________________
જૈન તીથ સ`સગ્રહ
'
એક ગ્રંથભંડાર સ્થાપ્યા હતા. કર્નલ ટોડે અહીં દશ જિનમદિશનાં ખડિયેશ હાવાનું જણાવ્યું છે, જેમાં આજે એકે હયાત નથી.
અમદાવાદઃ
આ આછી નોંધ અમદાવાદની સ્થાપના પહેલાંના ભૂતકાળની સમૃદ્ધ ભૂમિકાની ચાદ આપે છે અને આજે અમદાવાદની ભૂમિ ઉપર સ્થાપિત થયેલાં ૨૦૪ થીચે વધુ જૈનમ દિામાંથી કેટલાંક મદિના ઇતિહાસ તે ગુજરાતના ઇતિહાસ જેટલે જૂના છે. આજનાં આશરે દશ હજારથીયે વધુ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કામનાં ઘરાના ઇતિહાસ પ્રતાપ, સેવા ને સ્વાણુથી સુવાસિત અનેલે છે. અહીંના મહાજનેાની શાખ ઠેઠ દિલ્હી દરબાર સુધી હતી. જૈન પ્રજાનું મન દુખાવતાં ઔર ગએમ જેવા ખાદશાહે પણ ખચકાતા. દિલ્હી દરબારમાં અમદાવાદને એલ સૌ પહેલાં ઝીલાતા. અહીંના શરાફે સાથે બાદશાહે અને ઉમરાવાને મીઠા સંબંધ હતા. મરાઠા સમય અને અંગ્રેજ અમલ દરમ્યાન પણ જૈન શ્રેષ્ઠીએએ પેાતાની સંપત્તિ, સત્તા અને લાગવગથી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
કળાપ્રેમી બાદશાહે અને શ્રીમંતાએ સજાવેલું આ શહેર સત્તરમી સદીમાં સર્વશ્રેષ્ઠ નગર બની ચૂક્યું હતું. મુસલમાનાએ ગુજરાત જીત્યું ત્યારથી તેએ ગુજરાતની કળા અને સસ્કૃતિના ભક્ત બન્યા હતા. આ પ્રકારની કળાભક્તિ અમદાવાદની ઘણીખરી બાદશાહી ઈમારતેમાં ?ખાઈ આવે છે. ઇ. સ. ૧૬૩૮માં સૈડે સ્લેક નામના જન પ્રવાસી અમદાવાદનું વર્ણન કરતાં લખે છે: “મુસલમાની મસ્જિદોમાં મેટે ભાગે જૈન મ ંદિરના માલ વપરાયા છે. અહમદશાહની મસ્જિદમાં અંદરના ગુંબજ જૈન છે અને ખીજો સામાન પણ એવા જ કાઈ મદિરના છે. કૈખતખાંની મસ્જિદમાં પણ અંદરના ગુંબજ જૈન છે. સૈયદ આલમની મસ્જિદમાં થાંભલા જેનેાના છે. કુ ંભારાણાએ ત્યારે સાદડીમાં જૈન મ ંદિર અનાવરાવ્યું. એ જ અરસામાં અહેમદશાહે જુમ્માસ્જિદ બંધાવી હતી. એ જૈન મંદિરમાં ૨૪૦ થાંભલા છે એ જ પ્રમાણે આ મસ્જિદમાં તેવા અને તેટલા જ થાંભલા જોઈ શકાય છે.” આ ઉપરથી ાણી શકાય છે કે જૈનોના સ્થાપત્યકળાના શૈાખથી મુસ્લિમ ખાદશાહે કેવા અંજાઇ ગયા હતા !
વસ્તુતઃ એ કળા ગુજરાતના જૈનોની જ હતી. જેનેની સ્થાપત્યકળા માટે મશહૂર કળામજ્ઞ વિદ્વાન ફરગ્યુસન કહે છે: “ હિંદુ સમયમાં જૈન સ્થાપત્ય ઊંચી ટોચે પહેોંચ્યું હતું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણાથી એ વધારે શુદ્ધ બન્યું હતું.”
આવા ભવ્ય અને મનેાહર શહેરને મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં ખૂબ સહન કરવું પડ્યુ. અઢારમી સદીમાં તે એ ઘસાતું ઘસાતું જીણું થવા લાગ્યું. પ્રાચીન કળા એસરવા માંડી. જ્યારે ઈ. સ. ૧૮૧૮ થી અંગ્રેજોએ અહીંના અમલ શરૂ કર્યો ત્યારે જૂના જૈન મહાજને, નગરશેઠા અને ઉદ્યોગપતિઓએ આગળ આવી અમદાવાદને ટકાવી રાખી ખીલવવાના અથાક પ્રયત્ન કર્યો. કુદરતી આફતના પ્રસંગમાં પણ જૈન દાનવીનાં આંગણાં નરી માનવતાથી એપી ઊઠતાં. સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ શાંતિદાસના પુત્રા—તનશાહ, લખમીચંદ, માણેકચંદ અને હેમજી શાહે જગતૂંશાહની માફક લેાકેાના સંકટનું નિવારણ કર્યું હતું. ઇ. સ. ૧૭૨૫માં જ્યારે મરાઠાઓએ શહેરને લૂંટવા માંડ્યુ ત્યારે જૈન આગેવાન ખુશાલશાહ શેઠે વચમાં પડી, પોતાના તરફથી ઘણી દોલત આપીને તેમને રોકચા હતા.
આવા અનેક પ્રસ ંગેામાં જૈન શેઠિયાઓએ પેાતાના પ્રાણુ અને ધનના ભાગે ચિરસ્મરણીય સેવાઓ આપી છે, જેની નોંધ ઇતિહાસકાર ઉવેખી શકતા નથી. અમદાવાદના જાહેરકામેામાં પણ તેમની દીલાવરી સખાવતે આજે પણ નોંધપાત્ર બની રહી છે.
શ્રુતદેવીના અવતારસમા આપણા પૂર્વાચાોએ વારસામાં આપેલી જ્ઞાનસપત્તિના પ્રાચીન ગ્રંથભંડારા પણ અહીં ઘણા છે. આપણી સંસ્કારસાધનાની પગદંડીની આસપાસ ગ્રંથૈાની જ્ઞાનન્ત્યાતિ ખ ડ ઝળહળતી રહે એ માટે પૂર્વાચાર્યોએ ગ્રંથાને દેવમ ંદિર કે મૂર્તિ જેટલું જ મહત્ત્વ આપ્યું છે અને તેથી જ ગુજરાતમાં જેટલા ને જેવા ગ્રંથભંડારોની વિપુલતા જોવાય છે તેટલી ખીન્ત કેાઇ પ્રાંતમાં નથી. એટલું જ નહીં; ગુજરાતના ઇતિહાસની જેટલી સામગ્રી આ ગ્રંથભ’ડારામાં જૈનાચા)ના હાથે લખાયેલી મળી આવે છે એટલી ખીજે કાંઈથી પ્રાપ્ત થતી નથી. ખારમી સદીથી લઈને ઠેઠ નવીન યુગના પ્રારંભ સુધીનાં ચિત્રકળાનાં પ્રતીકે આ ગ્રંથભંડારો સિવાય ખીજે સુલભ નથી. વળી, પ્રાકૃત ભાષા જે આપણા દેશની બધી આ ભાષાઓની માતામહી છે એની વિપુલ સંપત્તિ આ ભંડારામાં જ ભરી પડી છે.