________________
જૈન તીર્થ સર્વસંગ્રહ કારણ છે કે આ ગિરિની પવિત્રતાને મહિમા પરંપરાએ આજ સુધી જેના આબાલવૃદ્ધ હૃદય ઉપર ઊંચું આસન જમાવી બેઠે છે.
વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામીના વારામાં ભેગુકચ્છ(ભરૂચ)માં જૈનધર્મે દેવ કે મનુષ્ય જ નહિ પરંતુ તિચરો માટે પણ જૈનધર્મનાં સિંહદ્વાર અભંગ હોવાની પ્રતીતિ કરાવતાં તેમજ વિશ્વબંધુત્વની સચરાચરની મુક્તિની વાતને તાદશ કરતાં “અશ્ચાવબોધ” અને “શકુનિકાવિહારની ઘટનાના સ્મરણીય દેવપ્રાસાદે ઊભા કર્યા હતા. કાળથી જીર્ણ બનેલા મંદિરને છેલ્લે ઉદ્ધાર મંત્રીશ્વર ઉદયનના પુત્ર મંત્રી આંબડે (આમ્રભટ્ટ) સં. ૧૨૨૧–૨૨ માં કરાવ્યું હતું, એને ગ્રંથસ્થ પુરાવાઓ જડી આવે છે.
એ પછી યાદવકાળ જેટલા પ્રાચીન કાળમાં શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ બાવીશમાં તીર્થકર શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને સંબંધ દ્વારકા અને ગિરનાર સાથે હતે એ ઉલ્લેખ પ્રાચીન ગ્રંથે કરે છે. ભગવાન અરિષ્ટનેમિએ ગિરનારમાં પિતાની સાધના આરંભી હતી ને તેમનાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ: એમ ત્રણ કલ્યાણકેથી એ ભૂમિ પૂજનીય બની હતી. એ સમયે ભક્તોએ જે સ્માર રસ્યાં તે કેટકેટલાયે ઉદ્ધા પામ્યા પછી સિદ્ધરાજ જયસિંહના મંત્રી ને સોરઠના દંડનાયક સજ્જન શ્રેષ્ઠીએ સં. ૧૧૩૫ માં લાકડાના મંદિરના સ્થાને આરસનું મંદિર બંધાવ્યાના શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણે સાંપડે છે.'
જૈન ગ્રંમાં જેનાં નામે જેન ધામ તરીકે ઓળખાય છે તે મુજબ દ્વારકા જેનું બીજું નામ કુશસ્થલી હતું તેનું વર્ણન જેનસૂત્રમાં આવે છે. દ્વીપાયન ઋષિએ દ્વારકાને વિનાશ કર્યો હોવાનો ઉલ્લેખ બ્રાહ્મણ અને જેનગ્રંશેમાં મળી આવે છે. આજે આ સ્થાન વિષ્ણુના ધામ તરીકે મનાય છે. “આવશ્યકચૂર્ણિમાં પ્રભાસને જૈન તીર્થરૂપે ઓળખાવ્યું છે. આજે આ સ્થાન શિવનું ધામ બનેલું છે. એ સિવાય હલ્થક૫ નગર જેને આજે હાથવ નામે ઓળખવામાં આવે છે તેનો ઉલ્લેખ જૈન સત્રમાં આવે છે. શ્રી પાર્શ્વનાથના તીર્થ તરીકે મધમતીપ્રસિદ્ધ હતું. મેઢેરાનો ઉલ્લેખ “સૂત્રકૃતાંગ”ની ચૂર્ણિમાં આવે છે. સિદ્ધસેનાચાર્યે આ સ્થાનને પાદવિહારથી પવિત્ર બનાવ્યું હતું. આનર્તપુર–આનંદપુરમાં સહુ પહેલી “કલ્પસૂત્રની વાચના થઈ હતી. આવી બીજી કેટલીયે હકીક્ત અહીં ઉમેરી શકાય, પણ એને અહીં અવકાશ નથી.
મેય સમ્રાટ સંપ્રતિરાજે જેનધર્મના પ્રચારમાં જે યશસ્વી કાર્યો કર્યા છે એનાથી એણે જેનેના ઈતિહાસમાં એખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈતિહાસ કહે છે કે, બીજા દેશની માફક એણે ગુજરાતની ભૂમિને અસંખ્ય જિન– મંદિરેથી શણગારી દીધી હતી. એ જ કારણ છે કે એમના સમયની પ્રાચીન જિનમૂર્તિઓ આજે પણ ભૂગર્ભમાંથી મળી આવે છે ને તેમાંની કેટલીક મૂતિઓના કારણે તે નવાં તીર્થોની સ્થાપના પણ થઈ છે.
ગિરનાર પર્વતની એક ગુફામાંથી મળી આવેલા ક્ષેત્રપાલીન (બીજી સદીના) શિલાલેખથી એ જૈન ભૂમિની ઐતિહાસિક પ્રાચીનતા પુરવાર થાય છે. ઢાંક, અંધાઉ, મહુડી, અંકેટકઘુમલી વગેરેમાંથી સહજ રીતે મળી આવેલાં શિલ્પાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જૈનત્વના બહોળા પ્રસારની પ્રામાણિક્તા ઈતિહાસવિમાં સિદ્ધ કરી આપી છે. ૨. “વિવિધતીર્થક ૫”માં “અચાવબોધતીર્થકલ્પ' પૃ. ૨૦૨૨ પ્રકાશકઃ સિંઘી જૈન ગ્રંથમાળા. ૩. “ત્રિપરિશલાકાપુચતિ” અને “વસુદેવહિંડી” ૪. નિતીરે, વિજ્ઞાનના નિષિ કa ! તેં શરૂવદર્દ, નિર્મિ નમંામ છે ૫. “Antiquities of Kathiawar” P. 159 અને “વિવિધતીર્થકલ્પ” માં રૈવતગિરિકલ્પ' પૃ. ૯, પ્રકા સિ. . ૬. “The Archaeology of Gujarat" ( Bombay 1941)માં ગિરનારની ગુફાના એક શિલાલેખને પરિચય. 1. "Bulletin of the Deccan College Research Institute " Vol. 1. nos. 2-4, March 1940.
માડીની મૂર્તિ પર આલેખાયેલ શિલાલેખ–
નના કિડ્વનિ વરિ ...૩ાિ કાર્યઉંઘ-જાવ !” ૮. “ જેને સત્ય પ્રકાશ વર્ષ: ૧૧, અંકઃ ૧૦ માં “વડેદરામાં પ્રગટ થયેલી એક હજાર વર્ષ પહેલાંની તાંબર જૈન પ્રતિમાઓ”