છે.” શ્રી. રત્નમણિરાવ નોંધે છે કે આ મંદિર એક ંદરે અમદાવાદના સ્થાપત્યના ગૌરવરૂપ છે. (કે. નં. ૧૮૬ )
★
૨.
માતર
(કાઠા નખર : ૨૩૦ )
નડિયાદ સ્ટેશનથી મેટરમાર્ગે માતર જવાય છે. અહીં ખાવન જિનાલયથી શાલતુ મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરખ`ધી આલીશાન મ ંદિર છે. આ મ ંદિર સાચાદેવને નામે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. શ્રીસુમતિનાથ ભગવાન વગેરેની મૂર્તિ આ મહુધા પાસે આવેલા સહુંજ ગામના મારાટના વાડામાંથી નીકળી હતી, જેની પ્રતિષ્ઠા સહુંજમાં જ થઈ હતી. એનુ પ્રમાણ આપતા મૂળનાયક ઉપર આ પ્રમાણે લેખ છે:—
''
'संवत् १५२३ वर्षे वैशाख यदि ७ खौ प्राग्वाटज्ञातीय सा गोनाभार्या० रत्नू पुत्र समधरभार्या जासी धम्र्म्मादपुत्री लाला प्रमुखकुटुंबयुतेन.... श्रेयसे सुमतिनाथविवं कारितं प्रतिष्टि ( ४ ) तं तपागच्छनायक श्री सोमसुंदरसूरि पट्टप्रभाकर श्रीमुनिसुंदरसूरिपट्टनभस्तलदिनकरतरणिश्रीरत्नशेखरसूरिपट्टपूर्वाचल सहस्रांकुरस. लक्ष्मीसागरसूरिभिः सीहुजप्रामे कल्याणमस्तु कारयितुः ॥ श्रीः ॥
39
ખીજી ચારેક મૂર્તિઓ ઉપર પણ સંવત ૧૫૨૩ ના લેખા છે. તેમાં એ મૂર્તિ ખીજા શ્રેષ્ઠીએ ભરાવી છે પણ પ્રતિષ્ઠા તે જ સંવત મિતિએ કરાવી છે.
આ બધી મૂર્તિઓને સ. ૧૮૩૩ ના શ્રાવણુ માસમાં માતરમાં પ્રવેશ થયેા છે. પહેલાં જૂના મંદિરમાં આ મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. પણ નવું મંદિર ખાંધવાના વિચાર થતાં સ. ૧૮૪૨–૪૩ માં અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદ શત્રુંજયના સંઘ લઈ માતર આવ્યા ત્યારે તેમણે શિખરખ થી ભવ્ય જિનાલય બંધાવવાના શ્રીસ ંઘને આદેશ કર્યાં. મંદિર તૈયાર થતાં સ. ૧૯૮૫ ના જેઠ સુદ ૩ ને ગુરુવારે એ જ નગરશેઠે પ્રતિષ્ઠા મહાત્સવ કર્યો. પછી ખાવન જિનાલય બંધાવવાને વિચાર થતાં' અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ, શેઠ હઠીસિંહ કેસરીસિંહ તથા માતરવાસી શેઠ હકમચંદ્ન દેવચંદ અને અનેાપચંદ જાદવજી—આ ચાર જણે મળી દેરીએ મંધાવી સં. ૧૮૯૩ ના મહાસુદ ૧૦ ને બુધવારે ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી.
સં. ૧૯૩૯ ના શ્રાવણુ સુર્દિ ૪ના રોજ આ મદિરનુ શિખર અચાનક તૂટી પડ્યું. સં. ૧૯૪૫ના જેઠ વિક્રે ૧૦ ના દિવસે શિખર ફરીથી ચણાવવામાં આવ્યું. દેરીના જીર્ણોદ્ધાર શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની શેઠાણી માણેકબાઈ એ ખૂબ દ્રવ્ય ખરચીને કરાવ્યેા.
શ્રીસુપાર્શ્વનાથ ભગવાન, જેમની સ્થાપના ભમતીની મેાટી દેરીમાં કરવામાં આવી છે તે મૂર્તિ ખેડા જિલ્લાના અરેાડા ગામે વાત્રક નદીમાંથી કાંકરી કાઢતાં એક વણકરને હાથ લાગી હતી. માતરના શ્રેષ્ઠીએ તેને સમજાવી એ મૂર્તિ લઈ આવ્યા અને શેઠ બેચરદાસ મેાતીલાલનાં ધર્મ પત્ની વિધવા યા તીખાઈએ ઉજમણા પ્રસંગે એ મૂર્તિને રંગમંડપમાં તેમણે કરાવેલા નવા ગેાખલામાં પધરાવી. હતી પણ જીર્ણોદ્ધાર પ્રસંગે શેઠ માણેકલાલ મનસુખભાઈએ એ મૂર્તિને ભમતીની મેાટી દેરીમાં પધરાવી પ્રતિતિ કરાવી છે.
સ્થાપત્યની દૃષ્ટિએ આ મંદિર માટે કેટલાક વાંધાએ જણાતા હતા. અને લેકમાં વહેમ પણ ફેલાયેલે હતા તેથી હાલમાં જ આ મ ંદિરને પાડી નાખો નવેસર બંધાવવામાં આવ્યુ છે. સ. ૨૦૦૭ના વૈશાખ સુદ ૫ ના રાજ આચાર્ય શ્રી. વિજયસિદ્ધિસૂરિજીના હાથે મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. આ મ ંદિરમાં બારમા—તેરમા સૈકાની એક દેવીની પ્રાચીન મૂર્તિ પણ ખિરાજમાન છે.